Book Title: Upmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 14
________________ Jain Education International ૧૨ ઉપમિતિ ભવપ્રપંચા કથા. તેવો સુધારો થશે, છતાં જુની આવૃત્તિઓ ખરીદનારને અન્યાય ન થાય તેવી યોજના કરવામાં આવશે. ઉપોદ્ઘાત આ ત્રીજા ભાગમાં વિસ્તારથી લખવાનું કારણ મારી સગવડને લઇને જ થયું છે. એ ઉલ્લેખ લખવા માટેનાં સાધનો એકઠાં કરવામાં, તેનું પ્રથક્કરણ કરવામાં અને તેને યોજવામાં જે સમય અને ફુરસદ જોઇએ તે મળતાં તે લખી શકયોછું પણ એની અસલ યોજના પ્રથમ વિભાગ સાથે હતી. વળી પુસ્તકનું કદ દરેક વિભાગનું વધી ગયું છે. મારી અસલ યોજના પ્રમાણે ડીમી આ પેજી ગ્રંથમાં પાંચસો પાના લગભગ હોય તે કદ વધારે અનુકૂળ પડે છે તેને બદલે લગભગ દરેક વિભાગમાં ૮૦૦ પૃષ્ટ થયા છે, પણ પ્રસ્તાવ પૂરો કરવો જ જોઇએ એટલે આ સિવાય બીજી યોજના બેઠી નથી. હવે પછી નવીન આવૃત્તિઓ થશે તેમાં આઠે પ્રસ્તાવને આઠ પુસ્તકમાં વહેંચી નાખવાની સગવડ પણ થશે અને ચાલુ પદ્ધતિએ ત્રણ વિભાગમાં પણ રહેશે એવી યોજના કરવા પ્રકાશકને હું વિજ્ઞપ્તિ કરીશ. આ વિભાગમાં પ્રકરણ, શિર્ષક, બાજુની નોટો, નીચેની નોટો અને પેરીગ્રાફોની યોજના મારી પોતાની છે. એમાં સુધારો સૂચવાશે તો આગળ ઉપર તે પર વિચાર થઈ શકશે. મેં કેટલેક પ્રસંગે પરસ્પર વાતચીતના આકાર ( dialogue form )મા ઘણી છૂટ લીધી છે. અવતરણ પણ ઘણી છૂટ લઈને કર્યું છે પણ મૂળ ગ્રંથને જરા પણ ક્ષતિ ન આવે એની અની શકતી સાવધાની રાખી છે, છતાં તેમાં ધૃષ્ટતા કે સ્ખલના થઈ હોય તો ક્ષમા યાચું છું. આખા સંસ્કૃત સાહિત્યમાં આ ગ્રંથને ઘણું ઉત્તમ સ્થાન છે તે જળવાઈ રહે, તેનું અદ્વિતીય પદ કાયમ રહે તે માટે અનતી સંભાળ રાખી છે છતાં તેમાં પણ વધારે પડતી છૂટ લીધી હોય તો તે મારો દેષ છે અને તે માટે ક્ષમા યાચના કરૂં છું. આ ગ્રંથની વિશિષ્ટતા અચુક પણે સ્વીકારાઈ છે તેથી મને ઘણો આનંદ થયો છે. એના સંબંધમાં મારાપર જે પત્રો આવ્યાં છે. તેથી એની ઉપયોગિતાનો સાદર સ્વીકાર થતા જોઈ મને ઘણી પ્રેરણાઓ થઈ છે. માકી તો જે ગ્રંથના કર્યાં પોતાના ગ્રંથને લાકડાની પેટીમાં મૂકવા યોગ્ય ગણે (પ્ર. ૧. પૃ. ૨૧૪) અને પોતાની રચનાને સુવર્ણ કે રત્ન પાત્રને યોગ્ય ન ગણે ત્યાં સાદી ભાષામાં અવતરણ કરનાર તો પોતાના અલ્પ પ્રયાસ માટે શું કહી શકે તે સમજી વાચનારે વિચારી લેવું. એમાં મુદ્દાની વાત એ છે કે ઉત્તમ ભોજન પીરસનાર પોતે ભુખ્યો હોય છતાં તે સુંદર ભોજન મીજમાનને પીરસી તેની ભુખને જરૂર શાંત કરે છે. માત્ર ભોજ્ય પદાર્થ દોષ રહિત હોવો જોઇએ અને વાચ્ય ભાવ યોગ્ય આકારમાં રજી થવો જોઈએ—આ દૃષ્ટાંત શ્રી સિદ્ધર્ષિગણિએ સદર પૃષ્ઠપર મૂકયું છે તે તેમને લાગુ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 676