Book Title: Vastupal Tejpal ni Kirttanatmaka Pravruttio
Author(s): M A Dhaky
Publisher: Z_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2
View full book text
________________
વસ્તુપાલ-તેજપાલની કીર્તનાત્મક પ્રવૃત્તિઓ
૧૯૧ કરાવી. જાંબુનદ (સોનાની) અને ધાતુની ૨૦ જિન પ્રતિમાઓ પણ કરાવી. આ ભૃગુપુરમાં ચાર ચૈત્યો તેમ જ વાપી, કૂપ, અને પ્રપાયુક્ત અભેદ્ય દુર્ગ કરાવ્યો. ગામ બહાર પુષ્પવન કરાવ્યું. તેજપાલે અહીં લેખમયી મૂર્તિઓ કરાવી, તેમ જ યુગાદીશના મંદિર પર હે મહાધ્વજ ચડાવ્યો. ત્યાં ઉત્તર અને દક્ષિણે એમ બે દેવકુલિકાઓ કરાવી. ત્રણ કાંચનકુંભ પધરાવ્યા. સ્નાત્રપીઠ પર ધાતુબિંબ પધરાવ્યાં, નાગેન્દ્રાદિ (નાગેન્દ્ર ગચ્છ આદિના?) મુનિઓની લેપમથી પ્રતિમાઓની પોતાના ગુરુ (વિજયસેનસૂરિ ?) દ્વારા પ્રતિષ્ઠા કરાવી. (૨૪) વડકૃષણપલ્લિ
વસ્તુપાલે અહીં(વટકૂપ ?)ના બે ચૈત્યોમાં (અનુક્રમે) નાભેય અને નેમિનાથના બિંબની પ્રતિષ્ઠા કરાવી. સુવ્રતસ્વામીના ચૈત્યમાં હેમબિંબ મુકાવ્યું. (૨૫) શુક્લતીર્થ
વસ્તુપાલે સત્રાગાર કરાવ્યું. (૨૬) વટપદ્ર
વડોદરામાં તેજપાલે પાર્શ્વજિનેન્દ્રનો અંદરોપમ વિશાળ પ્રાસાદ કરાવ્યો. (૨૭) વત્કાટપુર
(આકોટા ?)માં આદિનાથના મંદિરનો તેજપાલે ઉદ્ધાર કરાવ્યો. (૨૮) અસોવનગ્રામ
તેજપાલે અતિચત્ય કરાવ્યું. (૨૯) દર્ભાવતી
ડભોઈ વાઘેલાઓની પ્રિય ભૂમિ હતી. અહીં મંત્રીપુંગવોએ કેટલાંક મહત્ત્વનાં સુકૃત્યો કરાવેલાં. વસ્તુપાલે અહીંના વૈદ્યનાથ મંદિરના ૨૦ સુવર્ણ કળશો (પૂર્વે માલવાનો સુભટવર્મન હરી ગયેલો તેના સ્થાને) નવા કરાવી મુકાવ્યા. એના ગર્ભગૃહની બહારની ભીંતમાં વરધવલ, જૈતલદેવી, મલ્લદેવ, પોતાની તથા તેજપાલની મૂર્તિ કરાવી. દિનપતિ(સૂર્ય)ની પણ મૂર્તિ મુકાવી. ઉત્તરદ્વાર પાસે તોરણ કરાવ્યું. કાંચનકુંભથી શોભતી બે ભૂમિકાવાળી વૃષભંડપિકા (નંદીમંડપિકાકરાવી. એ મંદિરના અગ્રભાગમાં તેજપાલે જૈનમંદિર કરાવ્યું ને એના પર સુવર્ણના નવ કલશ મુકાવ્યા. ત્યાં પ્રશસ્તિ મુકાવી. સ્વયંવર મહાવાપી કરાવી. કૈલાસ પર્વત સમા તોરણયુક્ત, સુવર્ણકુંભાંક્તિ પૂર્વજમૂર્તિયુક્ત (૧૭૧ દેવકુલિકાઓના પરિવાર સાથે ?) પાર્શ્વજિનેશ્વરના ચૈત્યની રચના કરાવી. ત્યાં વલાનકમાં ગજરૂઢ, રજતપુષ્પમાલાધારી માતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org