________________
==
=
2
=
=
ભવ પહેલો
|
ગગનના ચંદરવે ટાંકેલા મહામૂલ્ય રત્નો સમાન મોતીઓથી આચ્છાદિત, શાશ્વતી લક્ષ્મીના વિધાનરૂપ, ચારે તરફ સમુદ્રથી ઘેરાયેલો જંબૂદીપ નામનો ઉત્તમ દ્વીપ છે. જે રીતે કોઈ ચક્વર્તી રાજા અન્ય રાજાઓની વચ્ચે મહાપ્રતાપી મુખારવિંદથી અને યશોગાનના ઓજસ પાથરતા મણિમય મુગટથી અલગ તરી આવે છે, એ રીતે અન્ય દીપોની વચ્ચે જંબુદ્વીપ શોભી રહ્યો છે. સિંહાસન પર કોઈ રાજા શોભે કે રત્નજડીત અલંકારોમાં વચ્ચે રહેલો નીલમણિ જેમ તેની શોભા વધારે છે, એ રીતે જંબુદ્વીપના મસ્તકે જાણે મેરુપર્વત શોભી રહ્યો છે. મહારાજાધિરાજની સેવામાં અનેક સેવકો હાજર રહે અને ધન્યતાનો અનુભવ કરાવે, એ રીતે મેપર્વતની આજુબાજુ હિમવંત, મહાહિમવંત, નિષધ, નીલ, રુકમી અને શિખરી જેવા વર્ષધર પર્વતોમાંથી નીકળતી ઉત્તમ નદીઓ મેરુપર્વતના સ્પર્શથી પોતાની જાતને ધન્ય ગણી આનંદના હિલ્લોળા લે છે. જંબૂઢીપને દેદીપ્યમાન બનાવવા માટે દર્પણ સમાન બે ચંદ્ર અને બે સૂર્યો શોભી રહ્યાં છે. કોઈ મહારથી પોતાના મિત્ર, મંત્રી, રાજ્ય, સૈન્ય અને પરિવારથી શોભે એ રીતે જંબૂઢીપની શોભા અનેરી છે. ઉન્નત મસ્તક સમાન મેરુપર્વત સ્ફટિકમય મુદ્રાથી ચમકી રહ્યો છે.
પોતાની સમૃદ્ધિ વડે ઈન્દ્રપુરીનાં સૌન્દર્યને પણ ઝાંખુ કરી દે, એવા વિશાળ અને અનેક સમૃદ્ધિથી છલકતું, લાલ પથ્થરની મનોહર આકૃત્તિઓ વડે અલંકૃત એવું મહાનગર ક્ષિતિપ્રતિષ્ઠિત આ જંબુદ્વીપના પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રમાં આવેલું છે. આ નગર તેની યશોગાથાથી સુવિખ્યાત હતું કારણ કે આ નગરના સુખ અને વૈભવ જોઈને ખુદ દેવતાઓ પણ ત્યાં જઈને વસવાની ઇચ્છા રાખતા હતા. ધર્મરૂપ કલ્પવૃક્ષ હંમેશા ઉત્તમ અને ઇચ્છિત ફળ આપતું હતું. આ નગરની ભવ્યતાં તેમાં રહેતા મહારથીઓના કારણે વધુ પ્રગટી હતી.
આ નગરમાં શરદઋતુની પૂર્ણિમા સમાન તેજસ્વી અને નિર્મળ મુખમુદ્રા ધરાવતા, ઉજ્જવળ અને કીર્તિમાન વ્યક્તિત્વ અને પ્રચંડ તાકાત છતાં સૌમ્યતાથી શોભતા રાજા પ્રસન્નચંદ્ર પ્રજાનું રક્ષણ કરતા હતા. જે કોઈ આ રાજાના સાન્નિધ્યમાં આવતા તે પરમ સુખશાંતિનો અનુભવ કરતા. રાજાની આંખોમાંથી છલકાતાં નિર્મળ પ્રેમનાં ઝરણાનું પાન કરવા હંમેશા સૌ તત્પર રહેતા.
જે રીતે રાજા પ્રસન્નચંદ્ર ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં મુગટના મણિરત્ન સમાન હતા, એ જ રીતે તે નગરમાં ધનના સ્વામી અર્થાત્ કુબેર એવો ધન નામનો સાર્થવાહ રહેતો હતો. ધનાઢ્ય હોવા છતાં અભિમાનની આછી રેખા પણ એના ચહેરા પર જણાતી ન હતી. ફૂલ પરથી પસાર થતો પવન જે રીતે પોતાની જાત સુગંધિત થઈ હોય, એનો ગર્વ અનુભવે, જે રીતે તત્વજ્ઞાનીઓની સભામાં પંડિતને તક મળે, અને પોતાને ધન્ય માને અથવા ધનિકો પાસેથી આભૂષણો મેળવી રંકજનો પોતાને નસીબદાર માને, એ રીતે ધન સાર્થવાહ પાસેથી દ્રવ્ય પ્રાપ્ત કરીને પોતાના વ્યાપારને સમૃદ્ધ કરવાનું સૌભાગ્ય મેળવનાર વ્યાપારીઓ પણ પોતાની જાતને મહાભાગ્યવાન સમજતા હતા. આ સમૃદ્ધિના સ્વામી એવા ધન સાર્થવાહે એવું સાબિત કરી બતાવ્યું હતું કે સજ્જનોની સંગત તો કોઈ પુણ્યશાળીને જ મળે. લક્ષ્મીની ચંચળતા હોવા છતાં તે લક્ષ્મીને વહેતી મૂકી સૌના સુખ માટે જાગૃત રહેતા આ ધન સાર્થવાહ રાજા પ્રસન્નચંદ્રનો પ્રેમ જીતી લીધો હતો.
ધન સાર્થવાહ એવું માનતો હતો કે પુણ્યના કોઈ ઉત્તમ યોગના કારણે મળેલી લક્ષ્મીનો સદ્વ્યય થવાથી જ વધુ લક્ષ્મી પ્રાપ્ત થાય છે. જેમ યોગી પુરુષ વિષય-કષાય પર જીત મેળવવાથી શોભે છે, એ રીતે 6) ગૃહસ્થીનો ધર્મ ધન કમાવું એ છે. આ ધનોપાર્જન કરવાથી એ ધન સન્માર્ગે વપરાશે તો અનેકનું કલ્યાણ થશે. તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org