Book Title: Upmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 9
________________ પ્રસ્તાવના, વિચારવા યોગ્ય છે અને એટલા કારણથી રખડપાટાનું એક આખું પ્રકરણ (પ્રક. ૧૬) અહીં આપવામાં આવ્યું છે. સમજુની જવાબદારી કેટલી વધારે છે તેનો અહીં સ્પષ્ટ ખ્યાલ આવે તેવું છે અને નિરર્થક ધમાલ કરી ધનના એકઠા કરેલા ઢગલાઓની આખરે શી સ્થિતિ થાય છે અને તે જ ધન તેના એકઠા કરનારને કેવી કફોડી સ્થિતિમાં મૂકે છે તે બહુ વિચારવા યોગ્ય છે. સાતમાં પ્રસ્તાવમાં છ મુનિઓના વૈરાગ્યપ્રસંગોની વાત કરી અને દરેક પ્રસંગનો ઉપનય બતાવ્યો છે એ આ પ્રસ્તાવનો મુખ્ય સંદેશ છે. એ છે એ પ્રસંગ બહુ મનન કરવા યોગ્ય છે, ચિત્તને ડોલાવે તેવી રીતે લખાયેલા છે અને સમજણપૂર્વક વિચારે તેને સમસ્ત જીવનકલહનો ઘુચવણ ભરેલો લાગતો પ્રશ્ન કાંઈક નીકાલની સન્મુખ લાવે તેવા આકારમાં રજુ થયેલા છે. ખાસ કરીને એના ઉપનયો વાંચતાં બહુ બોધ આનંદ અને શાંતિ થાય તેવી એની સુંદર ઘટના છે. વિદ્યા કન્યા પરણવાની ક્યારે યોગ્યતા થાય, નિરીહતા કોણ અને કેવી છે તે સામાન્ય રીતે સુંદર પ્રસંગો છે. નિમિત્તશાસ્ત્રના આઠ અંગો પૈકી અહીં જ્યોતિષશાસ્ત્રનો વિષય પ્રથમ પ્રકરણમાં આપી તે બાબતમાં રસ લેનારને આનંદ કરાવ્યો છે. એમાં ચાર વ્યાપારી કથાનક આખા પ્રસ્તાવમાં મુખને સ્થાને છે અને વાનર બચ્ચાની અદ્દભુત ઘટના મુગટમણિનું સ્થાન ભોગવે છે. એ વાનરબચ્ચાને ઓળખી કાઢવું અને તેને ગોખમાંથી બહાર નીકળી ઝાડો પર દોડાદોડ કરવા ન દેવું અને એને ઉંદર બિલાડા વીંછી આદિ ઉપદ્રવ કરનારાઓના સપાટામાંથી બચાવવું એ આ જીવનનો મહાન પ્રશ્ન છે અને એના સાચા નિકાલમાં જીવનનું સાફલ્ય છે. એ આઠમું પ્રકરણ બહુ મનન કરી સમજાશે તો નવમા પ્રકરણમાં બેવડા ચક્કરની વાત છે તે ગ્રાહ્યમાં આવશે અને ત્યારે જ એવી રીતે સંભાળથી જાળવેલા વાનર બચ્ચાને ગાઢ આનંદમાં ગરકાવ કરી શુકલાને સંયોગે એને છોડી દઈ શૈલેશી માર્ગે ચઢવામાં આનંદ આવશે. પાળીપોષીને ઉછેરેલા અને સાચવેલા બચ્ચાને છોડી દેતા જરા પણ ક્ષોભ ન થાય એ સ્થિતિ અનુભવમાં આવે ત્યારે ખરી, પણ માનસ દ્રષ્ટિએ દવા યોગ્ય છે. એ આખા પ્રગતિ માર્ગના દાદરનું ચિત્ર પૃ. ૧૭૩૭ માં આપ્યું છે તે જરા બહુ સારી રીતે વિચારી જવું અને તેને વારંવાર મનન કરી સમજવું. શ્રવણેદ્રિય-શ્રુતિની વાત આ પ્રસ્તાવમાં છઠ્ઠાની પેઠે ટુંકામાં પ્રકરણ ૧૨ મામાં પતાવી છે તેનું કારણ ઉપર જણાવ્યું છે તે જ સમજવું. અહીં મહામહના પ્રત્યેક સેનાનીઓને બોલાવી તેની અસર સંસારીજીવાપર કરાવે છે અને તે માટે પંદરમું પ્રકરણ રોક્યું છે. સદાગમની ઓળખાણ થયા પછી પણ મહાપરિગ્રહ બીજા સૈનિકોની મદદથી કેવા હાલહવાલ કરી શકે છે તે અત્ર વિચારવા લાયક વાત પ્રાપ્ત થાય છે. દેવગતિમાં જન્મનું સારું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 676