Book Title: Upmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8 Author(s): Motichand Girdharlal Kapadia Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 7
________________ પ્રસ્તાવના. કવિત્વ દૃષ્ટિએ બીજા ભાગનું ( ખાસ કરીને ચોથા પ્રસ્તાવનું ) સ્થાન મુખ્ય છે પણ આખા ગ્રંથનું રહસ્ય તો આ ત્રીજા અને છેલ્લા વિભાગમાં જ પ્રાપ્ત થાય છે, તેથી આ વિભાગનું મૂલ્ય સર્વથી વિશેષ જ રહેશે. આ વિભાગમાં અનેક ભેદ ભ્રમ ખૂલી જાય છે, ગ્રંથનું રહસ્ય સમજાય છે, ગ્રંથનો ઉદ્દેશ સમાય છે અને ગ્રંથકર્તાની વિશાળતા દૃષ્ટિગોચર થાય છે. આ વિભાગ પુખ્ત ભાષામાં, પ્રખર પદ્ધતિએ અને સાત્ત્વિક દ્રષ્ટિએ લખાયો છે. એમાં ગ્રંથકર્તાની વિશિષ્ટતા છેવટે દૃષ્ટિગોચર થશે અને જે ઘુંચવણ આખો ગ્રંથ વાંચતાં થઈ હશે તે આખરે એકદમ દૂર થશે, સંસારનું ચિત્રપટ ખડું થશે, એના પ્રપંચો દૃષ્ટિગોચર-માનસગોચર થશે અને એની ભૂલભૂલામણીમાં પોતાનું સ્થાન શું છે તે વિચારવાથી શોધવાના માર્ગો મળશે અને અસાધારણ બુદ્ધિવૈભવવાળાને એનાં ગલ્લીઓ અને રાજ્યમાર્ગો, એના ખાડા અને ટેકરા, એના સીધા માર્ગો અને આડા અવળા માર્ગો દેખાશે અને પોતાનો માર્ગ કયો હતો, ક્યાં જવું છે અને કયે માર્ગે પોતે ચાલે છે તેનું સહજ ભાન થશે. આ તૃતીય વિભાગ આખા ગ્રંથનો મુગટમણ છે અને શિરોધાય હોઈ વંદનને યોગ્ય છે અને આઠમા પ્રસ્તાવના બીજા અને ત્રીજા વિભાગો વાંચતાં અનેક વખત પોતાના હૃદયપર હાથ મૂકાવે તેવો છે, આશ્ચર્યમાં ગરકાવ કરે તેવો છે, મગજને નચાવે તેવો છે અને સહૃદયને વિચારમાં નાખે તેવો છે. છઠ્ઠા પ્રસ્તાવમાં મૈથુન અને લોભ નામના મનોવિકારોની મુખ્યતા છે. લોભ સર્વ ગુણોનો નાશ કરનાર અતિ અધમ મનોવિકાર છે એ આપણે સંસારીજીવ જે અહીં ધનશેખરના નામથી ઓળખાય છે તેના ચરિત્રપરથી જોઇએ છીએ. બકુલશેઠે એને જયપુરમાં દીકરી આપી અને વ્યાપારમાં કરોડો મેળવ્યા પણ એને તૃપ્તિ ન થઈ. હરિકુમારે એને પોતાનો ગણ્યો પણ ધન અને સ્ત્રીના મોહથી એણે એને દરિયામાં નાખ્યો પણ પુણ્યના પરિઅળથી હરિકુમાર રાજ્યારૂઢ થયો. ધનનો મોહ કેવો છે અને એની પાછળ વલખાં મારનારના કેવા હાલ થાય છે અને તે કેટલું દૂર થતું જાય છે તે બહુ વિચારવા યોગ્ય છે. ઉત્તમસૂરિ આ પ્રસ્તાવમાં ષપુરૂષનું ચરિત્ર કહે છે. એ છ એ ચરિત્રો બહુ મનન કરવા યોગ્ય છે. નિકૃષ્ટ, અધમ, વિમધ્યમ, મધ્યમ, ઉત્તમ અને વરિષ્ઠની યોજના બહુ યોગ્ય રીતે કરવામાં આવી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 676