Book Title: Trailokyadipak Mahamantradhiraj
Author(s): Bhadrankarvijay
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 12
________________ તે લખાતા વ્યાખ્યાનો પૂજ્યપાદ કરુણાનિધિ શ્રી રામવિજયજી મહારાજે વાંચ્યાં અને તેમાં જોયું કે અવતરણની ખૂબી અનેરી છે. મુખ્યપદાર્થોને નજર સમક્ષ રાખીને જ અવતરણ થયું છે. તેમાં શાસબાઘ કંઈ નથી. એટલે બે ત્રણ મિત્રોએ નક્કી કર્યું કે આપણે વ્યાખ્યાનો છપાવીએ અને દર અઠવાડિયે તે નકલો વ્યાખ્યાન ઊઠયા બાદ મફત વહેંચીએ અને એ કાર્ય શરૂ કર્યું જે વાંચતા સૌને પૂજ્યશ્રીનાં વ્યાખ્યાનોની વધુ ઊંડી અસર થવા લાગી એટલે પ્રસાર વધ્યો, ત્યારે “જૈન પ્રવચન” નામના સાપ્તાહિકનો જન્મ થયો અને જે પ્રવચનો અત્યારે જિનવાણી તરીકે પ્રકાશિત થાય છે તેના પાયાના પત્થર અને મૂળ ઉદ્ભવકાર ભગુભાઈ હતા. છતાં પણ નામનાની નકામી કામનાથી સદા અલિપ્ત રહ્યા. આ પ્રવચનોએ તેમના હૈયાને ઢંઢોળી નાંખ્યું. વીજળીના સ્પર્શ દીવો ઝગમગતો થાય તેમ તેમનો અંતરાત્મા ગુરુવાણીના સ્પર્શે વધુ પ્રકાશિત બન્યો અને સંયમ-જીવનના સ્વાદને ઝંખી રહ્યો. વિશ્વોપકારી શ્રી અરિહંત પરમાત્માની આજ્ઞાનું મન-વચન કાયાથી અપ્રમત્તપણે પાલન કરવા માટેનો પુનિતપંથ, પ્રબળ પુરૂષાર્થ તે દીક્ષા. - સાધુપણું એટલે સકળ જીવરાશિ પ્રત્યે નીતરતો સ્નેહ પરિણામ, માનસિક સુખનો અગાધ મહાસાગર. સંસારનાં સર્વસુખના રાગનો ત્યાગ કરી દુઃખોનો સામે ચાલીને સ્વીકાર કરવો તેનું નામ સાધુતા. એવી ઉચ્ચ સાધુતાને પામવા કટિબદ્ધ બનેલા ભગુભાઈ વ્યવહાર ઘર્મ–ઔચિત્યના પાલનમાં એક્કા હતા. તેથી જ ભાઈઓને મળી કટુમ્બીઓને વાત કરી અને પત્નીની પણ રજા લીધી. તેમના ભરણ-પોષણનો પાકો બંદોબસ્ત કરીને સૌનાં અંતરના ઉલ્લાસપૂર્વક વડીલોના આશીર્વાદો તથા નાનાઓની શુભભાવનાઓથી ભાવિત બનીને સંયમની અનુમતિ મેળવી. જેમનું ચારિત્ર અતિ ઉચ્ચકોટીની શુદ્ધતાને વરેલું હતું એવા પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયદાનસુરીશ્વરજી મહારાજા. જેમની જ્ઞાન-દાન તથા જ્ઞાન સાધનાની અનોખી લગનીની વાંસળીના નાદે નાના બાળથી માંડીને વૃદ્ધો પણ જાગ્રત થઈ ચુક્યા હતા તેવા પૂજ્યપાદ પંન્યાસજી શ્રી પ્રેમવિજચજી ગણિવર તથા જેમની વાણીના ધનુષ ટંકારે તો મોહના નશામાં ચકચૂર એવા આત્માઓ પણ જાગ્રત બની ચૂક્યા હતા. તેવા પૂજ્યપાદ મુનિશ્રી રામવિજયજી મહારાજ જેવી પ્રતિભાઓના પાવન ચરણે જીવન સમર્પિત કરવા તૈયાર થયા અને વિક્રમ સંવત ૧૯૮૭ ના દિવસે પૂજ્યપાદ શ્રી દાનસૂરીશ્વરજી મહારાજાના સાનિધ્યમાં, પૂજાપાદ પંન્યાસજી શ્રી પ્રેમવિજયજી ગણિવર્યશ્રીને ઉપાધ્યાયપદ, પૂજ્યપાદ મુનિરાજશ્રી રામવિજયજી મહારાજાને પંન્યાસપદ તથા પાંચ મુમુક્ષુઓની સાથે મુનિપદ પામવા ભગુભાઈ બડભાગી બન્યા અને તેઓને પૂજ્યપાદ પંન્યાસજી શ્રી રામવિજ્યજી ગણિવર્યના શિષ્યરત્ન તરીકે સ્થાપ્યા અને સંસારી નામ ભગવાનદાસને સાર્થક કરવા કલ્યાણ કરનારું મુનિ શ્રી ભદ્રંકરવિજયજી એવું નામ જાહેર કરાયું. દીક્ષાની હિતશિક્ષાને હૈયામાં કોતરીને સંયમની સાધનામાં લયલીન બનેલા મુનિશ્રી ભદ્રંકરવિજયજીની * ઉંચી સપ્રમાણ આજાનુબાહુ દેહયષ્ટિ "મુખની ગંભીરતા * ઓજસ્વી-અજબની પ્રતિભા *સ્મિતભરી વાણી પ્રસન્ન-મધુર અને વિનમ્પ્રકૃતિ ધીર-ગંભીર-નિખાલસ સ્વભાવ આ બધા ગુણોએ સૌના હૈયાને મોહી લીધાં હતાં. લોક્યદીપક-મહામંત્રાધિરાજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 548