Book Title: Trailokyadipak Mahamantradhiraj
Author(s): Bhadrankarvijay
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 9
________________ જીવનવૈભવ यस्यद्रष्टिः कृपावृष्टि-निरः शमसुधाकीरः । भद्रंकराय शांताय, तस्मै भक्त्या नमोनमः ॥ જેમની દષ્ટિમાંથી કૃપા વરસી રહી છે અને વાણીમાંથી અમૃત વરસી રહ્યું છે, તેવા પરમશાંત પરમકરુણાળુ, વાત્સલ્યવારિધિ પરમ પૂજ્ય ગુરુદેવ શ્રીભદ્રકરવિજયજી મહારાજાને નમસ્કાર થાઓ. જેમ ઘરતીની કૂખે ઘણાં કિંમતી રત્નો છુપાયેલાં છે, તેમ ઘરતી પર જીવન જીવતા માણસોમાં ઘણા કિંમતી નરરત્નો મળી આવે છે. અવસરે એ નરરત્નો પ્રગટ થાય છે, આપણી વચ્ચે આવે છે, પોતાના તેજથી સર્વને અજવાળે છે અને સંઘ સમાજ તેમજ ઘર્મના ઉત્કર્ષ માટે ઉન્નત કાર્યો કરે છે. દિવ્યજીવન જીવીને માનવતાની મહેંક મૂક્તા જાય છે. જો કમળ કાદવ-કીચડમાં ખીલે છે, કાળમીંઢ પાષાણમાંથી પ્રતિમા બને છે, તો માટીનો માનવી શા માટે મહાન ન બની શકે? આકાશ જેવા અમાપ, ધરતી જેવા સહનશીલ-ક્ષમાશીલ, સાગર જેવા અગાધ ગંભીર, મેરુપર્વત જેવા નિશ્ચલ-મહાત્માઓના જીવન મૂલવવા મુશ્કેલ છે. ત્યાગ-વૈર્ય-સંસ્કાર-સંયમ-સદ્ગણ-પરોપકાર-પરહિતની પ્રતિષ્ઠા જેમનાં જીવનમાં ઓતપ્રોત બની છે, એવા કોઈ પણ દેશની સંસ્કૃતિની ધુરાને વહન કરનારા, અંધકારમાં અથડાતી પ્રજાના જીવનમાં પ્રકાશ પાથરનારા, ઉન્નત અને આદર્શમય જીવનની પ્રેરણા આપનારા લોકોત્તમ પુરષો હજી પણ લોકહૃદયમાં સજીવ બની બેઠા છે. જૈનશાસનના તેજસ્વી ઝળહળતા જ્યોતિર્ધર, અધ્યાત્મયોગી, પ્રશાંતમૂર્તિ, વાત્સલ્યવારિધિ, પરાર્થરસિક, પરોપકારી, કરુણામય, સર્વજીવ-હિતચિંતક, પ્રાતઃસ્મરણીય પરમ પૂજ્ય પંન્યાસપ્રવર શ્રી ભદ્રંકરવિજયજી મહારાજા એવા જ મહાપુરુષ છે. જેમનું જન્મથી મરણ સુધીનું જીવન સ્વ. માટે તો ઉપકારક બન્યુ પણ સાથેસાથે અનેકોને માટેય પ્રેરણાત્મક બન્યું. જે ગૌરવવંતો ગુજરાત દેશ, સમાજ અને રાષ્ટ્રને દાનેશ્વરી, રાજેશ્વરી, તપ-ત્યાગ અને સંયમના સાધકોની-ભક્તોની ભેટ આપવા સાથે પરમપવિત્રતમ તીર્થોની ભેટ આપીને પરમ ઉચ્ચસ્થાન પામી શકયો છે. તે ગુજરાતની તવારીખમાં ઉત્તરગુજરાતમાં આવેલા પાટણનું સ્થાન ખુબ જ ગૌરવવંતુ અને મહામૂલું છે. પાટણની ગુણગરિમામાં વિશેષતા એ હતી કે, તે વિદ્યાક્ષેત્રે ગુજરાતનું નંદનવન અને સરસ્વતીનું ધામ બન્યું. પાટણ એટલે શૂરતા-સત્યતા-સાહસિકતા અને ધાર્મિકતા-પવિત્રતાનું ઘામ ! વ્યાપાર-વાણિજ્યકલાકૌશલ્ય-રાજ્યકારભાર વિદ્યાવ્યાસંગ અને ધર્મશાસનની જાજ્વલ્યમાન અનેકવિધ સુપ્રવત્તિઓથી ઝળહળતું એક નગર. તેવા પવિત્રતમ પાટણની પુણ્યપનોતી પૃથ્વી ઉપર પવિત્રમૂર્તિ, પ્રશમરસના પાયોનિધિ એવા પુણ્યનામધેય, પ્રતિભાસંપન્ન પંન્યાસપ્રવર શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્ય જન્મ લઇને આ પવિત્રભૂમિની પવિત્રતામાં વધુ ચાર ચાંદ લગાવી દીધા. ન્યાનસંપન્નવૈભવને પામેલા દયાળુ, ધર્મવીર શેઠ હાલાભાઇ....! Sત્રલોયદીપક મહામંત્રાધિરાજ 7 IN Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 548