Book Title: Trailokyadipak Mahamantradhiraj
Author(s): Bhadrankarvijay
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 7
________________ સંપાદકની કલમે...!! પ્રથમ આવૃત્તિ ચૌદ પૂર્વના સારભૂત શ્રી નમસ્કારમહામંત્રને જેમણે અસ્થિમજજાવત્ બનાવીને નવકાર અને મૈત્રી આદિ ભાવનાઓનો અનેક પ્રકારના તત્ત્વો સાથે સમન્વય કર્યો અને તેનાં દ્વારા એક નવી જ તત્ત્વચિંતનની શૈલીનું જૈન જગતને પ્રદાન કરનારા મારા પરમ ઉપકારી પૂજ્યપાદ, ૫૨મ ગુરુદેવ, પંન્યાસપ્રવર શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્યશ્રીની પુનિત યાદ આવ્યા વિના રહેતી નથી. વર્તમાનમાં અધ્યાત્મયોગી મહાત્મા તરીકેની પ્રસિદ્ધિને વરેલા પૂજ્યશ્રીએ નમસ્કારમંત્ર અંગે જે પ્રચાર-પ્રસાર કર્યો તેથી તેઓ નવકારવાળા મહારાજ' તરીકે પ્રખ્યાત બન્યા. એ નવકારમંત્ર અંગેનાં પૂજ્યશ્રીનાં ચિંતનો તો પ્રકાશિત થયાં હતાં જ. તે લગભગ અપ્રાપ્ય હતાં. તેથી પૂજ્યશ્રી પ્રત્યેની લાગણીથી ભાવિત પુણ્યાત્માઓ પૂજ્યશ્રીની ગેરહાજરીમાં પણ એ હૃદયંગમ વચનોનું અમૃતપાન કરી શકે, તે માટે અપ્રાપ્ય પુસ્તકોનું અને તેમાં પણ નમસ્કારમહામંત્રનાં પુસ્તકોનું વોલ્યુમ બહાર પડે એવી પૂજ્યશ્રીના પરમભક્તોની માંગણી છે એમ સુશ્રાવક હીંમતમલ રૂગનાથમલજી બેડાવાળાએ અમને વાત કરી. અમારે તો ફકત સંકલન કરીને સંપાદન પણ નહિંવત જ કરવાનું હતું. કારણ કે આવા ગહન પદાર્થોમાં પણ ઊંડે સુધી પહોંચાડવાની પૂજ્યશ્રીની શક્તિ વિશેષની આગળ અમે તો ચરણની રજ સમાન પણ નથી. પૂજ્ય આચાર્યભગવંત શ્રી પ્રધોતનસૂરીશ્વરજી મહારાજાની આશીર્વાદપૂર્વકની અનુમતિ તે માટે મળી અને આ કાર્ય ઝડપથી પૂર્ણ થયું. મારા દ્વારા જે સંપાદન-પ્રકાશનનાં કાર્યો થાય છે, તેમાં મુખ્ય સહકાર મને દરેક રીતે સંયમજીવનમાં સહાયક એવા મુનિશ્રી હેમપ્રભવિજયજીનો મળે છે તેથી કાર્ય સ૨ળ બને છે. ઉપરાંત આ પુસ્તકમાં તપસ્વી મુનિશ્રી જિનસેનવિજયજી તથા મુનિશ્રી રત્નસેનવિજયજી આદિનો પણ સહકાર મળ્યો એટલે બધાં પુસ્તકોનાં લેખો-ચિંતનોને ક્રમસર ગોઠવીને તેમાંથી આ પુસ્તક તૈયાર કર્યું છે. તેમાં સૌપ્રથમ તો આ મંત્ર કેવો મહાન છે. તેનો આદર્શ પૂજ્યપાદશ્રીએ જ લખેલો તે લઇને પ્રારમ્ભ કર્યો. ત્યાર પછી નમસ્કારમહામંત્ર સંક્ષિપ્તપરિચય લેખથી શરૂ થતી લેખમાળામાં નમસ્કારમહામંત્ર આવશ્યક વિચાર, શ્રી નવકારમંત્રનો પ્રભાવ અને નયો, પછી નમસ્કારની ઉત્પત્તિ જેવા અત્યંત માર્મિક લેખોનું નિરૂપણ કરી તેમાં શાસ્રીય પાઠોને સાક્ષીપૂર્વક બતાવ્યા છે. ત્યાર પછી પૂજ્યશ્રીએ લખેલ પરમેષ્ઠિનમસ્કાર પુસ્તકના લેખો તથા અન્ય લેખો ગોઠવીને પછી અનુપ્રેક્ષાકિરણ ૧ થી ૬ સુધી લીધા છે. પછી નવકાર અંગે સ્તોત્રો, ગુજરાતી ગીતો, નવકાર અંગે કથાઓથી આ પુસ્તક પૂર્ણ કરેલ છે. આ રીતે આ સંપૂર્ણ ગ્રંથ નવકારમંત્રના ઉપાસક માટે ઉપાસ્ય ગ્રંથ બનશે નવકારમંત્રના જિજ્ઞાસુ માટે માર્ગદર્શક બનશે અને આરાધનામાં આગળ વધેલા આરાધક માટે આત્મસાધક સાથીરૂપ બનશે. પૂજ્યપાદશ્રીના હૈયામાં રહેલી નમસ્કાર મહામંત્ર પ્રત્યેની અનુપમ નિષ્ઠાએ અનેકોને નવકારમંત્ર પ્રત્યે ભક્તિ જગાડી છે. એ ભક્તિ આ ગ્રંથનાં વાંચન દ્વારા વિશેષ પ્રેરક બનશે અમને મળેલી આ ગુરુભક્તિની તકને સફળ કરીને અમારા ઉપર ચડેલા પૂજ્યપાદશ્રીના ૠણથી યત્કિંચિત્ હળવાશ અનુભવીશું. આપણે સૌ આ ગ્રંથના વાંચન દ્વારા નવપદમય બની શાશ્વતસુખને પામીએ. ત્રૈલોકચદીપક-મહામંત્રાધિરાજ Jain Education International For Private & Personal Use Only -પં. વજ્રસેનવિજય 5 www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 548