Book Title: Upmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 11
________________ પ્રસ્તાવના, એ અત્ર સુંદર રીતે બતાવવામાં આવ્યું છે. નિવૃતિના ઈચ્છકે દશ કન્યા પરણવી જોઈએ; એ દશેનો પરિચય નિર્મળસૂરિ કરાવે છે. પછી એક રાત્રે બહુ સુંદર વખતે વિદ્યા કન્યા સાથે લગ્ન થાય છે. તે પ્રસંગે ચિત્તવૃત્તિ અટવીને નાકે ચારિત્રરાજ અને મહારાજના સૈન્યને ભયંકર લડાઈ થાય છે અને આખરે મેહરાય પાછો હઠે છે. ભાવનાના આશ્ચર્યકારક વીર્યની પ્રતીતિ કરનારે આ પ્રસંગ પછી નવ કન્યા સાથે ગુણધારણના લગ્ન થાય છે. પછી તે મંડપ ભાંગી જાય છે અને ગુણધારણ અનેક કન્યાઓ પરણે છે. છેવટે એ દીક્ષા લે છે અને વારાફરતી દેવગતિમાં જઈ ઉત્તરોત્તર આગળ વધતો જાય છે. ઉપરના પ્રસંગમાં લગ્ન વખતે માતૃકાગ્રહસ્થાપન, વેદી અને સિંહાસનની સંમાર્જના બહુ સુંદર રીતે થાય છે અને દ્રવ્ય લિંગ કેટલું કાર્ય બજાવે છે એનો ખ્યાલ કરવા યોગ્ય હકીકતો અત્ર આવે છે. આટલો પ્રગત થયેલ આત્મા સિંહાચાર્ય બની બહુ અભ્યાસ કરે છે ત્યાં એને જ્ઞાનનું અજીર્ણ થાય છે. લોકોએ એને મલકાવ્યો અને એ માન ગજેદ્રપર ચઢ્યો એટલે મોહરાજાએ પોતાનો મંડપ ઊભો કરી દીધો. શૈલરાજ, જ્ઞાનસંવરણ અને મિથ્યાદર્શનની એકી સાથે ચઢાઈ થઈ અને ભણેલ વિદ્વાન ભૂલ્યો, અભિમાને ચહ્યો અને ભણેલું ભૂલી પ્રમત્તતા નદીમાં ડૂબકી ખાવા લાગ્યો. આ વિભાગ બહુ વિચારવા યોગ્ય છે, જ્ઞાનીને પણ થથરાવી નાખે તેવો છે અને અંતરના પડદા ઉઘાડા કરે તેવો છે. પછી તે એ સંસારના પ્રવાહમાં તણાયો, ખૂબ રખડ્યો અને ઊંચે નીચે જઈ પારાવાર ઉદધિમાં રઝળ્યો. આવી રીતે આઠમા પ્રસ્તાવનો પ્રથમ વિભાગ પૂરો થાય છે. બીજા પ્રસ્તાવમાં ચોરે સદાગમ સમક્ષ જે કથા માંડી હતી અને જે અગૃહીતસંકેતા અને પ્રજ્ઞાવિશાળા સાંભળતા હતા અને ભવ્યપુરૂષ જેમાં રસ લઈ રહ્યો હતો તે પૂરી થઈ. આઠમા પ્રસ્તાવના અગીઆરમાં પ્રકરણને છેડે આ રીતે કથા પૂરી થાય છે અને હવે જે બીજો વિભાગ શરૂ થાય છે તેમાં અત્યાર સુધી થયેલ છુંચવણોનો નીકાલ થાય છે. ત્યાં માલૂમ પડે છે કે કથા કહેનાર સંસારી જીવ તે અનુસુંદર ચક્રવતી છે, સદાગમ તે સમંતભદ્ર નામનો રાજપુત્ર છે અને તેની બહેન મહાભદ્રા સાધ્વી તે પ્રણાવિશાળા છે. મદનમંજરીનો જીવ રાજપુત્રી સુલલિતા હતી અને ભોળી હોવાથી તેનું નામ અગ્રહીતસંકેતા રાખ્યું હતું. વળી ભવ્યપુરૂષ સુમતિ પણ રાજપુત્ર હતો અને મહાભદ્રા પાસે અભ્યાસ કરતો હતો. એ સમંતભદ્ર તે સદાગમ અને પુંડરીક તે ભવ્ય પુરૂષ–સુમતિ હતો. આ આખા મેળાપનો આનંદ અને ઈતિહાસ અપૂર્વ છે અને અત્યાર સુધીની બધી ગુંચનો અત્ર નિકાલ 2. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 676