Book Title: Tirthadhiraj Shree Shatrunjay
Author(s): Anandji Kalyanji Pedhi
Publisher: Anandji Kalyanji Pedhi

View full book text
Previous | Next

Page 28
________________ TITLજ્ઞક્સTETન્જીન્ન જ્જાન્યઆન્કIકરન્સ: ન્હાન્વIક્યારી ગ્રાન્ટના કારૂં જરા આ મંદિરની પ્રતિમાદિ વિસં. ૧૬૯ (ઈ. સ. ૧૩૧૩)માં ખંડિત થતાં સમરાશાએ પુનરુદ્ધાર સમયે નવાં ભદ્ર-ગવાક્ષો અને શિખર બનાવ્યાં. તે પછી સલ્તનત કાળે પ્રતિમા ફરીને ખંડિત થતાં વિ.સં. ૧૫૮૭ (ઈ. સ. ૧૫૩૧)માં ચિતડનિવાસી કર્માશાએ ગુજરાતના સુલતાન બહાદુરશાહનું ફરમાન લઈ પુન:પ્રતિષ્ઠા કરાવી. તે ઘટના પછી મંદિરનું શિખર જર્જરિત થઈ જતાં ખંભાતના શ્રાવક સેની તેજપાળે વિ.સં.૧૬૪૧ (ઈ. સ. ૧૫૮૫)માં શિખર, તેમ જ મંડપને અંદરથી ઉપર સુધી નવેસર કરાવ્યાં અને તે સમયે ચોકીઆળાંને સુંદર તોરણોથી શણગાર્યા LI (ચિત્ર ૬). મંદિરની પ્રતિષ્ઠાવિધિ તપગચ્છના આચાર્ય જગદગુરુ હીર વિજયસૂરિના ગુરુ વિજયદાનસૂરિએ કરેલી. તેજપાળ સેનીની રચનાનો લગભગ બધા જ ભાગ આજે ઊભે છે. તેજપાલ સોનીએ કરાવેલ ગવાક્ષ-મંડિત અને જાળીની કોરણથી શોભતું શિખર તેમ જ ગૂઢમંડપના ઉપરના માડમાં કરેલ વેદિકા પર બનાવેલ સંગીતકારિણી અને નૃત્યાંગનાદિ દિવ્ય પ્રતિમાઓ ખાસ દર્શનીય છે. શહેનશાહ અકબરના રાજ્યના શાંતિકાળ દરમિયાન બીજાં પણ મંદિરે આદીશ્વર ટૂંકમાં બંધાયાં છે, જેમાં ઈશાન ખૂણાનું બે મજલાવાળું ગાંધરવાળા શેઠ રામજી વર્ધમાને કરાવેલ ભવ્ય ચતુર્મુખ મંદિર, તેની સામેનું બીજુ બે માળનું પાંચભાયાનું મંદિર, અને તેની બાજુએ આવેલ “નવા આદીશ્વર”નું સુંદર કારીગીરીથી શોભતું મંદિર (ચિત્ર ૭), પાંચભાયાની પાછળનું બાજરીયાનું મંદિર વિ. સં. ૧૬૧૫ (ઈ. સ. ૧૫૫૯), નવા આદીશ્વર સામે સીમંધર સ્વામીનું મંદિર, મૂળાશાનું મંદિર વગેરે મુખ્ય રચનાઓ છે. આ સિવાય અઢારમા-ઓગણીસમા શતક દરમિયાન બંધાયેલાં સહસકૂટ (ચિત્ર ૬), સમેતશિખર, મેરુશિખર, વીસ વિહરમાન અને અષ્ટાપદનાં મંદિરે આ જ સમૂહમાં આવેલાં છે. આદીશ્વરના મંદિરની પાછળ પવિત્ર રાયણવૃક્ષ, દાદાનાં પગલાં અને જેડે અન્ય તીર્થનાં પગલાંને સાચવતી કુલિકાઓ અને પ્રસિદ્ધ “નાગર’નું દશ્ય બતાવતી તકતી છે. સોલંકીયુગમાં અને ત્યારબાદ કેટલીક સદી સુધી અહીં પાંચ પાંડવોની પ્રતિમાઓ પણ હતી. જ સારી રીતે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34