Book Title: Updeshprasad Part 4
Author(s): Vijaylakshmisuri, 
Publisher: Jain Book Depo Ahmedabad

View full book text
Previous | Next

Page 286
________________ વ્યાખ્યાન ૨૭૫] સ્થિરીકરણ ૨૭૭ જ્ઞાનયોગમાં રતિ કે અરતિનો પ્રવેશ જ નથી, જ્ઞાનયોગમાં અરતિ ને આનંદનો અવકાશ શાસ્ત્રમાં નિષિદ્ધ કર્યો છે, કારણ કે તેને ધ્યાનનું જ અવલંબન હોવાથી રતિ અરતિરૂપ ક્રિયાનો વિકલ્પ જ ક્યાંથી થાય? વળી માત્ર શરીરના નિર્વાહને માટે ભિક્ષાચર્યા વગેરે જે જે ક્રિયાઓ જ્ઞાની પુરુષ કરે છે, તે પોતે અસંગ હોવાથી તેના ધ્યાનનો વિઘાત કરનારી થઈ શકતી નથી. એટલા માટે જ બુદ્ધિમાન જ્ઞાની મનની નિશ્ચલતા કરીને સમગ્ર વિષયોનું દમન કરવા માટે શાસ્ત્રોક્ત ક્રિયાઓ કરે છે; બીજું કાંઈ કારણ નથી. કેમકે નિશ્ચયમાં તલ્લીન થયેલા જ્ઞાનીને ક્રિયાનું અતિ પ્રયોજન નથી, પણ વ્યવહાર દશામાં રહેલાને તો તે ક્રિયાઓ જ અત્યંત ગુણકારી છે. જ્ઞાનયોગ સાધનાર શુદ્ધ ધ્યાનમગ્નતા કરે છે, તે આ પ્રમાણે જ્ઞાનયોગવાળા મુનિ નિર્ભયપણે, વ્રતોમાં સ્થિત થઈને, સુખાસન વાળી, નાસિકાના અગ્રભાગે દ્રષ્ટિ રાખીને બેસે છે, અન્ય દિશામાં દ્રષ્ટિ પણ કરતા નથી. શરીરના મધ્ય ભાગમાં મસ્તકને તથા ગ્રીવાને સરલ (સીઘા) રાખે છે, અને દાંતે દાંત અડકાવ્યા વિના બન્ને ઓષ્ઠ ભેળા કરી રાખે છે, આર્ત અને રૌદ્ર ધ્યાનનો ત્યાગ કરીને પ્રસાદ રહિતપણે ઘર્મ તથા શુક્લ ધ્યાનમાં બુદ્ધિને સ્થિર કરે છે. આર્તધ્યાનમાં પ્રથમની ત્રણ લેશ્યાઓનો સંભવ છે. તે અનતિક્લિષ્ટ ભાવવાળા કર્મના પરિણામથી ઉત્પન્ન થાય છે, તે ધ્યાન પ્રમત્ત ગુણસ્થાનક સુઘી હોય છે, અને તિર્યંચની ગતિને આપનાર છે; માટે સર્વ પ્રમાદના કારણભૂત તે આર્તધ્યાનનો મહાત્માએ ત્યાગ કરવો. રૌદ્રધ્યાન તો અતિ સંક્લિષ્ટ ભાવવાળા કર્મના પરિણામથી ઉત્પન્ન થાય છે, પહેલી ત્રણ લેશ્યાએ યુક્ત હોય છે, તથા નરકનાં દુઃખને આપે છે. તે દેશવિરતિ ગુણસ્થાનક સુધી રહે છે, તે ધ્યાન પણ વીર પુરુષે તજવા લાયક છે. ઉત્તમ જીવે લોકોત્તર અને પ્રશસ્ત એવા છેલ્લા બે ધ્યાનનો સ્વીકાર કરવો, તેવા શુભ ધ્યાનવાળાને ઇંદ્રપદની પણ ઇચ્છા થતી નથી. કહ્યું છે કે यत्र गच्छति परं परिपाकं, पाकशासनपदं तृणकल्पम् । स्वप्रकाशसुखबोधमयं तळ्यानमेव भवनाशि भजध्वम् ॥१॥ ભાવાર્થ-જે ધ્યાનમાં અતિ સંતોષ ઉત્પન્ન થાય છે, જે ધ્યાન ઇંદ્રના સ્થાનને પણ તૃણ સમાન ગણે છે, અને જે ધ્યાન આત્મપ્રકાશ રૂપ સુખના બોઘમય છે, એવું ભવની પરંપરાને નાશ કરનારું ધ્યાન હે ભવ્ય જીવો! તમે સેવો.” વળી રોગી તથા મૂર્ખ મનુષ્યો પણ સાક્ષાત્ વિષયોનો સુખે ત્યાગ કરી શકે છે, પણ વિષય ઉપરનો રાગ તજી શકતા નથી; પરમાત્મસ્વરૂપને જોનાર ધ્યાનીપુરુષ તૃપ્ત થયેલ હોવાથી ફરીને તેના પર રાગ કરતા જ નથી, તેમજ આત્માનો પરમાત્માને વિષે ભેદબુદ્ધિથી કરેલો જે વિવાદ છે, તે વિવાદને ધ્યાની પુરુષ તજી દઈને તરત જ તે આત્મા તથા પરમાત્માના અભેદને જ કરે છે. સર્વ ધ્યાનમાં આત્મધ્યાન જ શ્રેષ્ઠ છે, કેમકે આત્મધ્યાનનું ફળ આત્મજ્ઞાન છે અને આત્મજ્ઞાન મુક્તિને આપનારું છે, તેથી મહાત્મા પુરુષે અહર્નિશ આત્મજ્ઞાનને માટે જ યત્ન કરવો. આત્માનું જ્ઞાન થવાથી બીજું કોઈ જ્ઞાન અવશેષ રહેતું જ નથી, અને આત્મજ્ઞાન થયું ન હોય તો બીજાં સર્વ જ્ઞાન વ્યર્થ છે. નવતત્ત્વોનું જ્ઞાન પણ આત્મજ્ઞાનના પ્રકાશ માટે જ છે, કેમકે અજીવાદિક પદાર્થોનું સ્વરૂપ જીવના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320