________________
૫૪. -
શ્રી તવાર્થ પરિશિષ્ટ મૂલ અને ભાષાન્તર.
5
6
--
---
----&--
-- ૧ -
આ ઉપરથી એક દિશાની પંકિતના છેલેથી ૩૧ વિમાનની જેટલી લંબાઈ તેટલી સ્વયંભુરમણ સમુદ્રની એક દિશાની લંબાઈ સિદ્ધ થઈ. તેનાથી અડધા પ્રમાણને રવયભરમણ દ્વીપ છે, તેની ઉપર સમ દિશામાં દ્વિીપની ચારે દિશા ઉપર દરેક પતિના રોલ સેલ વિમાને આવેલા છે, તે એક પંકિતના સોલ વિમા નેની જેટલી લંબાઈ તેટલી દ્વીપની એક દિશા છે. આઠ આઠ વિમાનો ભુતસમુદ્રની ઉપર, એક દિશાના આઠ વિમાનની જેટલી લંબાઈ તેટલી જ ભુતસમુદ્રની એક દિશાની લંબાઈ જાણવી તેનાથી અડધે યક્ષ દ્વીપ છે તેની ઉપર ચાર ચાર વિમાને એક દિશામાં આવેલા છે, એ ચારે વિમાનની લંબાઈ પણ તે દ્વીપની એક દિશા જેટલી છે. દરેક દિશાના બબે વિમાને નાગસમુદ્રની ઉપર ચારે દિશામાં આવેલા છે, નાગસમુદ્રની એક દિશાની લંબાઈ એક દિશાના બે વિમાન જેટલી છે. દરેક પ્રતરની ચારે પંક્તિમાંનું પહેહું વિમાન દેવદ્વિીપ ઉપર છે, દેવદ્વીપની એક દિશાની જેટલી લંબાઈ તેટલી જ દરેક પંક્તિમાના એક દિશાના ઇંદ્રક વિમાન પછીના પહેલા વિમાનની લંબાઈ જાણવી. જે ઇંદ્રકવિમાન પહેલા પ્રતરનું છે, તે ૪૫ લાખ એજનનું છે. તે અઢી દ્વીપના ઢાંકણ તરીકે રહેલું છે. અનુત્તરવિમાનની અંદર જે ઈંદ્રક વિમાન રહેલું છે, તે એક લાખ જન પ્રમાણુનું છે. - વૈદરાજ લેકની અંદર પીસતાલીસ લાખ એજનના વિસ્તાર વાળી ચાર અને એક લાખના વિસ્તારવાળી ત્રણ વસ્તુઓ છે.
પહેલી નારકીને સીમતક નરકાવાસ, અઢીદ્વીપ પ્રમાણુનુ મનુષ્યક્ષેત્ર, સધર્મદેવલોકનું પહેલા પ્રતરનું ઉડુ નામે ઇંદ્રક વિમાન અને સિદ્ધશિલા એ દરેક પીસતાલીસ લાખ જનવિસ્તારવાળા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org