Book Title: Trailokyadipak Mahamantradhiraj
Author(s): Bhadrankarvijay
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 10
________________ તથા માયાળુ, ઘર્મસંસ્કારી શ્રાવિકા ચકીબહેનના ઘરે ચોથા પુત્રરત્નનો જન્મ વિક્રમ સંવત ૧૯૫૮ માગસર સુદ-૩ના થયો. નામ પાડ્યું ભગવાનદાસ ( હુલામણું નામ ભગુ). ભગવાનદાસનું નામ જાણે આત્મા સાથે એકમેક ન બન્યુ હોય ! તેમ તેઓની દરેક પ્રવૃત્તિ સાથે તે જોડાઈ ગયું. બચપણથી જ માતા-પિતાના સંસ્કારથી વાસિત ભગવાનભાઇ બે વર્ષની વયે તો અષ્ટપ્રકારી પૂજા કરતા અને ભાવવાહી સ્તુતિઓ બોલતા થઈ ગયા અને પછી તો પ્રાચીન સ્તવનો-પદો મધુર સ્વરે બોલતાં તથા નગારા સાથે કાંસીઓ વગાડતા. ત્રણ-ચાર વર્ષની ઉંમરે ભગભાઇ રમવા નીકળ્યા અને બે કલાક સુધી ક્યાંય દેખાયા નહિ. બધા ચિંતામાં પડ્યા, તપાસ શરૂ થઈ અને જોયું તો ભગુ તો ભગવાનની સામે શાંતિથી બેઠો છે. ભગવાનની સામે એક નજરે જોઈ રહ્યો છે. આવો હતો તેમનો પરમાત્મા પ્રત્યેનો અવિહડભાવ. પાંચ વર્ષની ઉંમરે તો શેરીનાં બાળકોના લીડર બની ગયા. રમતમાં કંઈ મતભેદ પડે કે કોઈનાં મનદુઃખ થઈ જાય તો તે માટે ભગુનો નિર્ણય સૌને માન્ય રહેતો. દિવસો પસાર થયા ને ઉંમર વધી એવા ભગુભાઈને કોઈ સીનેમા જોવા લઈ જાય તો ઝોકાં ખાય-ઊંઘી જાય પણ સીનેમા જુએ નહિ અને પૌષધ કરવા જાય તો તેમના ઉરમાં આનંદ ન માય અને જાણે સ્વર્ગ મળ્યા જેવો આનંદ થાય. સ્વભાવ ખૂબ જ પરગજુ. બીજાને ખવડાવીને ખાય. ખાવાપિવા-પહેરવાના શોખથી તદ્દન દૂર. શેરી-મહોલ્લામાં સહુની સાથે હળી-મળીને ચાલે, કોઈપણ નાની-મોટી વ્યક્તિની સાથે તોફાન-તકરાર કરે નહિ. તેથી શેરીના વડિલો પણ તેમની વર્તણુકથી પ્રભાવિત થઈને બહુમાન-સન્માનથી બોલાવતાં, પાટણમાં સૌના મનમાં એવી છાપ કે આ છોકરો બહુ ગુણીયલ છે, શાણો છે આગળ ઉપર નામના કાઢશે. “વાણી બોલે જાણીએ ઉક્તિને તેમણે સાર્થક કરી. વય નાની છતાં ભગુભાઇમાં આંતરિક તેમ જ બાહ્યગુણસૌન્દર્યની શોભા અપ્રતીમ હતી. વિનપ્રકૃતિ તથા નિખાલસ સ્વભાવ, નાના કે મોટા સહુની સાથે સરલ તથા સ્વચ્છ દિલથી મળી જવાની તેમની વિશિષ્ટતા ખરેખર કોઈ અજબ કોટિની હતી. ભણવામાં હોશિયાર હોવાથી શિક્ષકોના ખુબ જ કૃપાપાત્ર બન્યા હતા. તેમના અભ્યાસક્રમમાં અંગ્રેજી, ગણિત અને સંસ્કૃત ત્રણ વિષયો હતા. આ ત્રણે વિષયો ઉપર એમનું પ્રભુત્વ ઘણું સારું હતું. એટલે તેઓ પોતાની સાથેના નબળા વિદ્યાર્થીઓને રાત્રે ભણાવતા ૧૫ વર્ષે તો મેટ્રિક કરી લીધી પણ ઉંમરનો બાધ આવતાં પરીક્ષા આપી શક્યા નહિ. ૧૨ વર્ષની વયે ધાર્મિક અભ્યાસમાં પાંપ્રતિક્રમણ અર્થ સાથે કર્યા. ઉપરાંત યોગશાસનાં ચાર પ્રકાશ, ૧૫૧૬ વર્ષની વયે ઉપાધ્યાય શ્રીયશોવિજયજી કૃત ત્રણે ચોવીસીઓ, સવાસો-દોઢસો-સાડા ત્રણસો ગાથાનાં તત્ત્વભર્યા સ્તવનો-પદો-સઝાયો કંઠસ્થ કર્યા. ૧૮ થી ૨૦ વર્ષની વયે ઉપાધ્યાયજીનાં સ્તવનોની પ્રેસકોપી કરી હતી, તેને સંગૃહીત કરીને ગુર્જરસાહિત્યસંગ્રહરૂપે પ્રકાશિત કરી. ત્યાર પછી શ્રી આનંદઘનજી મહારાજનાં ગૂઢાર્થ ભર્યા સ્તવનો-પદો સક્ઝાયો કંઠસ્થ કર્યા. આવા આધ્યાત્મિક અભ્યાસના આધારે નાની ઉંમરથી જ મૈત્રીભાવ-વાત્સલ્યભાવ-ક્ષમાપના-શાંતિ ત્રિલોયદીપક-મહામંત્રાધિરાજ 8 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 548