Book Title: Upmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 10
________________ ઉપમિતિ ભવપ્રપંચા કથા. વર્ણન કર્યું છે (પૃ. ૧૮૩૧-૩૨ ). આ પ્રસ્તાવની આખરે સમ્યગદર્શન સેનાપતિ સાથે સંસારીજીવને ઓળખાણ થાય છે અને ઘણા રખડપાટા પછી એ પ્રગતિને માર્ગે ચઢે છે. પ્રગતિને માર્ગે આવ્યા પછી પણ એના પર મહામોહનાં આક્રમણો થયાં જ કરે છે છતાં એના માર્ગની સરળતા થતી જાય છે તેમ અત્ર જણાય છે. * આઠમો પ્રસ્તાવ ચાર વિભાગમાં વહેંચાઈ જાય છે. પ્રથમ વિભાગમાં સંસારીજીવ ગુણધારણ નામે પ્રસિદ્ધ થાય છે. એનો મિત્ર ફુલંધર અહુ વિચક્ષણ જ્ઞાની અને તત્ત્વજિજ્ઞાસુ છે. વિદ્યાધરકન્યા મદનમંજરી સાથેનો લગ્નપ્રસંગ અહુ ચિત્તાકર્ષક છે. એની ભવ્ય કલ્પના બહુ રસોત્પાદક છે. આકાશમાં વિદ્યાધરો અને કનકોદરની વીરહાક અને પછી અદ્ભુત નગરપ્રવેશના પ્રસંગો બહુ સુંદર રીતે ચીતરાયા છે. અને એક વાર વાંચ્યા પછી વીસરી નહિ શકાય તેવા છે. આ મદનમંજરી પૂર્વપરિચિત પાત્ર છે તે ખાસ લક્ષ્યમાં રાખવા યોગ્ય છે. એની ઘટના આગળ થશે. લગ્નની રાત્રે કુલધરને સ્વગ્ન આવે છે કે ગુણધારણનું સર્વ ઈષ્ટ કાર્ય કરનાર પાંચ પુરૂષો છે. આ સ્વાનો અંદરનો ભાવાર્થ સમજવા સર્વને જિજ્ઞાસા થાય છે ત્યાં કંદમુનિ નામના સાધુ આવી પહોંચે છે. ગુણધારણ તેની પાસે જાય છે ત્યાં ચારિત્રરાજ મંત્રી સાથે સલાહ કરીને ગૃહીધર્મને તેની પાસે મોકલે છે અને સદાગમાં સમ્યગદર્શનનો પરિચય વધારવા સાથે આ નવા આવનાર ગૃહીધર્મ સાથે ગુણધારણ મૈત્રી કરે છે. નિર્મળાચાર્ય કેવળી સ્વપ્રનો વિચાર સમજાવી કાર્યસાધક કારણોપર જે વિસ્તારથી વિવેચન અત્ર કરે છે (પ્રક. ૬) તે અહુ મનન કરવા યોગ્ય છે. આઠમા પ્રસ્તાવના પ્રથમ વિભાગનો મુખ્ય સંદેશ અત્ર રજી થાય છે. એમાં કર્મ કાળ સ્વભાવ અને ભવિતવ્યતા તથા ખાસ કરીને પુણ્યોદયનું કાર્ય શું છે, પાપોદય અને પુણ્યોદય કેવી રીતે આવે જાય છે અને જીવને પોતાને જોયા કરવાનું છે કે એના શક્તિ-વીર્ય (પુરૂષાર્થ )ને કાંઈ અવકાશ છે એ વાત બહુ યુક્તિથી ન્યાયની કોટિઓ લગાવીને ઘટાવી છે અને સુસ્થિત મહારાજની અવિચળ આજ્ઞાઓ (પૃ. ૧૯૧૪) બતાવીને અને ચોક્કસ નિયમોનું સામ્રાજ્ય બતાવીને આખા સૃષ્ટિકર્તૃત્વના પ્રશ્નનો આડકતરી રીતે સચ્ચોટ ભાષામાં નીકાલ કર્યો છે. આખા ગ્રંથનો સંદેશ આ સૂત્ર સમજ વામાં છે. ચિત્તવૃત્તિને નિર્મળ રાખવી, મોહરાયની સેનાને દુશ્મન ગણવી અને ચારિત્રરાજની સેનાને ભાઈ જેવી ગણવી એ આખા ગ્રંથનો સંદેશ છે. ટૂંકામાં કહીએ તો ‘સ્વપરનું વિવેચન અને પરિણતિની નિર્મળતા' એ સમસ્ત જૈન ગ્રંથોનું રહસ્ય છે, એ અવિચળ સૂત્ર ત્રિકાળઅમાધિત છે અને એને સમજી વ્યવહારમાં મૂકવામાં આખા જીવનની ફતેહનો આધાર છે . Jain Education International * For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 676