Book Title: Tirthadhiraj Shree Shatrunjay
Author(s): Anandji Kalyanji Pedhi
Publisher: Anandji Kalyanji Pedhi

View full book text
Previous | Next

Page 29
________________ જ્ઞાન સામાન આગાહી સત્તા Booood ૨૦૦૦૦૩ ET/PSTE TIE ETE SITE THAT THEIRTH TI-SERITTEN આદિનાથ ભગવાનના મૂળમંદિર સામેના બલાણક મંડપમાં કર્મશાન સમયમાં વિસં. ૧૬૧૭ (ઈ. સ. ૧૫૬૧)માં પુંડરીકસ્વામી સ્થાપવામાં આવ્યા છે. (ત્યપરિપાટીકોનાં કથન અનુસાર તે પુંડરીકસ્વામીની કુલ બે મૂર્તિઓ આદીશ્વરના મંદિરની અંદર પ્રતિષ્ઠિત હતી.) નવ ટૂંક હવે નવ ટૂક તરફ વળીએ. હનુમાન દ્વારને રસ્તે જતાં પહેલાં ચૌમુખજીની ટૂક આવે છે, જ્યાં કચ્છને શેઠ નરશી કેશવજીના સ્મરણાર્થે બંધાવેલ કુંડ દષ્ટિગોચર થાય છે. અને ખરતરવસીમાં પ્રવેશતાં જમણી બાજુ નરશી કેશવજીએ વિ. સં. ૧૯૨૧ (ઈ. સ. ૧૮૬૫) માં બંધાવેલ મંદિર આવે છે. તે પછી અભિનંદન સ્વામીનું માળ-મજલાવાળું મંદિર આવે છે. ખરતરવસી ટ્રકમાં પ્રવેશતાં શાંતિનાથ ભગવાન અને મરુદેવીમાતાનાં પ્રાચીન સ્થાનો આવે છે. શાંતિનાથ ભગવાનનું વર્તમાન મંદિર તે ચૌદમા શતકનું છે અને મરુદેવીનું મંદિર પણ વર્તમાન સ્વરૂપે પાછલા કાળનું છે, પણ બંને સ્થળનો ઉલ્લેખ સેલંકીકાલીન સાહિત્યમાં મળતું હોઈ એ મંદિર અસલમાં વિશેષ પ્રાચીન હોવાં જોઈએ. - ત્યારબાદ આ ટ્રકમાં પ્રમાણમાં આધુનિક એવાં મંદિર છે, જેમાં શેઠ નરશી નાથાનું વિ. સં. ૧૮૯૩ (ઈ. સ. ૧૮૩૭) માં બંધાવેલ ચંદ્રપ્રભનું મંદિર, શેઠ દેવશી પુનશી સામતનું ચાવીસીવાળું ધર્મનાથનું મંદિર, ત્યારબાદ કુંથુનાથ, અજિતનાથ ને ચંદ્રપ્રભનાં નાનાં મંદિર, તે પછી મુર્શિદાબાદના બાબુ ઇદ્રચંદ નહાલચંદનું વિસં. ૧૮૯૧ (ઈ. સ. ૧૮૩૫)માં કરાવેલ ઋષભદેવનું મંદિર, તે પછી ચૌમુખજીનું દેવાલય અને નજીકમાં મુર્શિદાબાદવાળા બાબુ હરખચંદ ગુલેચ્છાનું વિ. સં. ૧૮૫ (ઈ. સ. ૧૮૩૯)માં કરાવેલ સુમતિનાથનું મંદિર, બાબુ પ્રતાપસિંહ દુગડનું વિ. સં. ૧૮૯૧ (ઈ. સ. ૧૮૩૫) માં બનાવેલું સંભવનાથનું મંદિર અને બાજુમાં ઋષભદેવનું એક નાનું મંદિર છે. અહીંથી આગળ ચૌમુખજીની ટ્રકમાં પ્રવેશતાં ઋષભદેવ ભગવાનનું છે ઉત્તેગ ચતુર્મુખ મંદિર નજરે પડે છે, જેને અમદાવાદના ખરતગચ્છીય Beste Paese sweetestete SWIRLEMOEIRA Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34