Book Title: Trailokyadipak Mahamantradhiraj
Author(s): Bhadrankarvijay
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 13
________________ પૂજ્યપાદ આ. શ્રી દાનસૂરીશ્વરજી મહારાજે કહેલું કે ભદ્રકરવિજયનાં સામુદ્રિક લક્ષણો મેં જોયા છે. એ તો જૈનશાસનનો મહાનસ્તંભ અને સૌને પ્રિયપાત્ર શાસનનું શ્રેષ્ઠરત્ન બનવાનો છે. તેઓએ આપેલો મંત્ર – “પરસ્પૃહમહાદુઃખ નિઃસ્પૃહત્વ મહાસુખમ” એ સોનેરી વાક્યને પૂજ્યશ્રીએ આત્મસ્થ કરી લીધું. મહા સુદ સંવત ૧૯૮૭ માં તેમની વડી દીક્ષા થઈ. હવે તો સ્વાધ્યાય-અધ્યયનની ધૂણી ધખાવી દીધી અને થોડા સમયમાં તો સાધુ-આચારનાં ગ્રંથો જેવા કે દશવૈકાલિક, શ્રી ઉત્તરાધ્યયન, શ્રી આવશ્યકસૂત્ર, પિંડનિર્યુક્તિ આદિ ગ્રંથો સાથે પંચસૂત્ર, પ્રશમરતિ, શાંતસુધારસ યોગશાસ્ત્ર, ઘર્મબિંદુ, અષ્ટક, ષોડશકવિંશિકાઓ, બત્રીશીઓ, યોગ દષ્ટિ સમુચ્ચય, યોગબિંદુ, તત્ત્વાર્થસૂત્ર, લલિતવિસ્તરા, અધ્યાત્મસાર, સન્મતિતર્ક, શાસવાર્તા સમુચ્ચય આદિ તાત્ત્વિક ગ્રંથોનું અધ્યયન કર્યું. તેમાં પણ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાનાં ગ્રંથરત્નોનાં ચિંતનો દ્વારા મૈત્યાદિ ભાવોથી અતિશય ભાવિત થતા ગયા. 1. મહાનિશીથ આદિ આગમો તથા વિશેષાવશ્યક ભાષ્ય, આવશ્યક નિર્યુક્તિ વગેરે મહત્ત્વનાં ગ્રંથો દ્વારા નવકારમંત્ર પ્રત્યે વધુને વધુ દઢ શ્રદ્ધાવાળા બનતા ગયા. બસ પછી તો નવકારમંત્ર અને મૈથ્યાદિ ભાવોનો સ્વપકલ્યાણ માટે ઉપયોગ કરવા લાગ્યા અને એમનો આત્મા વધુને વધુ તે પદાર્થોથી પરિણત થતો ગયો. ચતુઃ શરણગમન, દુષ્કૃતગર્તા, સુકૃતાનુમોદન આ ત્રિપદીનો વધુ ને વધુ ફેલાવો કર્યો. વાંચન-ચિંતન-મનન દ્વારા સ્વાર દર્શનોનાં ગ્રંથોને પણ વાંચીને સ્યાદ્વાદમય દષ્ટિ દ્વારા સ્વદર્શનમાં સમન્વય કર્યો પછી તો એ પદાર્થોનાં ચિંતન લેખનમાં અવતરણ કરીને પુસ્તકોનું પ્રકાશન થવા લાગ્યું. (આ પુસ્તકોનું લીસ્ટ આ પુસ્તકમાં અન્યત્ર આપ્યું છે.) ગુણોના દરિયા જેવા પૂજ્યપાદશ્રી દરેક ગુણની પ્રાપ્તિ માટે પ્રેકટીકલ જીવન જીવ્યા તે અંગે વિચારીએ તો દિવસોના દિવસો જાય અને લખવા બેસીએ તો પાનાંના પાનાં ભરાય. પણ સામાન્યથી દિગ્દર્શન કરશું તોપણ થશે કે અહો કેવા હતા એ મહાપુરુષ! ગણદષ્ટિ અને વિવેકપૂર્ણ વાણી ગોચરીનો સમય હતો કોઈ એક મહાત્માએ સાહેબજીના પાત્રમાં કેળું મૂક્યું. તે જોઈને બાજુવાળા મુનિએ જણાવ્યું, “સાહેબજી! આ અડધું ખરાબ છે, આપ કાઢી નાખો.” પ્રત્યુત્તર આપતાં પૂજ્યશ્રીએ જણાવ્યું. “મહાત્મા ! આપણે સાધુ થયા છીએ. આપણા મુખમાંથી “ખરાબ” શબ્દ ન નીકળવો જોઈએ. “અડધું સારું છે.' એમ તમે કહે તો પણ તમારી વાત આવી જાય છે.” પૂજ્ય પંન્યાસજી મહારાજ શિનોરમાં બિરાજમાન હતા, તે સમયે પંજાબ કેસરી પૂ. આચાર્ય ભગવંત શ્રી વલભસૂરીશ્વરજી મહારાજ પધારવાના હતા. સંઘના ભાઈઓમાં મદભેદ ઊભો થયો, તે બધા આવ્યા, પૂ. પંન્યાસજી મહારાજ પાસે વંદન કરી હાથ જોડી બોલ્યા. “અમે સામૈયું કરીએ? આચાર્યભગવંત આપણા નથી.” આ સાંભળતાં જ પંન્યાસજી મહારાજે કહ્યું. સામૈયું તો આચાર્ય મહારાજનું જોરદાર થવું જ જોઈએ. તેઓ પણ શાસનપ્રભાવક છે, મહાન બ્રહ્મચારી છે. પંજાબની રૂપરમણીઓ વચ્ચે તેઓશ્રીનું બ્રહ્મચર્ય ગજબનું છે.” પૂજ્યશ્રીના શબ્દો સ્વીકારીને શિનોરનાં સંઘે પૂ. આચાર્યમહારાજનું જોરદાર સામૈયું કર્યું. પૂજ્ય પંન્યાસજી મહારાજ પણ સામે ગયા. બન્ને મહાત્માઓએ એક જ પાટ ઉપરથી વ્યાખ્યાનો કર્યા. પૂજ્યશ્રીના હૃદયની વિશાળતા દાદ માંગી લે તેવી હતી. ભાવદયાના સાગર અને વાત્સલ્યની વૃષ્ટિ પૂજ્યશ્રીને શ્રી નવપદની ઓળી કરાવવા માટે શ્રી રાત-મહાવીર જવાનું હતું તેમાં ટાઈફોઈડની સખત ત્રિલોક્યદીપક-મહામંત્રાધિરાજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 548