Book Title: Updeshprasad Part 4
Author(s): Vijaylakshmisuri,
Publisher: Jain Book Depo Ahmedabad
View full book text
________________
૨૮૮
શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૪
[સ્તંભ ૧૯
મુનિએ રાજાના આંગણામાં જઈ છૂટા પડેલા થાંભલાઓ મંત્રીને આકાશમાં ઉડાડ્યા, તેના ખડખડાટથી રાજમહેલના સ્તંભો પણ કંપવા લાગ્યા. તેથી ભય પામીને રાજાએ તે સાધ્વીને છોડી દીધી, અને ક્ષમા માંગી.
પાક્ષિકસૂત્રમાં ચોથા મહાવ્રતના આલાવામાં ‘રાગ વડે અથવા દ્વેષ વડે મૈથુન સેવવું નહીં’’ એમ કહ્યું છે. તે ઉપર શિષ્યે શંકા કરી કે “હે ગુરુ! સર્વ પુરુષો રાગયુક્ત થઈને જ વિષયો ભોગવે છે, પણ કોઈ દ્વેષથી વિષય સેવતા નથી; તો દ્વેષ શબ્દ શા માટે મૂક્યો છે?”’ તેના જવાબમાં ગુરુ બોલ્યા કે “પાક્ષિક સૂત્રની વૃત્તિમાં જ તેને માટે એક દૃષ્ટાંત આપ્યું છે કે કોઈ એક નગરમાં એક તાપસી પરિવ્રાજિકા રહેતી હતી. તેણે મંત્રવિદ્યાના બળથી અનેક ચમત્કારો બતાવીને રાજા વગેરે સર્વ જનને પોતાને વશ કરી લીધા હતા, અને તે સર્વે લોકો જૈન સાધુઓની નિરંતર નિંદા કરતા હતા. એકદા રાજાએ પોતાની રાણી પાસે તે તાપસીના શીલાદિકની વારંવાર પ્રશંસા કરી; પણ રાણી જૈન સાધુના ગુણોમાં ૨ક્ત હોવાથી તેણે રાજાનું કહેવું કાંઈ પણ સત્ય માન્યું નહીં. અન્યદા રાણીએ નગ૨ના ઉદ્યાનમાં પધારેલા ગુરુ પાસે જઈને તેમને કહ્યું કે “હે પૂજ્ય! આ ગામમાં એક તાપસી રહે છે તેણે પોતાના શીલાદિક ગુણોએ કરીને રાજા સહિત સમસ્ત પૌરજનોને પોતાને વશ કરી લીઘા છે, તેથી તેઓ નિરંતર જૈન સાધુઓની નિંદા કરે છે, અને જૈન સાધુઓ નગરમાં આવે છે તેમને કોઈ આહારાદિક પણ આપતું નથી. આવી રીતે આખું શહેર મિથ્યાત્વથી વ્યાપ્ત થઈ ગયેલું છે, તેનો જો આપ ઉદ્ઘાર કરો તો બહુ સારું.’’
તે સાંભળીને એક મંત્રવિદ્યાથી સિદ્ધ થયેલા મુનિએ કોપ કરીને તે તાપસીનું શીલભંગ કરવા માટે આકર્ષણ વિદ્યાથી તેનું આકર્ષણ કર્યું. એટલે તે તાપસી ત્યાં આવી, અને એકાંતમાં રહેલા તે સાધુને જોઈને કામદેવની વિહ્વળતાથી તેનું શરીર કંપવા લાગ્યું, તેથી “મારા કામજ્વરનું ઔષઘ કરો’’ એ પ્રમાણે દીન વાણી બોલતી તે તાપસીએ પોતે જ તે સાધુને આલિંગન કર્યું. મુનિએ પણ તેના મહત્વનો ભંગ કરવા માટે તે જૈનનિંદક પરિવ્રાજિકાની સાથે દ્વેષથી ભોગવિલાસ કર્યો. ત્યાર પછી તે તાપસી ત્યાંથી નાસી ગઈ. અનુક્રમે તેનું ઉદર જળોદરની જેવું ગર્ભથી વૃદ્ધિ પામ્યું. તેથી લોકમાં તેની પ્રથમ જેવી ગુણસ્તુતિ થતી હતી, તેવી જ દોષનંદા થવા લાગી. પછી રાણીએ રાજાને કહ્યું કે ‘હે પ્રાણનાથ! તમારી પરિવ્રાજિકાનું બ્રહ્મચર્ય જુઓ. પાપરૂપી દંભનો સમૂહ પ્રગટ થયો. શીલરૂપ બખ્તર ધારણ કરવામાં તો જૈનમુનિઓ જ સમર્થ છે, બીજા નથી.’ તે સાંભળીને રાજાએ કહ્યું કે “હે પ્રિયા! તું ઉતાવળી ન થા. કોઈ વખત તે જૈનમુનિનું સ્વરૂપ પણ દેખાડીશ.’’ પછી રાજાએ પોતાના એક સેવકને શીખવ્યું કે ‘‘તું લાવણ્યાદિ ગુણયુક્ત એવી રૂપવતી સૂર્યકાંતા નામની વેશ્યાને લઈને ઉપવનમાં રહેલા કામદેવના ચૈત્યમાં રાત્રિના આરંભ સમયે જજે અને તે ચૈત્યમાં કાંઈક ધર્મના મિષથી પેલા મુનિને લોભ બતાવીને લાવજે. પછી તે બન્નેને તેમાં રાખી તું બહાર નીકળી જઈને બારણા બંધ કરી મજબૂત તાળું મારજે, અને અંદર એક પથંક તથા ચુઆ ચંદન વગેરે અનેક પ્રકારની ભોગસામગ્રી મૂકી રાખજે.” તે સેવકે રાજાના કહ્યા પ્રમાણે બધું કર્યું. પેલા દંભરહિત મુનિ પણ તે ચૈત્યમાં પેઠા. પછી બહાર નીકળવાનો માર્ગ નહીં મળવાથી તેમણે વિચાર્યું કે ‘“અહો! અનાભોગે કરીને હું આજે મોહજાળમાં સપડાયો છું. મને આ વેશ્યાના હાવભાવનો તો તિલમાત્ર પણ ભય નથી. પરંતુ પ્રાતઃકાળે જૈન શાસનની અપભ્રાજના થશે તે જ માત્ર મનમાં ખૂંચે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320