Book Title: Tirthadhiraj Shree Shatrunjay
Author(s): Anandji Kalyanji Pedhi
Publisher: Anandji Kalyanji Pedhi

View full book text
Previous | Next

Page 32
________________ : સન્નીન્ન :- TE:રાજ: ST. eee17 11 સ્વામીનું મંદિર પણ છે, અને ચૌમુખજી પણ છે; જ્યારે બીજું ચૌમુખ ) મંદિર શેઠ સાકરચંદ પ્રેમચંદે વિ. સં. ૧૮૮૮ (ઈ. સ. ૧૮૩૨)માં બંધાવ્યું છે. ટૂકની બહાર જીજીબાઈના નામથી ઓળખાતો કુંડ છે. અહીંથી નીચે ઊતરતાં પ્રેમાસીની ટૂક આવે છે. અમદાવાદના શેઠ પ્રેમચંદ લવજી મોદીએ તે વિ. સં. ૧૮૪૩ (ઈ. સ. ૧૭૮૭)માં સ્થાપી છે. ટ્રકનું આદિનાથનું મુખ્ય મંદિર તેમ જ પુંડરીકસ્વામીનું મંદિર તેમનું કરાવેલ છે; જ્યારે આરસનું સહસ્ત્રફણા પાર્શ્વનાથનું દેરાસર સુરતના શેઠ રતનચંદ ઝવેરચંદ ઘુસનું કરાવેલ છે. તેમાં ઉત્તમ છે કારીગરીવાળાં બે મનરમ ખત્તક કરેલાં છે; અને મંડપમાં મારામાં છે ત્રણ સુંદર તોરણો લગાવેલાં છે. આ મંદિરની સામે આરસનું બીજું # સહસ્ત્રફણા પાર્શ્વનાથનું મંદિર પ્રેમચંદ ઝવેરચંદ ઘુસનું બંધાવેલ છે. આ ટૂંકમાં પાલનપુરના મેદી શેઠનું અજિતનાથનું મંદિર, મહુવાના નીમા શ્રાવકનું ચંદ્રપ્રભનું મંદિર, તથા રાધનપુરના શેઠ લાલચંદે બંધાવેલ ચંદ્રપ્રભનું બીજું મંદિર પણ છે. કેટ બહાર કુંડ અને ખોડીયાર માતાનું સ્થાનક છે. મોદીની ટૂકથી નીચે પોણોસો જેટલાં પગથિયાં ઊતરતાં ખડક પર કંડારેલ “અદ્દભુત આદિનાથની બાર હાથ ઊંચી મૂર્તિ આવે છે. આની પુનઃપ્રતિષ્ઠા વિ. સં. ૧૬૮૬ (ઈ. સં. ૧૬૩૦)માં ધરમદાસ શેઠે કરાવી છે. આ પ્રતિમાને જિનપ્રભસૂરિએ “પાંડવ કારિત ઋષભ” તરીકે અને ચિત્યપરિપાટીકારોએ “સ્વયંભૂ આદીનાથ”, “અભુત આદિનાથ” વગેરે શબ્દોથી ઉલ્લેખ કરેલ હોઈ, તે પ્રાચીન છે. અહીંથી નીચે જતાં ઘોઘાના શેઠ દીપચંદ કલ્યાણજી ઉર્ફે બાલાભાઈએ કરાવેલ બાલાસીનો મંદિર-સમૂહ આવે છે. તેમાં બાલાભાઈ શેઠે વિ. સં. ૧૮૯૯ (ઈ. સ. ૧૮૩૭)માં કરાવેલ ઋષભદેવ તથા પુંડરીકસ્વામીનાં મંદિરે, પછી મુંબઈવાળા ફતેહગંદ ખુશાલચંદનાં ધર્મપત્ની ઉજમબાઈએ વિ. સં. ૧૯૦૮ (ઈ. સ૧૮૫૨)માં કરાવેલ ચૌમુખજીનું મંદિર, કપડવંજના મીઠાભાઈ ગુલાબચંદે વિ. સં. ૧૯૧૬ (ઈ. સ. ၀၀၀၀ _ ૧૮૬૦)માં બંધાવેલ વાસુપૂજ્યનું મંદિર ને તે સિવાય તેમાં ઈલેરવાળા છે માનચંદ વીરચંદ અને પૂનાના શાહ લખમીચંદ હીરાચંદે કરાવેલ છે. TET-TETTATa! ---*-INT TEDxesSRTTT :51 a:::: : ઝા : = : Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34