Book Title: Tirthadhiraj Shree Shatrunjay
Author(s): Anandji Kalyanji Pedhi
Publisher: Anandji Kalyanji Pedhi

View full book text
Previous | Next

Page 30
________________ EDICaterer રાત્રFT. ITનારાના ન્યT=PLDાન્ત કચકચાર' શિવજી સમજીએ વિ. સં. ૧૬૭૫ (ઈ. સ. ૧૯૧૯) માં બંધાવેલું (ચિત્ર ૮). પિતાની ઊંચાઈ અને આયોજનની રમણીયતાથી અનોખી ભાત પાડતા આ મંદિરની ગણતરી સત્તરમા સૈકાનાં ઉત્તમ દેવભવનોમાં થાય છે. આ સિવાય, ત્યાં આજુબાજુની બીજી રચનાઓમાં જોઈએ તો, વિ. સં. ૧૬૯૫ (ઈ. સ. ૧૬૩૯)માં પ્રસ્તુત શ્રેષ્ઠીઓએ કરાવેલ પુંડરીકસ્વામીનું મંદિર, તે જ સાલમાં બનેલ ખીમજી સમજીનું પાર્શ્વનાથનું મંદિર, તે પછી અમદાવાદના શેઠ કરમચંદ હીરાચંદનું વિ. સં. ૧૭૮૪ (ઈ. સ. ૧૭૨૮)માં કરાવેલ સીમંધરસ્વામીનું મંદિર, ને શેઠ સુંદરદાસ રતનજીએ કરાવેલ બે શાંતિનાથનાં મંદિરો છે. તેની બાજુમાં જ અમદાવાદના ભણશાલી કમળશી સેનાનું બંધાવેલ અજિતનાથનું મંદિર છે. મુખ્ય ચતુર્મુખ મંદિરની ફરતાં આ બધાં મંદિરોની ગોઠવણી સામંજસ્યના સિદ્ધાંત પર થયેલી હોવાથી આખુંય આયોજન સમતોલ જણાય છે. ખરતરવસી ટ્રકની બાજુમાં ડુંગરાય ઢોળાવ પર છીપાવલી ટ્રક આવેલી છે, તેમાં ચાર પ્રાચીન અને ત્રણ પ્રમાણમાં અર્વાચીન મંદિરે છે. તેમાં છીપાવસહી નામનું પૂર્વાભિમુખ મંદિર મુખ્ય છે. તેની વિ. સં. ૧૭૯૧ (ઈ. સ. ૧૭૩૫)માં ભાવસારેએ પુનઃપ્રતિષ્ઠા કરાવી કરે છે, પણ તે મૂળ ચૌદમી સદીમાં બનેલું છે અને ત્યારે પણ તે છીપાવસહી તરીકે ઓળખાતું હતું, તેમ જૂની તીર્થમાળાઓ પરથી જાણવા મળે છે. છીપાવસહી એ શત્રુંજય પરનાં ઉત્તમ મંદિરે પૈકીનું એક છે (ચિત્ર ૯). નાની નાજુક રચનામાં પ્રદક્ષિણા માર્ગ અને તેમાં ભીંતિયા ગોખલાઓમાં ચોવીસીની રચના છે. પાછળ ફાસનાવાળું દ્વાર છે અને મોઢા આગળ ચાકીઆળું છે. છીપાવસહી પાછળ રહેલું મંદિર મોટે ભાગે તો સંઘવી પિથડના સમયનું હશે તેમ લાગે છે. ચૈત્યપરિપાટીઓમાં તેને ‘ટોટરાવિહાર તરીકે પરિચય આપ્યો છે, જ્યારે ગઢની રાંગને અડીને આવેલું શ્રેયાંસનાથનું મંદિર ખરતરગચ્છીય શ્રાવકેએ વિસં. ૧૩૭૭ (ઈ. સ. ૧૩૨૧)માં ફરીને બનાવ્યું છે, અને મધ્યકાળમાં તે મહા વસહી' નામે ઓળખાતું હતું (ચિત્ર ૧૦). શ્રેયાંસનાથનું આ મંદિર તે પહેલાં ત્યાં હતું તેમ પ્રબંધોના ઉલ્લેખો પરથી જાણવા મળે છે. આ મંદિરનાં IFROl=ારાના:- રાગ માન. ૦૦૦૦ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34