Book Title: Tirthadhiraj Shree Shatrunjay
Author(s): Anandji Kalyanji Pedhi
Publisher: Anandji Kalyanji Pedhi

View full book text
Previous | Next

Page 24
________________ - IES/- નારા: કાકકક કકકકav Pavages: 1 pe=TPSTRATI) વાઘણપોળમાં બીજા મંદિરે આ ખરતરવસહીને છોડી આગળ વધતાં તેની બાજુમાં વિમલનાથ મેં અને અજિતનાથનાં વિ. સં. ૧૬૮૮ (ઈ. સ. ૧૬૩૨) માં બંધાયેલાં મંદિરો આવે છે. તે પછી ભાવનગરના શેઠ કુંવરજી લાધાનું સહસ્ત્રફણું પાર્શ્વનાથનું મંદિર વિ. સં. ૧૮૧૫ (ઈ. સ. ૧૭૫૯), ને પાટણના . શેઠ પન્નાલાલ પૂરણચંદ કટાવાળાની દેરીને છોડીને આગળ જતાં ધર્મનાથનું મંદિર આવે છે; તે ચૌદમા શતકની સુંદર કોતરણીવાળું મંદિર છે. તેની બાજુમાં વિ. સં. ૧૬૮૩ (ઈ. સ. ૧૬૨૭) માં હીરબાઈએ પુનર્નિર્માણ કરાવેલ ચંદ્રપ્રભસ્વામીનું, મંડપમાં મોટા કોરણીયુક્ત સુડોળ તોરણવાળું, મંદિર છે. અને તેને અડીને, પણ પાછળ ખેંચીને બાંધેલું, જામનગરના બુદ્ધિનિધાન ઓસવાળ શ્રેષ્ઠી બંધુઓ વર્ધમાન શાહ અને પદ્મસિંહ શાહનું વિ. સં. ૧૬૭૮ (ઈ. સ. ૧૯૨૨)માં બંધાવેલ શાંતિનાથનું શિલ્પમડિત મંદિર છે. તેની આગળ જગતશેઠનું સુમતિનાથનું મંદિર તેમ જ સૂર્ય કુંડ પાસે સહસ્ત્રફણા પાર્શ્વનાથનું મંદિર છે. “કુમાર-વિહાર' અંગેની હકીક્ત હવે આ હારના છેડાનું, આજે બે'એક સદીથી “કુમારપાળ” ના મંદિર તરીકે ઓળખાવવામાં આવતું મંદિર આવે છે. વસ્તુતઃ આ મંદિર પણ ચૌદમી સદીમાં, વિ. સં. ૧૩૭૭ (ઈ. સ. ૧૩૨૧) આસપાસ, ખરતરગચ્છના આચાર્યની પ્રેરણાથી બંધાયું છે. ગુર્જરેશ્વર કુમારપાળે , શત્રુંજય પર મંદિર બંધાવ્યું હોવાનું રાજર્ષિના ગુરુ હેમચંદ્રાચાર્ય, કે વિ. સં. ૧૨૪૩ (ઈ. સ. ૧૧૮૭) માં “કુમારપાલપ્રતિબંધ છેલખનાર સમપ્રભાચાર્ય, કે વસ્તુપાળ-તેજપાળના સમકાલીન લેખકોની છે -નરેન્દ્રપ્રભસૂરિ, ઉદયપ્રભસૂરિ, જયસિંહસૂરિ ઇત્યાદિની-પ્રશસ્તિઓમાં, કે જિનપ્રભસૂરિ, મેરૂતુંગાચાર્ય, કકકસૂરિ, જિનહર્ષસૂરિ સરખા પ્રબંધકારો-ચરિત્રકારો ઉલ્લેખ કરતા નથી, કે નથી આવતો સત્તરમા શતક સુધીના ચૈત્યપરિપાટીકાએ પર્વત પર કુમારવિહારમાં વંદના કર્યાને ઉલ્લેખ. જેમ ખરતરવસહીને “વિમલવસહી” નામ અઢારમા શતકમાં પ્રાપ્ત થયું, તેમ આ મંદિરને પણ તે જ અરસામાં ‘કુમારવિહાર” - રાજા- રાણીye Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34