Book Title: Vastupal Tejpal ni Kirttanatmaka Pravruttio
Author(s): M A Dhaky
Publisher: Z_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2

View full book text
Previous | Next

Page 5
________________ ૧૮૬ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ (૨) પાદલિપ્તપુર શત્રુંજયની તળેટીમાં વામ્ભટ્ટ-પ્રપા પાસે અને પાલીતાણાની સીમમાં વસ્તુપાલે લલિતાદેવીના શ્રેયાર્થે લલિતાસર કરાવ્યું. એના સેતુ પર રવિ, શંકર, સાવિત્રી અને વિરજિનનાં ધામો કરાવ્યાં. જિનપૂજન માટે કુસુમવાટિકા તેમ જ પ્રપા અને વસતી કરાવ્યાં. પાલીતાણાગામમાં મહાવીરનું મંદિર કરાવ્યું અને ત્યાં કુમારવિહાર (વસ્તુતયા ત્રિભુવનવિહાર) પર હેમકુંભ અને ધજા ચડાવ્યાં. (૩) ગિરનાર શત્રુંજય પછીનું તરતનું મહત્ત્વ ધરાવતા પુરાણપ્રસિદ્ધ રૈવતાચલ–ગિરનાર–પર પણ વસ્તુપાલે મહત્ત્વનાં સુકૃત્યો કરાવેલાં. અહીં ઈ. સ. ૧૧૨૯માં સોરઠના દંડનાયક સજ્જન દ્વારા નવનિર્મિત તીર્થનાયક ભગવાન નેમિનાથના મંદિરના પશ્ચિમ તેમ જ ઉત્તર અને દક્ષિણ દ્વારે તોરણો કરાવ્યાં. એના ગૂઢમંડપ આગળની ત્રિક(મુખમંડ૫)માં ડાબીજમણી બાજુએ પિતા તથા પિતામહની અશ્વારૂઢ મૂર્તિઓ કરાવી, તેમ જ ત્યાં પિતાના શ્રેયાર્થે અજિત અને શાંતિજિનની કાયોત્સર્ગ પ્રતિમાઓ કરાવી. સંકડાશ ટાળવા અહીં ઈન્દ્રમંડપ પણ કરાવ્યો. મંડપ પર કલ્યાણકલશો મુકાવ્યાં. નેમિનાથના આ પ્રશસ્ય જિનભવનના અંતભાગે (પાછળ, પૂર્વમાં) પૂર્વજોની પ્રતિમાઓ અને પ્રશસ્તિ સહિત કાશમીરાવતાર દેવી સરસ્વતીની કુલિકા કરાવી. આ સિવાય વસ્તુપાલે અહીં કેટલાંક મહત્ત્વનાં નવાં મૌલિક મંદિરો પણ કરાવેલાં. એમાં સ્વશ્રેયાર્થે શત્રુંજયાવતાર ઋષભદેવનું મંદિર, તેને વામપક્ષે જોડેલો લલિતાદેવીની પુણ્યવૃદ્ધિ અર્થે કરાવેલ, પૂર્વજોની મૂર્તિ સાથેનો, વિશતી જિનાલંકૃત સમેતશિખર મંડપ અને દક્ષિણ પક્ષે સોખુકાના શ્રેયાર્થે કરાવેલ અષ્ટાપદ તીર્થ સમેત ‘વસ્તુપાલવિહાર' નામે ઓળખાતું, ઈ. સ. ૧૯૩૨માં પૂર્ણ થયેલું, ઝૂમખું મુખ્ય અને મહત્ત્વનું છે. આદિનાથના એ મંદિરમાં પોતાના પૂર્વજોના શ્રેયાર્થે અજિતનાથ અને વાસુપૂજ્યનાં બિંબ મુકાવ્યાં. એના મંડપમાં ચંડપની મૂર્તિ, વીર જિનેન્દ્રનું બિંબ, અને અંબિકાની મૂર્તિ કરાવ્યાં; ત્યાં ગર્ભગૃહના દ્વારની ડાબીજમણી બાજુએ પોતાની અને તેજપાલની ગજા રૂઢ મૂર્તિઓ કરાવી. અષ્ટાપદના મંડપમાં કુમારદેવીની અને ભગિનીની મૂર્તિ કરાવી. આ ત્રણે પ્રાસાદનાં ત્રણ તોરણ કરાવ્યાં. આ વસ્તુપાલવિહારની પૃષ્ઠ કપર્દીયક્ષનું મંદિર કરાવ્યું. ઋષભદેવની માતા મરૂદેવીનું મંદિર અને તેમાં જિનમાતાની ગજારૂઢ મૂર્તિ કરાવી. આ ઉપરાંત સ્તંભનપુરાવતાર પાર્શ્વનાથનું મંદિર કરાવ્યું. અહીં પણ વસ્તુપાલે સત્યપુરાવતાર મહાવીરનું મહિમાસ્વરૂપ મંદિર બંધાવેલું. નેમિનાથની પ્રતિમા અને આત્મીય, પૂર્વજ, અનુજ, પુત્રાદિની મૂર્તિઓ સહિતનો અંક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19