Book Title: Upmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8 Author(s): Motichand Girdharlal Kapadia Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 8
________________ ઉપમિતિ ભવપ્રપંચ કથા વાંચનાર પોતાનો વર્ગ શોધી શકે એવી સુંદર ઘટના અત્રે છે. એવી રીતના છ પુરૂષોની વ્યાખ્યા શ્રી ઉમાસ્વાતિવાચકૅ કરી છે તેનો સાર તથા શ્રી ક્ષેમંકર ગણિએ થપુરૂષ ચરિત્ર લખ્યું છે તેનો સાર નોટમાં વિસ્તારથી આપ્યો છે તે પણ મનન કરવા યોગ્ય છે. એ છ એ પુરૂષોને રાજ્ય મળે છે ત્યારે મહામોહના દરબારમાં અને ચારિત્રરાજની સભામાં જે વિચારણા થાય છે તે ખાસ વિચારવા યોગ્ય છે અને છેવટે પ્રકરણ ૧૬ માં એ પ્રત્યેક રાજયપર હરિકુમાર અને ઉત્તમસૂરિ વચ્ચે જે પર્યાલોચના થાય છે તે પણ સમજવા યોગ્ય છે. વિદ્યાચાતુર્યને અંગે હરિ કુમારનો વિનોદ (પ્રક. ૩) બહુ આનંદ આપે તેવો અને વિદ્વાનને શોભે તેવો છે. ઉપરાંત આયુર્વેદનો વિષય છઠ્ઠા પ્રસ્તાવના ચોથા પ્રકરણમાં આપ્યો છે તે આખા વૈદકશાસ્ત્રના રહસ્ય–સાર જેવો છે. પાંચમામાં નિમિત્તશાસ્ત્રને અંગે આઠ આયો નાખવાની વાત છે તે અષ્ટાંગ નિમિત્તનો એક ભાગ છે અને એ વિભાગનું રહસ્ય સૂચવનાર છે. આ પ્રસ્તાવમાં ચક્ષુરિંદ્રિયની વાત બહુ ટુંકામાં પતાવી છે. સ્પર્શન અને રસનાને અંગે ત્રીજા અને ચોથા પ્રસ્તાવનો મોટો ભાગ રોક્યો છે ત્યારે અહીં આ વાત અધમ રાજ્યને અંગે બારમા પ્રકરણમાં સંક્ષેપમાં બતાવી છે તેને હેતુ એ છે કે હવે વાંચનાર ઇદ્રિયકાર્ય અને તેના પ્રેરક કારણોને ઓળખી ગયો છે અને તેથી તે સંબંધી પિષ્ટપોષણ કરવું અયુક્ત ગણાય. છઠ્ઠા પ્રસ્તાવનો મુખ્ય સંદેશ પપુરૂષ ચરિત્ર અને તેમાં પણ ઉત્તમ અને વરિષ્ઠ રાજ્ય પ્રસંગ છે એમ મારું માનવું છે. બીજે દરજે ધનશેખરની ધનની ઈચ્છા અને મૈથુનલાલસા એટલી જ ધ્યાન ખેચે તેવી છે. * * સાતમા પ્રસ્તાવમાં સંસારીજીવ રાજપુત્ર ઘનવાહન થાય છે. ચારે કષાય-ક્રોધ, માન, માયા અને લોભની વાત તો અગાઉના પ્રસ્તાવોમાં પૂરી થઈ ગઈ છે એટલે મહાપરિગ્રહની સાથે મહામોહ જોડાણ કરી તે કેવો ભવપ્રપંચ કરે છે તે અહીં બતાવ્યું છે. પરિગ્રહગ્રહ કેવો આકરો છે તેનો આ પ્રસ્તાવમાં ખરો ખ્યાલ થાય છે; પણ અહીંથી ચરિત્રની દિશા બદલાય છે. અકલંકના સહવાસથી ઘનવાહન–સંસારીજીવ કાંઈક માર્ગસન્મુખ થાય છે, સદાગમનો પરિચય કરે છે, તેને ઓળખે છે અને જો કે હજુ મહામહની અસર તળે છે તો પણ કાંઈક ચીકાશ ઓછી કરે છે. આવી રીતે સહજ સમજણવાળી સ્થિતિ પ્રાપ્ત થયા છતાં અને ભવપ્રપંચનો ખ્યાલ કાંઈક આવવા છતાં સમજુને પણ મહાપરિગ્રહ કેટલો ખડાવે છે, કેવો ફસાવે છે, કેમ સપાટામાં લે છે તે અહીં બહુ વિચારવા યોગ્ય છે. રસ્તે આવી આવીને વળી પાછા કેવી રીતે પરિગ્રહની જાળમાં અવાય છે, મહાત્મા સાધુઓને છેતરવા કેવા ગોટા વાળવા પડે છે એ સર્વ અત્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 676