Book Title: Tirthankar Charitra
Author(s): Prafullaben Rasiklal Vora
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 8
________________ પ્રસ્તાવના अनंत विज्ञान विशुद्धरुपं निरस्त भोटाहि परस्परपम् नराभरेंद्रैः छूतयारसमितं नभाभि तीर्थेष भनंत शमित શ્રી જેને આત્માનંદ સભાએ સો વર્ષ પુરા કરી એકસો એકમાં પ્રવેશ કર્યો. શતાબ્દી વર્ષ નિમિત્તે સભાના કાર્યવાહકોએ અગિયાર ગ્રંથ પ્રકાશિત કરવાનો નિર્ધાર કર્યો. તેમાં આ તીર્થકર ચરિત્ર (સચિત્ર) ત્રીજું પુષ્પ પ્રકાશિત કરતા હર્ષ અનુભવીએ છીએ. અવિરત એકસો વર્ષથી આ સંસ્થા જ્ઞાનગંગા વહેરાવતી આગળ વધી રહી છે. જૈન સમાજનો ઉત્તમ સહકાર કાયમ સાપડતો રહ્યો છે. અને પ.પૂ. આચાર્ય ભગવંતો અને ગરુભગવંતોનો ઉત્તમ સહકાર અને માર્ગદર્શન આ સંસ્થાને આગળ વધવામાં પ્રેરકબળ રૂપે સાંપડેલ છે. શતાબ્દી નિમિત્તે જ્યારે અગિયાર ગ્રંથો પ્રકાશિત કરવાનો નિર્ણય લેવાયો ત્યારે આપણી સભા દ્વારા વિ.સં.૨૦૦૮માં પ્રકાશિત થયેલ તેની માંગ ખૂબજ હોવાથી નવેસરથી માહિતી અને પ્રસંગો સભર પ્રત્યેક તીર્થકર ભગવંતોના સંપૂર્ણ ભવો સાથે લોકભોગ્ય ભાષામાં મુકવાનું વિચારાયું. પ્રત્યેક તીર્થકર ભગવંતોનો સુંદર ફોટો તથા યક્ષ-યક્ષિણી તથા તેમની નિર્વાણ ભૂમિ કે જે તીર્થસ્વરૂપ છે, તેનો પણ ફોટોમાં સમાવેશ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. પ્રત્યેક તીર્થકર ભગવંતની સ્તુતિ મૂળ ભાષામાં તથા તેનો અંગ્રેજી ઉચ્ચાર સાથે છાપવાનો નિર્ણય કરવામાં આવ્યો. સાથે ગુજરાતી ભાષામાં ગુજરાતી સ્તુતિ, ચૈત્યવંદન, સ્તવન અને થોય પાછળના ભાગે લેવાનો નિર્ણય કર્યો. આ કામમાં વિચાર આવતાં તે તુરત અમલમાં મુકી કામની શરૂઆત કરી પ્રત્યેક ફોટા દીઠ સુખી ગૃહસ્થોએ રૂા. બે–બે હજાર ઉદારતાપૂર્વક આપી આ કામમાં પ્રોત્સાહન આપેલ. સભાએ સાથે મહાવીર પરમાત્માના પ્રથમ ગણધર ભગવંત ગુરુ ગૌતમસ્વામીનો, પરમ પૂજ્ય આત્મારામજી મહારાજ, ૫.પૂ. શાસન સમ્રાટ આ. શ્રી નેમિસૂરીશ્વરજી મ.સા. તથા પૂજ્યપાદ શાસન પ્રભાવક આ. દેવ શ્રી વિજય મોતીપ્રભસૂરીશ્વરજી મ.સા. તથા પૂજ્યપાદ શાસનદીપક આ.દેવશ્રી વિજયનયપ્રભસૂરીશ્વરજી મ.સા. નો ફોટો મુકવાનું નક્કી કર્યુ. આ સભા ઉપર તેઓશ્રીની ખૂબ કૃપા વરસી છે અને સદાય તેમના સમુદાયનો સહકાર મળતો રહે અને સભા તેની વિજયકૂચ જારી રાખે. ઉપર મુજબ વિચારણા થઈ રહી હતી અને કાર્યનો પણ આરંભ થઈ રહ્યો હતો દરમ્યાન સભાના કાર્યવાહકોની ફૂરણાથી કે ગુજરાતી ભાષા ઉપરાંત જો હિન્દી ભાષામાં પણ આવુ તીર્થંકર ચરિત્ર તૈયાર કરી સમસ્ત ભારત સમક્ષ મુકી શકીએ અને વિદેશનો વિચાર કરતા આવા તીર્થકર ચરિત્રની અંગ્રેજી ભાષામાં મુકાય તો સમસ્ત દુનિયામાં તીર્થકર ચરિત્રનો પ્રકાશ ફેલાવી શકાય. આ પ્રસ્તાવ પ.પૂ. ન્યાયાભાનિધિ આચાર્યશ્રી વિજયાનંદસૂરીશ્વરજી (આત્મારામજી)મ.સા. ના સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ ક્ષત્રિયોદ્ધારક પ.પૂ.આ.દેવશ્રી વિજયઈન્દ્રદિસૂરીશ્વરજી મ.સા. સમક્ષ તથા પ.પૂ.આ.શ્રી જગતચંદ્રસૂરીશ્વરજી મ.સા. સમક્ષ મુકતા તેઓશ્રીએ ખૂબ ખૂબ આશીર્વાદ S Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 316