Book Title: Tirthankar Charitra
Author(s): Prafullaben Rasiklal Vora
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 15
________________ યાત્રાનો રોમાંચ અનુભવાયો. જ્ઞાનની ગંગોત્રીમાંથી અમીછાંટણારૂપ બિંદુઓનો આસ્વાદ કેવો રોચક બની રહે એનો જાણે કે પ્રત્યક્ષ અનુભવ થયો. આ પુસ્તક તૈયાર કરવામાં પ્રત્યક્ષ કે પરોક્ષ સહકાર આપનાર સૌ કોઈનો આભાર માનતા આનંદ અનુભવું છું. સૌ પ્રથમ ઋણ સ્વીકાર તો શ્રી જૈન આત્માનંદ સભાના કાર્યવાહકો કે જેઓએ મારામાં આ કાર્ય કરવા માટે વિશ્વાસ મૂકી આ શુભ જવાબદારી વહન કરવાની તક આપી. શ્રી જૈન આત્માનંદ સભા—ગ્રંથાલય, શ્રી ગુલાબરાય હ. સંઘવી શિક્ષણ મહાવિદ્યાલય—ગ્રંથાલય તથા શ્રી હિંમતલાલ અનોપચંદ મોતીવાળાની ગૃહ લાયબ્રેરી, શ્રી મહેન્દ્રકુમાર ઉત્તમચંદ શાહ-ગૃહ ગ્રંથાલય તેમજ શ્રી રૂપાણી જૈન પાઠશાળા—ગ્રંથાલયમાંથી સન્દર્ભ પુસ્તકો પ્રાપ્ત કરી આપવા બદલ સંબંધિત વ્યવસ્થાપકોનો પણ આભાર વ્યક્ત કરું છું. શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક તપાસંઘના પ્રવર્તમાન આચાર્યો તથા સાધુ–સાધ્વીજી ભગવંતો પાસેથી જરૂરી માર્ગદર્શન મળ્યાથી તેઓનું પણ હું આ તકે વંદનાપૂર્વક ઋણ વ્યક્ત કરું છું. આ પુસ્તક માટે અત્યંત કાળજીપૂર્વક અને સતત પ્રયત્નશીલ રહી પ્રકાશનની જવાબદારી વહન કરવામાં રસ લઈ આ કાર્ય પૂર્ણ કરવા માટે શ્રી હિંમતલાલ અનોપચંદ મોતીવાળાનો આનંદપૂર્વક આભાર માનું છું. આ તકે આ સંસ્થાના પ્રમુખ શ્રી પ્રમોદકાંત ખીમચંદ શાહનો પણ આભાર માનું છું. ઉપરાંત મારી પ્રગતિમાં હંમેશા રસ લઈ મને પ્રોત્સાહિત કરનાર મારા સર્વ પરિવારજનોના આશીર્વાદ અને શુભકામના હંમેશા મારી સાથે રહયા છે. આ સમયે મારા પૂજ્ય પિતાશ્રી શ્રી રસિકલાલ ભુદરભાઈ વોરા માત્ર થોડો સમય પણ અમારી વચ્ચે હોત તો તેઓ કેટલા ખુશ થયા હોત ! અંતે પરમકૃપાળુ પરમાત્માના અનંત ઉપકારોની ગાથાનું માન કરવાનું તો મારું શું ગજું ? છતાં શ્રી જિનશાસનના મહાન જ્યોતિર્ધરોના સિદ્ધાંતોમાં રહેલાં રહસ્યોના ઉકેલનું કાર્ય કરનાર જ્ઞાની મહાપુરુષો મારા આ નાનકડા પ્રયાસને જરૂરી માર્ગદર્શન આપી ભવિષ્યનાં આવાં કોઈ કાર્યો માટે સૂચનો આપશે તો મારા કાર્યને પ્રોત્સાહન મળશે અને યોગ્ય દિશા પ્રાપ્ત થશે. અનુપમ ગુણની મોહક પરિમલ, વિશ્વમહીં સચવાઈ રહો. જિનશાસનની ઉજ્જવળ જ્યોતિ, દિવ્ય બની પથરાઈ રહો ! લેખિકાઃ પ્રફુલ્લા રસિકલાલ વોરા વ્યવસાય : શ્રી ગુલાબરાય હ. સંઘવી શિક્ષણ મહાવિદ્યાલય,(વ્યાખ્યાતા), વિદ્યાનગર, ભાવનગર.- ૩૬૪ ૦૦૨ Jain Education International For Private & Personal Use Only – પ્રા. ડૉ. પ્રફુલ્લા રસિકલાલ વોરા www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 316