________________
વ્યાખ્યાન ૨૧૮]
સુપાત્રદાનનું માહાત્મ્ય
33
“હે વરસાદ! ભલે તું ગમે ત્યાં વરસ, પણ વરસ્યાનાં ફળ જો; ધંતૂરામાં તો તારા જળથી વિષ ઉત્પન્ન થશે, અને શેરડીમાં ઇક્ષુરસ ઉત્પન્ન થશે. એટલું પાત્ર અને અપાત્રમાં અંતર પડશે.’’
વ્યાખ્યાન ૨૧૮
સુપાત્રદાનનું માહાત્મ્ય
पात्रे यच्छति यो वित्तं, निजशक्त्या सुभक्तितः । सौख्यानां भाजनं स स्याद्यथा धन्योऽभवत्पुरा ॥१॥
ભાવાર્થ-જે મનુષ્ય પોતાની શક્તિ પ્રમાણે ભક્તિપૂર્વક પાત્ર વિષે દાન આપે છે તે ઘનાની જેમ સર્વ સુખનું ભાજન (પાત્ર) થાય છે.’’
ધનાનું દૃષ્ટાંત
પૃથ્વીપુર નામના નગરથી એક વણિક પોતાના કુટુંબ સહિત દૈવયોગે પ્રતિષ્ઠાનપુર નામના નગરમાં આવ્યો. તેના કુળમાંથી એક ડોસીનો છોકરો લોકોનાં વાછરડાં ચારીને નિર્વાહ કરતો હતો. એક દિવસ કોઈક પર્વ હોવાથી દરેક ઘેર ખીરનું ભોજન કરતા લોકોને જોઈને તે છોકરાને ખીર ખાવાની ઇચ્છા થઈ. તેથી તે ઘેર આવીને પોતાની માને વારંવાર કહેવા લાગ્યો કે મને ખીર આપ.’’ કહ્યું છે કે—
चौरा बल्लका विय, दुज्जण विज्जाय विप्प पाहूणया । नच्चणि धूत्त नरिंदा, परस्स पीउं न याति ॥ १ ॥ ભાવાર્થ—“ચોર, બાલક, દુર્જન, વૈદ્ય, બ્રાહ્મણ, પરોણો, વેશ્યા, ઘૂર્ત અને રાજા બીજાનાં દુઃખને જાણતા નથી.’’
પુત્રનાં વચન સાંભળીને ડોશી દરદ્રી હોવાથી ખીર કરી શકે તેમ નહોતું, તેથી તે શોકથી રોવા લાગી. ત્યારે તેની પાડોશની સ્ત્રીઓએ દયાથી તેને દૂધ, ખાંડ, ઘી અને ચોખા વગેરે સર્વ સામગ્રી આપી; એટલે ડોશીએ દૂધ ને ચોખાની ખીર બનાવી અને તેમાં ખાંડ તથા ઘી નાંખી પુત્રને પીરસી. પછી તે કોઈ કાર્ય માટે બીજે ઘેર ગઈ, તેટલામાં એક મહાત્મા મુનિ માસખમણને પારણે ત્યાં પધાર્યા. તેમને જોઈને પેલો છોકરો બહુ ખુશી થયો અને બોલ્યો કે–‘હે દયાના ભંડાર મુનિ! આ ખીર ગ્રહણ કરો.' મુનિએ પાત્ર ઘર્યું, એટલે તેણે મુનિનાં પાત્રામાં ખીર વહોરાવી; તે વખતે તેણે મનુષ્યનું આયુષ્ય બાંધ્યું. પછી તેની માએ બહારથી આવીને ફરીને બાકી રહેલી ખીર તેને પીરસી, તે સર્વ ખાઈ જવાથી તેને વિષુચિકાનો વ્યાધિ થયો. તેથી તે જ રાત્રીએ મરણ પામીને તે તે જ નગ૨માં ઘનસાર નામના શ્રેષ્ઠીનો પુત્ર થયો અને તેનું નામ ધનો રાખવામાં આવ્યું. તેના મોટા ત્રણ ભાઈઓ પરણેલા હતા. ધનાનો જન્મ થયો ત્યારથી ઘનસાર શ્રેષ્ઠીનું ઘન અધિક વૃદ્ધિ પામવા લાગ્યું. યોગ્ય વયનો થતાં ઘનો સમગ્ર કળાઓ શીખ્યો, અને ઉત્તમ ગુણોથી માતાપિતાનો અતિ પ્રીતિપાત્ર થયો. તે વખતે તેના મોટા ત્રણ ભાઈઓ પોતાના માતાપિતાને કહેવા લાગ્યા કે—“આ લઘુ છતાં તમે તેનો અત્યંત આદર કેમ કરો છો?’’ ત્યારે તેમણે કહ્યું કે—“તેના ગુણોથી તે વિશેષ સત્કારને લાયક છે.’’ તે સાંભળી ત્રણે જણા બોલ્યા કે–‘એમ હોય તો તેના અને અમારા
|ભાગ ૪-૩
Jain Educa
For Private & Personal Use Only
www.jainelibrary.org