Book Title: Vastupal Tejpal ni Kirttanatmaka Pravruttio Author(s): M A Dhaky Publisher: Z_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2 View full book textPage 4
________________ વસ્તુપાલ-તેજપાલની કીર્તનાત્મક પ્રવૃત્તિઓ ૧૮૫ શ્રેયાર્થે ઉત્તુંગ તોરણ સહિત અષ્ટાપદ તીર્થ કરાવ્યું આટલામાં જ પોતાના અને લલિતાદેવીના શ્રેયાર્થે સ્ફટિકના દ્વારવાળી ઉત્તરમુખી બે દેવકુલિકાઓ કરાવી. એ સિવાય ગિરનારના ચાર કૂટ–અંબા, અવલોકના, શાંબ અને પ્રદ્યુમનના શિખરાવતાર, હેમદંડકલશયુક્ત મંદિરો સાથે રૈવતાધીશ નેમિનાથનું ચૈત્ય કરાવ્યું તેમ જ સ્તંભનકાધિપ પાર્શ્વનાથનું મંદિર કરાવ્યું. એક ઉત્સવમંડપ કરાવ્યો. નિમાતા મરુદેવીના મંદિર પર હેમદંડ સહિત કલશ મુકાવ્યો. તીર્થરક્ષક કપર્દીયક્ષના પુરાતન મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો. એમાં વામપક્ષે તોરણ કરાવ્યું અને અંતરાલના ગોખલામાં પાર્શ્વનાથની મૂર્તિ કરાવી તેમ જ ત્યાં પરિધિમાં આરસની જગતી કરાવી. જગતીમાં મત્તવારણ મંડિત ઉત્તુંગ તોરણ કરાવ્યું. આદિનાથના આ દેવાલયસમૂહ ફરતો પ્રતોલીયુક્ત પ્રાકાર કરાવ્યો. (અહીં યુગાદિદેવના મંદિર પાસે શિલ્પીએ ઘડેલી સ્વર્ગીય માતા કુમારદેવીની પ્રતિમા જોઈ આર્તિહૃદયી મંત્રીશ્વરની આંખોમાં આંસુ આવેલાં.) શત્રુંજયના (ઉત્તર શૃંગ પર આવેલા) શાંતિનાથના પ્રાચીન મંદિર પર પાંચ શાતકુંભ (સુવર્ણકલશ) મુકાવ્યા અને એના મંડપમાં સાત દેવકુલિકાઓ કરાવી; તેમ જ સાત જયસ્તંભો આરોપ્યા. આટલામાં ક્યાંક ગજપદકુંડ પણ કરાવ્યો. મોઢેરપુરાવતાર મહાવીરના મંદિરમાં પોતાની આરાધક મૂર્તિ મુકાવી. શત્રુંજય પર પોતે કરાવેલાં દેવસ્થાનોના ખર્ચનિભાવ માટે વિરધવલ પાસે તામ્રશાસન કરાવી અર્કપાલિત (અંકેવાળિયા) ગામ સમર્પણ કરાવ્યું. શત્રુંજયને અનુલક્ષીને લઘુબંધુ તેજપાલે પણ કેટલાંક સુકૃત્યો કરાવેલાં જેની નોંધ હવે જોઈએ. એણે શત્રુંજય પર ચડવાની પાજ (સંચારપાજા) કરાવી. આદિનાથના શૃંગની સામે અનુપમાદેવીના શ્રેય માટે અનુપમાસરોવર કરાવ્યું. એના ઉપકંઠ અને કુંડ વચ્ચેના તટ પર વાટિકા કરાવી. ત્યાં અંબાલય, કપર્દીભવન અને પદ્યબંધ (પગથિયા) કરાવ્યાં. ઇન્દ્રમંડપ પાસે નંદીશ્વરદ્વીપચૈત્ય કરાવ્યું. પોતાની સાત ભગિનીઓના કલ્યાણ અર્થે સાત દેવકુલિકાઓ કરાવી. બંધુ મલ્લદેવની બે વિધવા પત્નીઓ-લીલુ અને પાનુ અને એમના પુત્ર પૂર્ણસિંહ અને પૌત્ર પેથડના શ્રેયાર્થે ત્યાં બીજી ચાર દેવકુલિકાઓ કરાવી. મંત્રી યશોરાજ(યશોવર ?)ના શ્રેયાર્થે ત્રણ દેવકુલિકાઓ કરાવી. પોતાની અને અનુપમાદેવીની આરસની બે મૂર્તિઓ કરાવી. શંખેશ્વરાવતાર પાર્શ્વનાથની મૂર્તિ કરાવી. છેલ્લે વસ્તુપાલના સ્મરણમાં સ્વર્ગારોહણ પ્રાસાદ કરાવ્યો. ઈ. સ. ૧૩૧૩ દરમિયાન થયેલાં ખંડન અને ત્યારપછીના જીર્ણોદ્ધાર, ખાસ કરીને ૧૬મી શતાબ્દીના કર્માશાના જીર્ણોદ્ધાર દરમિયાન શત્રુંજય પરની વસ્તુપાલ-તેજપાલ નિર્મિત સ્થાપત્યકૃતિઓનો અન્ય પ્રાચીન દેવાલયો સાથે સર્વથા વિનાશ થયો હોવાનું જણાય છે. નિ, ઐ, ભા. ૨-૨૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19