Book Title: Updeshprasad Part 4
Author(s): Vijaylakshmisuri, 
Publisher: Jain Book Depo Ahmedabad

View full book text
Previous | Next

Page 309
________________ ૩૦૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ [સ્તંભ ૧૯ તેમાં આ સમિતિ ઉપર ઢંઢણત્રઋષિ તથા સિંહકેસરીઆઋષિનું પણ દ્રષ્ટાંત છે, જેમાં મોદકને પરઠવવાની હકીકત છે. આ વિષય ઉપર પુષ્પમાળા પ્રકરણમાં કહેલું ઘર્મરુચિનું દ્રષ્ટાંત પણ જાણવું. તે આ પ્રમાણે-કોઈ ગચ્છમાં ઘર્મરુચિ નામના સાધુ હતા. તે એકદા પરોપકારના કાર્યમાં વ્યગ્ર રહેવાથી સ્પંડિલની પ્રતિલેખના કરવી ચૂકી ગયા. રાત્રે પેશાબ કરવાની શંકા થવાથી વ્યથા થવા લાગી. તે વ્યથાથી પ્રાણ જવાની તૈયારી હતી; તેવામાં કોઈ દેવતાએ પ્રકાશ દેખાડ્યો, તેથી તેમણે શુદ્ધ સ્થડિલ જોઈ લીધું અને લઘુશંકા ટાળી. ત્યાર પછી ફરી અંઘકાર થયો. તે જોઈને “આ પ્રકાશ દેવતાએ કર્યો હશે” એમ જાણી તેનું મિથ્યાદુષ્કત આપ્યું. ઇત્યાદિ અનેક દૃષ્ટાંતો વિવિઘ શાસ્ત્રોથી જાણવાં. અહીં જે દશ વિશેષણો આપીને શુદ્ધ થંડિલનું સ્વરૂપ બતાવ્યું છે તેવું સ્પંડિલ ઘર્મરુચિ સાધુની જેમ શોઘીને મુમુક્ષુ મુનિઓએ આ પાંચમી સમિતિનું પાલન કરવું, પણ તેમાં કિંચિત્ માત્ર આળસુ એટલે પ્રમાદી થવું નહીં. વ્યાખ્યાન ૨૮૨ ચારિત્રાચારના છેલ્લા ત્રણ ભેદ-ત્રણ ગતિ હવે પ્રથમ મનોગુમિ નામના છઠ્ઠા ચારિત્રાચાર વિષે કહે છે कल्पनाजालनिर्मुक्तं, सद्भूतवस्तुचिन्तनम् । विधेयं यन्मनःस्थैर्य, मनोगुप्तिर्भवेत् त्रिधा ॥४॥ ભાવાર્થ-“કલ્પનાના સમૂહ રહિત સત્ય વસ્તુનું ચિંતવન કરીને જે મનની સ્થિરતા કરવી તે મનોગતિ કહેવાય છે. તેના ત્રણ ભેદ છે.” મનોગતિના ત્રણ ભેદ આ પ્રમાણે–આર્ત અને રૌદ્ર ધ્યાનના અનુબંઘવાની કલ્પનાના સમૂહથી રહિત તે પહેલી મનોગતિ છે; આગમને અનુસરનારી, સમસ્ત લોકને હિતકારી, ઘર્મધ્યાનના અનુબંઘવાળી અને મધ્યસ્થ બુદ્ધિના પરિણામવાળી તે બીજી મનોગુતિ છે; અને શુભ તથા અશુભ સમગ્ર મનની વૃત્તિઓનો નિરોઘ કરીને યોગનિરોધ અવસ્થામાં પ્રાપ્ત થનારી આત્મામાં જ રમણ કરવારૂપ તે ત્રીજી મનોગતિ છે. આ મનોમુનિ જિનદાસ શ્રેષ્ઠીની જેમ પાળવી. તેનું દ્રશ્ચંત આ પ્રમાણે મનોગમિપર જિનદાસ શ્રેષ્ઠીનું દ્રષ્ટાંત ચંપાપુરીમાં જિનદાસ નામે એક શ્રેષ્ઠી રહેતો હતો. તે એકદા પૌષઘ વ્રત હોવાથી રાત્રિએ કાયોત્સર્ગ કરીને પોતાના શુન્ય ઘરમાં રહ્યો હતો. તે તેની કુલટા સ્ત્રીના જાણવામાં ન હોવાથી તે સ્ત્રી તે જ ઘરમાં લોઢાના ખીલાવાળા જેના પાયા હતા એવો પલંગ લાવી. તેનો એક પાયો શ્રેષ્ઠીના જ પગ ઉપર મૂકીને પોતાના જારની સાથે ક્રીડા કરવા લાગી. તેમના ભારથી પીડા પામતો સતો તે શ્રેષ્ઠી મનોગુમિ પાળી મરણ પામીને સ્વર્ગે ગયો. હવે દ્વિતીય વાગુતિ (વચનગુપ્તિ) નામનો સાતમો ચારિત્રાચાર કહે છે– મૌનાવર્તવાનું સાધો, સંજ્ઞાવિપરિહારતઃ | वाग्वृत्तेर्वा निरोधो यः, सा वाग्गुप्तिरिहोदिता ॥१॥ Jain Education International For Private & Personal use only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320