Book Title: Trailokyadipak Mahamantradhiraj
Author(s): Bhadrankarvijay
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 11
________________ પરોપકાર-કૃતજ્ઞતા જેવા ગુણો એમનામાં ખૂબ ખૂબ ઝળકતા નજરે પડતા હતાં. તેઓ પરમાત્માની વાતો કરતાં કદી ન ધરાતા. પાંચ-સાત વ્યક્તિઓ બેઠી હોય ત્યારે વાતો કરતાં કહેતા, “કોઈપણ માણસે પ્રભુમાર્ગે જવું હોય તો પ્રભુના અનેક ગુણોમાંથી તેમનાં દર્શન-પૂજન-વંદન ભક્તિ વગરે કરતાંકરતાં કોઈ પણ એક ગુણ લઈને આપણા આત્મામાં એને એવો ગોઠવી દેવો કે જેથી આપણા આત્માનો ઉદ્ધાર થાય.” એ જ નાની ઉંમરે ભગુભાઈ વાલકેશ્વર-ચોપાટી પર ફરવા ગયેલા ત્યારે તેમના હૈયામાં હંમેશ ભાવના થાય કે, “ક્યારે હું અહિં એક મોટું મંદિર બંધાવું” આવી ભગવાન પ્રત્યેની અવિહડ ભક્તિ હતી. તેથી જ જ્યારે શ્રીપાલનગરનું જિનાલય બન્યું ત્યારે તેમણે કહ્યું કે હું તો કરાવી ન શકયો પણ મારી ભાવના હતી તે પૂર્ણ થઈ. વૈરાગ્યથી રંગાતુ જીવન - ભગુભાઈ જ્યારે ૧૩ વર્ષના હતા ત્યારે તેમના માતુશ્રી સ્વર્ગવાસી બન્યા. જે પ્રસંગે તેમણે નજરોનજર જોયો.સ્મશાનયાત્રામાં જોડાયા. મૃતદેહને ચિતા ઉપર બળતો જોયો અને હૃદય કંપી ઊઠયું પછી જ્યારે પિતાજી પણ સ્વર્ગવાસી બન્યા ત્યારે થયું કે ઓહ! એક દિવસ દરેકે જવાનું જ છે, તો આ સંસારમાં રાચવું શા માટે? અને પૂર્વભવના સંસ્કારી તથા આ ભવમાં કરેલી ભક્તિએ એમના જીવનને નવો વળાંક આપ્યો અને આત્મા વૈરાગ્યરંગે રંગાવા લાગ્યો. હવે દરેક પ્રસંગમાં એમને કડ-કપટ અને પ્રપંચથી સળગતા સંસારની અસારતા દેખાવા લાગી. પૂર્વનાં કોઈ ભોગાવલી કર્મોનાં કારણે સંસારનાં બંધનમાં બંધાયા પણ ખૂબ જ નિર્લેપભાવે. વૈરાગ્યવાસિત પ્રસંગ આ દરમ્યાન એક પુત્રના પિતા બનેલા ભગુભાઈને ત્યાગી, વૈરાગી, યોગી એવા પૂ. કપૂરવિજયજી મહારાનો ભેટો થયો. તેમની પાસે યોગની આરાધનામાં આગળ વધ્યા. પહેલેથી અનેક મહાત્માઓના સંગથી પોતે ધર્મ આરાધનામાં આગળ વધતાં પણ તેઓને કોઈ મહાત્માએ દીક્ષાની વાત ન કરી. પૂજ્યશ્રી કહેતાં કે જો મને પહેલા મહાત્માઓએ દીક્ષાની વાત કરી હોત તો હું સંસારમાં ન પડયો હોત. તેઓએ દુઃષમકાળના વિકરાળ મહામોહનીયવાતાવરણમાં “શીલ” ની સુગંધ માણવા-પ્રસારવા કટિબદ્ધ થઈને પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજયનેમિસૂરીશ્વરજી મહારાજા પાસે બ્રહ્મચર્યવ્રતનો સ્વીકાર કર્યો. પ્રભુ પ્રત્યે ભક્તિ હતી તો સાથોસાથ નવકાર પ્રત્યે પ્રીતિ વધતી જતી હતી. તેનાં ચિંતાનોમાં આગળ વધતાં પૂજ્યશ્રીએ અનુભવ્યું કે જીવનમાં આયંબિલતપ જરૂરી છે. તેથી તેઓએ ૧૮ વર્ષની ઉંમરે વર્ધમાનતપનો પાયો નાંખ્યો અને પોતે તો આયંબિલના તપમાં ઓતપ્રોત બન્યા પણ સાથોસાથ સંવત ૧૯૮૦-૮૧ માં મુંબઈમાં કુંભાર ટુકડાની ગલીમાં એક આખું મકાન લઈને ત્યાં આયંબિલ ખાતું શરૂ કર્યું. હાલમાં પણ તે આયંબિલખાતું ત્યાં છે, જે મુંબઈમાં શ્રેષ્ઠ આયંબિલખાતા તરીકે પ્રસિદ્ધ છે. તેની સંભાળ ભગુભાઈ તથા તેમના મિત્ર ચિમનભાઈ પટવા રાખતા (હાલ પણ તે સંસ્થાની ઓફીસમાં બન્નેના ફોટા છે.). ભગુભાઈએ કલ્યાણમિત્રોના સહયોગથી નવપદ આરાધક સમાજની સ્થાપના કરી અને તેમાં સેક્રેટરી તરીકે રહીને તે વખતે સૌપ્રથમ સામુદાયિક નવપદની ઓળીઓ કરાવવાની શરૂઆત કરી, જેથી નવપદ તથા આયંબિલનો મહિમા ખૂબ જ વધવા લાગ્યો. (આજે પણ એ “નવપદઆરાધકસમાજ' સામુદાયિક ઓળીની આરાધના કરાવે છે.). આ બધાં જબ્બર પુણ્યકાર્યોથી એમને એક મહાન પુન્યાત્માનો ભેટો થઈ ગયો. એ હતા શુભનામધેય પરમપૂજ્યશ્રી રામવિજયજી મહારાજ સાહેબ. તેઓનાં પ્રવચનોમાં ગજબનું આકર્ષણ હતું. તે વ્યાખ્યાનો સાંભળવાનો લહાવો મળતાં વૈરાગ્યની વૃદ્ધિ થવા લાગી અને પછી તો એ વ્યાખ્યાનના પદાર્થોને લખવા ને વાગોળવા લાગ્યા. ત્રિલોયદીપક-મહામંત્રાધિરાજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 548