Book Title: Vastupal Tejpal ni Kirttanatmaka Pravruttio
Author(s): M A Dhaky
Publisher: Z_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2

View full book text
Previous | Next

Page 9
________________ નિર્પ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ ઉજ્જયંતાવતાર શ્રી નેમિનાથનો ‘ત્રૈલોક્યસુંદર'પ્રાસાદ કરાવ્યો. અહીંની ટાંકા મસ્જિદમાં આ પૈકીના કેટલાક અવશેષો હોવા જોઈએ. વસ્તુપાલના મૂલમંદિરનું સ્થાન ધોળકામાં બતાવવામાં આવે છે, પણ વર્તમાન મંદિર પ્રમાણમાં અર્વાચીન છે. (૧૮) ધંધુક્તક વસ્તુપાલે ધંધુકામાં ચતુર્વિંશતિબિંબ અને વીરજિન સહિત અષ્ટાપદ ચૈત્ય કરાવ્યું. કુમારવિહારનો ઉદ્ધાર કરી એમાં મૂલનાયકની પ્રતિષ્ઠા કરી અને શિખર પર હેમકુંભ મુકાવ્યાં. તેજપાલે અહીં મોઢવસતિમાં પાંચાલિકા(પૂતળી)વાળો રંગમંડપ કરાવ્યો. એ ઉપરાંત અહીં ત્રણ ધર્મશાલા, બે વિદ્યામઠ અને ત્રણ સત્રાગાર કરાવ્યાં. ધંધુકા અને હડાલાના પ્રાંતરમાં વીરધવળના સુકૃત માટે પ્રપા સહિત વાપી કરાવી ૧૩. ૧૯૦ સૌરાષ્ટ્ર પ્રદેશમાં કરાવેલ સુકૃત્યોના અવલોકન બાદ હવે લાટમાં તેમણે કરાવેલ કૃતિઓની નોંધ જોઈએ. (૧૯) ગણેશ્વર વસ્તુપાલે અહીં ઈ. સ. ૧૨૩૫માં ગણેશ્વ૨ના મંદિરનો મંડપ કરાવ્યો. (૨૦) નવસારિકા નવસારીમાં તેજપાલે બાવન જિનાલયયુક્ત પાર્શ્વનાથનો પ્રાસાદ કરાવ્યો. (૨૧) ઘણદિવ્યાપુરી ગણદેવીમાં તેજપાલે નેમિચૈત્ય કરાવ્યું. (૨૨) ઝીઝરીઆ ગ્રામ તેજપાલે (ઝગડિયામાં ?) પ્રાસાદ, સરોવર અને વાપી કરાવ્યાં. (૨૩) ભૃગુકચ્છ અહીં ઉદયનમંત્રીના પુત્ર આમ્રભટ્ટે ઈ સ ૧૧૬૬માં પુનર્નિર્માણ કરેલા પ્રસિદ્ધ શકુનિકાવિહારમાં ૨૫ દેવકુલિકાઓ પર હેમદંડ સહિત કલ્યાણકુંભ મુકાવ્યા. મંદિરનું પ્રતોલીનિર્ગમ દ્વાર તારતોરણ સહિત નવું કરાવ્યું. ગૂઢમંડપમાં પોતાના અને લલિતાદેવીના શ્રેયાર્થે પરિકરયુક્ત અજિતનાથ અને શાંતિનાથની પ્રતિમાઓ તેમ જ તેની (કોર્ડ ?) દક્ષિણમાં પોતાની અને લલિતાદેવીની મૂર્તિ કરાવી. એ શકુનિચૈત્યના મુખ પાસે આરસની બે દેવકુલિકાઓ કરાવી. (તેમાં ?) પાર્શ્વનાથ અને મહાવીરનાં બિબ મુકાવ્યાં. મુનિસુવ્રતસ્વામીની ધાતુની મૂર્તિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19