Book Title: Tirthadhiraj Shree Shatrunjay
Author(s): Anandji Kalyanji Pedhi
Publisher: Anandji Kalyanji Pedhi

View full book text
Previous | Next

Page 25
________________ ફૂ૦૦ Tee- SATNES SEMAINESTONES નામ મળી ગયું. “કુમારવિહાર” પાલિતાણામાં હોવાના પંદરમા શતકના બેએક ઉલ્લેખ છે ખરા, પણ તે તો મંત્રી વાભટ્ટે બંધાવેલ ત્રિભુવનપાલવિહાર” ના અપરનામ તરીકે હોય તેમ જણાય છે. કુમારપાળે બંધાવેલ મનાતા પણ વસ્તુતયા એક કાળના ખરતર ગચ્છીય આ મંદિરમાં ભગવાન આદીશ્વરની પ્રતિમા છે. મંદિરને મોઢા આગળ મઝાનું ચાકીઆળું છે, અને અંદર મંડપ ફરતી ચાવીસ જિનાલયની R રચના છે. ગૂઢમંડપનાં પડખાંઓમાં સુંદર ખંડદાર જાળીઓ કરી છે અને મૂળ મંદિર દેવપ્રતિમાઓ તેમ જ ઝરૂખાઓ અને સુંદર ઘાટવિધાનથી અભિભૂષિત છે (ચિત્ર ૩). નિજ મંદિરનો પછીથી જીર્ણોદ્ધાર થયો જણાય છે. વાઘણપોળમાં જમણી બાજુનાં મંદિરે ફરીને વાઘણપોળ આવી, હવે જમણી બાજુની હારનાં મંદિરનાં | દર્શન કરીએ. ત્યાં આગળ રહેલ કેશવજી નાયકના વિ. સં. ૧૯૨૮ (ઈ. સ. ૧૮૭૨) માં બંધાયેલા મંદિરને છોડી આગળ વધતાં પુંડરીક સ્વામીની દેરી, પદ્મપ્રભુ, કપર્દી યક્ષની દેરી, સુરતના શેઠ સોમચંદ છેકલ્યાણચંદે વિ. સં. ૧૭૮૮ (ઈ. સ. ૧૭૩૨) માં બંધાવેલું મહાવીર સ્વામીનું મંદિર, ભંડારીનું વિ. સં. ૧૭૯૧ (ઈ. સ. ૧૭૩૫) માં બંધાવેલ અમીઝરા પાર્શ્વનાથનું મંદિર, શાહ પ્રેમજી રતનજીનું વિ. સં. ૧૭૮૮ (ઈ. સં. ૧૭૩૨)માં કરાવેલ ચંદ્રપ્રભસ્વામીનું મંદિર, બેગલશાવાળાનું સંભવનાથનું મંદિર, પાર્શ્વનાથનું મંદિર, પાટણના શેઠ ડુંગરશી મીઠાચંદ લાધાનું વિ. સં. ૧૮૬૯ (ઈ. સ. ૧૮૧૩) માં બંધાવેલ ચંદ્રપ્રભનું મંદિર, સુરતના કેશરીચંદ વહોરાનું સંભવનાથનું મંદિર અને પાટણના મીઠાચંદ શેઠનું અજિતનાથનું બીજું મંદિર; તે પછી ઝવેરભાઈ નાનજીએ વિ. સં. ૧૮૬૦ (. સ. ૧૮૦૪) સાં કરાવેલ આદિનાથનું મંદિર ને તે જ સાલમાં થયેલ અમદાવાદના નાનાભાઈ માણેકભાઈ માણેકવાળાનું ધર્મનાથનું મંદિર, ત્યારબાદ મેરબીવાળા પીતાંબરદાસ પદમશીનું વિ. સં. ૧૧૩ (ઈ. સ. ૧૮૫૭) નું મહાવીરસ્વામીનું મંદિર ઈત્યાદિ અઢારમા-ઓગણીસમા શતકમાં બંધાયેલાં મંદિરો આવે છે. તે પછી જામનગરના રાયસી શાહે વિ. સં. ૧૬૭૫ (ઈ.સ. ૧૯૧૯) માં કરાવેલ TeeSANPASTE ASTETXANASINETELEMASSA WHISPAANIA N ASSA Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34