Book Title: Tattvarthadhigam Sutra Part 01
Author(s): Bhavyadarshanvijay
Publisher: Shripalnagar Jain S M Derasar Trust

View full book text
Previous | Next

Page 5
________________ પુન: પ્રકાશન પ્રસંગે......... જૈનશાસનની શાસ્ત્રસંપત્તિને કોઈ તાગ પામી શકાય એવો નથી. એ શાસ્ત્રગ્રંથોમાં સમગ્રવિશ્વનું તત્ત્વજ્ઞાન સમાયેલું છે. વાચકપ્રવર શ્રીઉમાસ્વાતિજી મહારાજાની, તત્ત્વોનો સંગ્રહ કરવાની કળાકુશળતાને ન્યાય આપતા કાલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાએ કહ્યું છે કે - “તત્ત્વોનો સંગ્રહ કરવામાં ઉમાસ્વાતિજી મહારાજ શિરમોર છે.” તેઓ 500 મહાન ગ્રંથોના રચયિતા છે. એમાં તેઓશ્રીનું મહાશાસ્ત્ર . 'તત્વાર્થસૂત્ર' આબાલગોપાલ પ્રસિદ્ધ છે. એની ગરિમા-મહિમાથી આકર્ષાઈને એના ઉપર શ્વેતાંબર - દિગંબર આચાર્યાદિ મુનિઓએ લગભગ 25 જેટલા સંસ્કૃત વિવેચનો લખ્યા છે. એમાં પ્રાચીન મહર્ષિ શ્રીસિદ્ધર્ષિગણિની ટીકા ઘણું ઘણું વૈશિટ્ય ધરાવે છે. ઘણાં વર્ષો પૂર્વે બે ભાગમાં પ્રકાશિત થયેલ આ ગ્રંથરત્નના પુન: પ્રકાશનરૂપે પુનરુદ્ધારની ખૂબ આવશ્યકતા હતી. અમારે ત્યાં બે-બે ચાતુર્માસ કરી ઉપકારની વર્ષા વર્ષાવનાર ધર્મતીર્થપ્રભાવક પૂ.આ.ભ. શ્રીમદ્ વિજયમિત્રાનંદસૂરીશ્વરજી મહારાજાએ આ ગ્રંથના પુન: પ્રકાશનની પ્રેરણા કરી, એનો સહર્ષ સ્વીકાર કરી અમારા ટ્રસ્ટના જ્ઞાનખાતા તરફથી આ ગ્રંથ પુન: પ્રકાશિત થઈ રહ્યો છે. પરમપૂજ્ય તપોગચ્છાધિપતિ પરમશાસનપ્રભાવક વ્યા. વા. શાસન સંરક્ષક સાચા સંઘહિતચિંતક આ.ભ.શ્રીમદ્ વિજય રામચન્દ્ર સૂરીશ્વરજી મ.સા.ની દિવ્યકૃપા પુન: પ્રકાશનમાં પ્રેરકબળ બની છે. પુન: પ્રકાશનમાં, પૂર્વ પ્રકાશક શ્રેષ્ઠિ દેવચંદ લાલભાઈ પુસ્તકોદ્ધાર ફંડના અમે આભારી છીએ. શ્રીશ્રીપાળનગર જૈન છે.મૂ.દેરાસર ટ્રસ્ટ તથા શ્રીશ્રીપાળનગર જૈને છે. મૂ. ઉપાશ્રય ટ્રસ્ટની સ્થાપનાના ચકો વિ.સં.૨૦૨૨ માં ગતિમાન થયા. સં. 2026 માં શ્રીશ્રીપાળનગર બિલ્ડીંગ તૈયાર થયું. જેનો આવીને - વસવા લાગ્યા. સં. 2029 માં ગગનચુંબી, આમૂલચૂલ સંગેમરમરનું દેરાસર તથા વિશાળ ઉપાશ્રય તૈયાર થયો. જૈનમંદિરમાં ભૂમિગૃહમાં તથા ઉપરના ગભારામાં પધરાવવા માટે મેવાડના દેલવાડા ગામથી 57. ઈંચના શ્રી મુનિસુવ્રતસ્વામી તથા 51 ઈંચના શ્રીઆદિનાથ ભગવાનના નયનરમ્ય પ્રાચીન જિનબિંબો મળી ગયાં. પરમ પૂજ્ય સંઘકૌશલ્યાધાર સિદ્ધાંતમહોદધિ કર્મસાહિત્યનિપણમતિ સુવિશાલગચ્છાધિપતિ સંયમત્યાગતપોમૂર્તિ આ. ભ. શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજાના પટ્ટધરરત્ન પરમશાસનપ્રભાવક વ્યાખ્યાનવાચસ્પતિ સુવિશાલ ગચ્છાધિપતિ પૂ. આ. ભ. શ્રીમદ વિજ્ય રામચન્દ્રસૂરીશ્વરજી મ. સા. ના વરદહસ્તે શાનદાર પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો, તે જ સમયે પૂ.આ.ભ. શ્રીજીના સમુદાયના પૂ. મુનિભગવંતોની આચાર્યપદવીઓ થઈ. ' પ્રતિષ્ઠા મહોત્સવબાદ દિન-પ્રતિદિન સર્વાગીણ વિકાસ થતો રહ્યો. એક પછી એક પૂ. આચાર્યભગવંતાદિ મુનિભગવંતોના ચાતુર્માસો, ઉપધાનાદિ એકથી એક ચઢિયાતા ધર્માનુષ્ઠાનો થતા રહ્યા. જૈન પાઠશાળા, આયંબિલખાતું વગેરે સંસ્થાઓ ઉદય પામી અને સવાસ પણ ચોમેર પથરાઈ. અહીંનો જ્ઞાનભંડાર પણ સમઢ છે. શ્રીસંઘ પણ છવદયા, દેવદ્રવ્ય, પ્રભુભક્તિના મહોત્સ, વૈયાવચ્ચ વગેરેમાં ભારે ઉદારતાથી લાભ લે છે. વર્ષીતપના સામુહિક પારણાં પણ દરસાલ કરાવાય છે. - જ્ઞાનખાતામાંથી પ્રાચીન-અર્વાચીન ગ્રંથપ્રકાશનોનું કાર્ય પણ ચાલું થયું છે. આ ગ્રંથ ટ્રસ્ટની શ્રુતભકિતના ગૌરવમાં વધારો કરશે એમાં શંકા નથી. તીર્થોદ્ધાર તેમજ જીર્ણોદ્ધારમાં આ દ્રસ્ટે લાખો રૂપિયા ખર્ચી છે અને ખર્ચવાનું કાર્ય અવિરત ચાલું છે. * લિ. ટ્રસ્ટી મંડળ લાલચંદ છગનલાલજી લાગઠા સોહનલાલ રૂપાજી હુકમચંદ ભેરૂમલજી જુગરાજ પુખરાજજી રાંકા (સ્વ. પુખરાજ હીરાચંદજી શંકાના સ્થાને)

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 514