Book Title: Tirthadhiraj Shree Shatrunjay
Author(s): Anandji Kalyanji Pedhi
Publisher: Anandji Kalyanji Pedhi

View full book text
Previous | Next

Page 33
________________ ઉ૦૦૦૦૦ = = = === = == = == શત્રુંજયનાં બે શિખર વચાળેના ગાળામાં અગાઉ નિર્દેશિત ! | મોતીશા શેઠની ટૂક આવેલ છે. તેની પ્રતિષ્ઠા મોતીશા શેઠના પુત્ર છે ખીમચંદભાઈએ વિ. સં. ૧૮૯૩ (ઈ. સ. ૧૮૩૭)માં કરાવેલ. આમાં મુખ્ય મંદિર તથા પુંડરીકજીનું મંદિર મોતીશા શેઠનું છે; જ્યારે પહેલું ધર્મનાથનું અમદાવાદના શેઠ હઠીસિંગ કેસરીસિંગ અને બીજું અમરચંદ દમણીનું છે. તે ઉપરાંત ત્યાં ચોકમાં બે સામસામાં ચૌમુખ મંદિરો છે; જેમાં પહેલું મોતીશા શેઠના મામા પ્રતાપમલ્લ જોઈતાએ અને બીજું ધોલેરાવાળા શેઠ વીરચંદ ભાઈચંદે કરાવ્યું છે. આ સિવાય પણ અહીં બીજા નવ મંદિરો છે, જેની વિગત નીચે મૂજબ છે: નામ નિર્માતા ચૌમુખજીનું મંદિર માંગરોળવાળા નાનજી ચીનાઈ આદીશ્વરનું મંદિર અમદાવાદવાળા ગલાલબાઈ પદ્મપ્રભનું મંદિર પાટણના શેઠ પ્રેમચંદ રંગજી પાર્શ્વનાથનું મંદિર સુરતવાળા શેઠ ખુશાલચંદ તારાચંદ સહસ્ત્રકૂટનું મંદિર મુંબઈવાળા શેઠ જેઠાશા નવલશા સંભવનાથનું મંદિર શેઠ કરમચંદ પ્રેમચંદ સુપાર્શ્વનાથનું મંદિર ખંભાતવાળા પારેખ સ્વરચંદ હેમચંદ મહાવીરસ્વામીનું મંદિર પાટણવાળા શેઠ જેચંદ પારેખ ગણધર પગલાનું મંદિર સુરતવાળા શેઠ ખુશાલચંદ તારાચંદ ટૂકની બહાર વાપી-કુંડ છે. કુંડને છેડે કુંતાદેવીની મૂર્તિ છે. કુંતાસરના મેદાનની પાસે નવ ટ્રકને રસ્તે આદિપુર ગામને છેડે ઘેટી પાગ આવે છે, ત્યાં દેરીમાં ચોવીસ તીર્થકરોની પાદુકા છે. આદિનાથની યાત્રા કરનારે અહીં પણ જવું આવશ્યક મનાય છે. - રામપોળથી છ ગાઉની પ્રદક્ષિણાને રસ્તો શરૂ થાય છે, તેના માગમાં સિદ્ધવડ, ઉલકાઝલ અને ચિલ્લણ કે ચલણ તલાવડીનાં તીર્થો આવે છે, જેનો ઉલ્લેખ પ્રાચીન ચૈત્યપરિપાટીકારોએ કર્યો છે. શત્રુંજયતીર્થ એ જૈનોનું મહિસ્ર તીર્થ હોવા ઉપરાંત સમસ્ત ભારતનાં પવિત્ર તીર્થધામો અને દર્શનીય સ્થળોમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે. = = = = === =TJ V == = Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 31 32 33 34