Book Title: Vadodarama Shrimad Vijayanandsurishwarji Maharajna Sanghadana Muni Sammelane Karela Tharavo Author(s): Jain Yuvak Sangh Publisher: Jain Yuvak Sangh View full book textPage 5
________________ 1ો . લખ્યું છે. તેથી જોર ઉપર આવી કેટલાક સાધુઓએ જ્યાં ત્યાં મુની સંમેલનના ઠરા રદ કર્યા છે એમ જાહેર કરવા લાગ્યા. અને સ્વછંદી વિચારે વર્તવા લાગ્યા. જેના પરીણામે અમદાવાદ ખંભાત છાણી આદી સ્થળામાં દીક્ષાના પવિત્ર નામને બદનામ કરી ઝઘડા વધારી હાંસી પાત્ર બન્યા. વાસદમાં માર ખાધ છતાંએ આ દ્રઢાગાહી મહાત્માઓ ઉપર તેની અસર થઈ નહી. ઉલટું પેટલાદથી બહાર પાડેલા જુના કાગળની નવીન આવૃતી છપાવી નામ ઠામ વગરનાં તો જે કલમ કરી તે કાગળનું પષ્ટ પણ કરી. મુનીસંમેલનના ઠરાવ રદ કર્યા છે એમ જૈન સમાજને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. અને “ગુજરાતી ચેપડી બીલકુલ છપાઈજ નથી” એવું તદ્દનજ જુઠું છાપી ઉધે રસ્તે દેર્યા છે. આ ગુજરાતી ચોપડી મેટા ભાગે બેદરકારીથી નાશ પામેલી માલમ પડી છે. અત્યારના પ્રસંગમાં એ ઠરાવો ઘણો અગત્યના હોવાથી આ તેની બીજી આવૃતી અસલની ચોપડી પ્રમાણે કંઈ પણ ફેરફાર કર્યા સિવાય અક્ષરશ જેને સમાજ આગળ રજુ કરવામાં આવે છે. જૈન સમાજ વાંચી વિચારશે અને મુનીસંમેલનના ઠરાવોનો ભંગ કરી જૈન સમાજમાં લેશની હેળી સળ પાવનારાઓને પુછી શકશે કે મુની સંમેલનના ઠરાવ પ્રમાણે વર્તવાથી સાધુપણાને ક્યા દોષ લાગે છે ? શાના કયા સિદ્ધાંતને ભંગ થાય છે ? શાશન અને સંધની ઉન્નતીને અટકાવે છે? આના જવાબ સ્વેચ્છાચારીઓ આપશેજ. આ બીજી આવૃતીમાં વધારેમાં પ્રસ્તાવના ગુરૂભક્તીનું કાવ્ય, આપેલા છે. આ આવૃતી છપાવવાને ખર્ચ ભાઈ સવાઈચંદ જગજીવનરસ જવેરીએ આવે છે તેના માટે તેમને સહદય આભાર માનીએ છીએ. આ આવૃતી જૈન સમાજ અને મુનીમહારાજોને શ્રેયરૂપ નીવડે એમ ઈચ્છીએ છીએ. સુષુ કીં બહુના ? શ્રી જૈન યુવક સંઘ, વડોદરા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24