Book Title: Upmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 12
________________ ઉપમિતિ ભવપ્રપંચા કથા થતો જાણી આનંદ થાય છે. ચક્રવર્તી અનુસુંદર ચોરનો આકાર શા હેતુથી ધારણ કરે છે તે પણ અહીં સ્પષ્ટ થાય છે. અહીં અંતરંગ ચોરીનું અદ્ભુત વર્ણન આવે છે અને પ્રત્યેક જીવને એ ચોરીમાં પોતાનું કયું સ્થાન છે તે વિચારવા યોગ્ય પ્રસંગ પરો પાડે છે. દોડાદોડ કરનાર યાં દોડે છે તે અત્ર જરૂર વિચારવા યોગ્ય છે. આવી રીતે બીજા વિભાગમાં સર્વ વાતનો મેળ મળે છે. આ પ્રમાણે મુખ્ય પાત્રોને એકઠા કરીને આઠમાં પ્રસ્તાવના ત્રીજા વિભાગમાં પ્રત્યેકની પ્રગતિ બતાવે છે. એમાં સંસારમોહમાં આસક્ત હોવા છતાં અનુસુંદર ચક્રવર્તી જયારે પ્રગતિ કરે છે ત્યારે તેનું ઉત્થાન કેટલું મજબૂત થાય છે તે ખાસ જોવા જેવું છે. કર્મમાં શૂરા હોય તે ધર્મમાં શૂરવીર કેવી રીતે થઈ શકે છે તેને આ દાખલો બહુ માનું ચિત્ર રજુ કરે છે. રસ્તા ઉપર આવ્યા પછી આવા જીવો સુસાધ્ય વિભાગમાં આવે છે. એની સાથે સુલલિતાન મહાભારત પ્રયાસ વિચારતાં કષ્ટસાધ્ય જીવોની દશા બહુ ધ્યાન ખેચે છે. પ્રથમ તો એને કેમે કરીને બોધ થઈ શકતો નથી, એને પોતાને ખેદ થાય છતાં પણ એ જલદી વાત સમજી શકતી નથી, ત્યારે બાજુમાં બેસી માત્ર વાત સાંભળનાર ભવ્યપુરૂષ-રાજકુમાર પુંડરીક ત્યાગમા આવી જાય છે. સુલલિતાને વારંવાર બોધ આપવો પડે છે, એની આત્મ વિડંબનાઓનું એને સ્મરણ આપવું પડે છે, એની પાસે કથામાં આવેલાં દૃષ્ટાન્ત ફરીવાર રજુ કરવાં પડે છે અને છતાં એ જાગૃત થઈ શકતી નથી; જ્યારે ભવ્યપુરૂષને માર્ગે ચઢતો એ જુએ છે ત્યારે વળી એને ખેદ થાય છે અને આખરે જાતિસ્મરણ થાય છે ત્યારે જ એના પડદા ખૂલે છે. ત્યાગ પછી પણ એને મહા તપ કરવાં પડે છે અને બહુ પ્રયાસે એનો સંસારથી નિસ્વાર થાય છે. આ આખો વિભાગ જીવોની કર્મની વિચિત્રતા અને પ્રગતિમાર્ગની ભિન્નતા બતાવવાનું કાર્ય બહુ અંશે પૂરું પાડે છે. એમાં શોક કોના મરણને અંગે કરવો ઘટે એની ચર્ચા બહુ સુંદર રીતે કરવામાં આવી છે. આ પ્રસ્તાવમાં એક બહુ સુંદર વાર્તા ગ્રંથકર્તાએ કહી નાખી છે. આખા આગમને સાર એમણે ધ્યાન યોગમાં સુંદર રીતે ઘટાવ્યો છે અને જૈનમતની વ્યાપકતા સિદ્ધ કરવામાં એમણે અસાધારણ બુદ્ધિવૈભવ બતાવ્યો છે. વૈદ્ય કથાનક, સંહિતાઓ અને શાળાઓના દ્રષ્ટાંતનો પ્રસંગ સાધી એમણે જૈનમતની વિશાળતા બતાવવામાં બહુ વિશાળ દ્રષ્ટિ વાપરી છે. એમની રચનાત્મક પદ્ધતિ ખાસ અનુકરણીય છે. એમણે અન્ય શાળાઓને સુવૈદ્યના અંશ તરીકે બતાવી છે પણ એમની નિંદા કરી નથી. પ્રાચીન તત્વવેત્તાઓ અને ખાસ કરીને શ્રીહરિભદ્રસૂરિના વિશાળ જ્ઞાનના અનુભવીઓ અન્યને નરમ પાડ્યા વગર પોતાની વિશાળતા અને મુખ્યતા કેવી સચોટ રીતે કરી શકે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 676