Book Title: Updeshprasad Part 4
Author(s): Vijaylakshmisuri,
Publisher: Jain Book Depo Ahmedabad
View full book text
________________
શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૪
तत् कियद्भिर्दिनैर्यान्ति, रक्षिता अपि ये धुवम् । તાન્ પ્રાપ્પાન્ રક્ષિતું રક્ષ, પપ્રાળ નિહન્તિ જઃ રા
',
ભાવાર્થ-તેથી કરીને જે પ્રાણો રક્ષણ કર્યા છતાં પણ કેટલાક દિવસ પછી તો અવશ્ય જવાના જ છે, તો તેવા પ્રાણોના રક્ષણને માટે કયો ડાહ્યો માણસ પ૨ના પ્રાણને હણે?
૨૯૬
તેથી આ સચિત્ત જળ સર્વથા હું પીશ નહીં.’’ એમ નિશ્ચય કરીને દૃઢ ધૈર્યવાળા તે બાળકે વિવેકપૂર્વક ઘણા જળજંતુઓને બાધા ન થાય તેવી રીતે ઘીમે ઘીમે અંજળીમાં રહેલું જળ નદીમાં પાછું મૂકી દીધું. પછી તે નદી ઊતર્યો, પણ તૃષાથી ચાલવાની શક્તિ નહીં રહેવાથી તે તેનાં કાંઠા પર જ પડી ગયો. તે વખતે તેણે વિચાર કર્યો કે “હમણાં આ તૃષાવેદનીય કર્મ કંઠ, તાળુ વગેરેનું શોષણ કરીને મારા આત્મામાં રહેલા રત્નત્રયી રૂપ અમૃતનું શોષણ કરવા ઇચ્છે છે, પણ હે કર્મ! હવે ત્યાં તારો તલમાત્ર પણ પ્રવેશ નહીં થાય. કેમકે સમાધિ અને સંતોષથી આત્મસ્વરૂપના ધ્યાનમાં હું મગ્ન થયો છું, તેથી ત્યાં તારો પ્રચાર થઈ શકે તેમ નથી. અહો! પૂર્વે થઈ ગયેલા પૂજ્ય પુરુષોએ મોટું અવલંબન કરી રાખ્યું છે.’” ઇત્યાદિ શુભ ધ્યાનમાં તત્પર થયેલો તે બાળ સાધુ મૃત્યુ પામીને સ્વર્ગે ગયો. સ્વર્ગમાં ઉત્પન્ન થતાં જ તેણે અવધિજ્ઞાન વડે ઉપયોગ દીધો, એટલે પોતાના પિતાને નદીથી થોડે દૂર જઈને ઊભેલા દીઠા. એટલે તે દેવ પોતાના શરીરમાં પ્રવેશ કરીને ઘનમિત્ર મુનિની પાછળ ગયો. પુત્રને આવતો જોઈને ઘનમિત્ર પણ હર્ષ પામ્યો અને આગળ ચાલ્યો. પછી બીજા સાધુઓ પણ તૃષાથી પીડાવા લાગ્યા. તેમને માટે તે દેવતાએ ભક્તિથી માર્ગમાં ગોકુળ વિકુર્યા. ત્યાંથી તક્ર વગેરે લઈને સાધુઓ સ્વસ્થ થયા. ત્યાંથી આગળ ચાલતાં તે સાધુઓમાંથી એકની વીંટિકા તે દેવતાએ જ પોતાની ઓળખાણ કરાવવા માટે ભુલાવી દીધી. દૂર જઈને તે સાધુને પોતાની વીંટિકા યાદ આવી, એટલે તે સાધુ ઊભો રહ્યો અને પાછો ફરીને તે સ્થાને ગયો ત્યાં પોતાની ઉપધિની વીંટિકા જોઈ, પણ ત્યાં જે ગોકુળ હતું તે જોયું નહીં. પછી તે ઉપઘિ લઈને સર્વ સાધુની ભેગા થઈ તેણે ‘ઉપધ્ધિ મળી પણ ત્યાં ગોકુળ તો નથી” તે વાત સર્વને જણાવી. તે સાંભળી સર્વ આશ્ચર્ય પામી વિચારવા લાગ્યા કે “ખરેખર કોઈ દેવતાના અનુભાવથી આ વનમાં ગોકુળ થયું હતું.’’ તેવામાં તે દેવ પ્રગટ થઈને પોતાના પિતા સિવાય બીજા સર્વ મુનિઓને નમ્યો. તે વખતે એમને કેમ નમ્યો નહીં?’’ એ પ્રમાણે સાધુઓના પૂછવાથી તે દેવે પોતાનો સર્વ વૃત્તાંત જણાવીને કહ્યું કે “સચિત્ત જળ પીવા માટે મને તે વખતે તેણે સંમતિ આપી હતી, તેથી તેને પૂર્વભવનો પિતા છતાં પણ મેં પ્રણામ કર્યો નહીં. તેણે સ્નેહને લીધે શત્રુના જેવું કાર્ય કર્યું હતું. તેના વચનથી જો મેં સચિત્ત જળનું પાન કર્યું હોત, તો મને અનંત ભવભ્રમણ પ્રાપ્ત થાત. કહ્યું છે કે–
स एव हि बुधैः पूज्यो, गुरुश्च जनकोऽपि च । शिष्यं सुतं च यः क्वापि, नैवोन्मार्गे प्रवर्तयेत् ॥ १॥
Jain Education International
[સ્તંભ ૧૯
ભાવાર્થ-જે શિષ્યને તથા પુત્રને કદાપિ ઉન્માર્ગે પ્રવર્તાવે નહીં, તે જ ગુરુ અને તે જ પિતા ડાહ્યા માણસને પૂજવા યોગ્ય છે.
એ પ્રમાણે કહીને તે દેવ સ્વર્ગે ગયો, અને સાધુઓએ પણ તેની પ્રશંસા કરતાં આગળ વિહાર કર્યો.
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320