Book Title: Tirthadhiraj Shree Shatrunjay
Author(s): Anandji Kalyanji Pedhi
Publisher: Anandji Kalyanji Pedhi

View full book text
Previous | Next

Page 26
________________ Dગ્રી:જ્ઞાનારા ISIનાન્સT:mli-7 ITIHITSન્સીન્સ શ્રેયાંસનાથનું શિલ્પભૂષિત મંદિર અને તેની ઈશાન બાજુએ જોધપુરવાળા મનોતમલ્લ જયમલ્લજીએ વિસં. ૧૯૮૬ (ઈ.સ૧૯૩૦) માં કરાવેલ મોટું ચતુર્મુખ મંદિર આવે છે. આને લોકભાષામાં બસો ભનું મંદિર છે કહે છે. મંદિરને ફરતાં ચદિશાએ ઘણા થાંભલાવાળા મંડપના કારણે છે આ નામ પડી ગયું છે. ગર્ભગૃહના દ્વાર પાસે, અંતરાલના સ્તંભો પર . સુંદર તોરણો કરેલાં છે અને પૂર્વ તેમ જ દક્ષિણ દિશાના મંડપની છતમાં થોડુંક પણ સુઘડ કોતરકામ છે. શિખર પર જામનગરવાળાનાં મંદિરની જેમ કોરણી કરેલી છે. આખા સમુદાયમાં આ સૌથી ઊંચું અને ભવ્ય મંદિર છે. તે પછી નજીકમાં અમદાવાદવાળા શેઠનું વિ. સં. ૧૯૮૨ (ઈ. સ. ૧૬૨૬) નું સંભવનાથનું મંદિર છે તથા રીખભદાસ વેલજીનું પણ સંભવનાથનું મંદિર છે. ત્યારબાદ આવે છે કપડવંજવાળાં માણેક શેઠાણીનું કરાવેલ ઋષભદેવનું મંદિર. આ મંદિર-સમૂહની પાછળ દિગંબરોનું સત્તરમા શતકમાં બંધાયેલ મંદિર આવે છે. હવે આવીએ વાઘણપોળની સામેના છેડે આવેલ હાથીપોળમાં, જ્યાંથી આગળ સીધા જતાં આદીશ્વર ભગવાનની ટ્રકમાં જવાનો રસ્તો છે; અને બાજુમાં નીચે ઊતરીને જતો રસ્તો સૂર્ય કુંડ તરફ જાય છે. હાથીપળના સ્થાને, એક કાળે, મંત્રીધર વસ્તુપાળનું કરાવેલ લક્ષ્મીની મૂર્તિવાળું ઉત્તેગ તોરણ રોભી રહ્યું હતું, જે પંદરમા શતક સુધી તો હતું. અત્યારે તો હાથીપળના જૂના અઢારમા શતકના કદ્રુપ દરવાજાને સ્થાને સુંદર કારિગરીવાળું નવું પાકા પથ્થરનું શેઠ આણંદજી કલ્યાણજીએ નિર્માવેલ દ્વાર ઊભું છે. હાથીપોળથી આગળ માળીચોક વટાવતાં રતનપોળ આવે છે. તેના નવનિર્મિત શિલ્પભૂષિત દ્વાર ઉપર “બેલાણક” કરેલું છે. બેલાણુકની નીચે સંચારની “નાલિ”નાં પગથિયાં પર ચડી ઉપર જતાં જ આદીશ્વર ભગવાનનું મહામંદિર અને આજુબાજુનાં મંદિરો દષ્ટિગોચર થાય છે (જેના ઉપલા ભાગનું દશ્ય ચિત્ર ૪ માં રજૂ કર્યું છે). આદીશ્વર ભગવાનની ટક આદીશ્વર ભગવાનની આ ટ્રક આખા પહાડ પર સૌથી પવિત્ર TES IN HINDI SHIHORI SHIHORTH TITLE ૨૦૦૦૦૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34