Book Title: Sulabh Charitrani Part 02 Author(s): Vajrasenvijay Publisher: Bhadrankar Prakashan View full book textPage 6
________________ પ્રકાશકીય પરમ પૂજ્ય અધ્યાત્મ ઉપનિષદ્વેત્તા પરમ ગુરુદેવ પંન્યાસપ્રવર શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્યશ્રીના કૃપાપાત્ર પ્રશિષ્યરત્ન પંન્યાસ શ્રી વજ્રસેનવિજયજી ગણિવર્ય...પોતાની તબીયતની અસ્વસ્થતા હોવા છતાં જ્ઞાન પ્રત્યેની પ્રીતિ-ભક્તિના કારણે નાના મહાત્માઓને જ્ઞાન આરાધનામાં સહાયક બનવા સતત પ્રયત્નશીલ હોય છે. તેથી જ હેમસંસ્કૃત પ્રવેશિકાના રચયિતા પંડિતવર્ય શ્રી શીવલાલભાઈના સ્વર્ગવાસ બાદ તેમના સુપુત્રરત્ન શ્રી દિનેશભાઇ પાસેથી અનુમતિ મેળવીને પ્રકાશિત કરાવીને મહાત્માઓ-મુમુક્ષુઓને ઉપયોગી બન્યા. સુલભચરિત્રાણી ભાગ-૧ જે પાઠ્યપુસ્તક બની ગયું. એવી જ રીતે હવે વિદ્યાર્થીવર્ગને સંસ્કૃતમાં વાંચનમાં આગળ વધે અને બોધ પણ થતો જાય તે દૃષ્ટિને લક્ષ્યમાં રાખીને સુલભચરિત્રાણિ ભાગ-૨-૩ નું સંપાદન કરી રહ્યા છે. હાલ તો પૂજ્યશ્રીનું સ્વાસ્થ્ય ખૂબ જ અસ્વસ્થ હોવા છતા તેમના માર્ગદર્શનથી તેમના જ લઘુગુરુબંધુ પૂજ્ય આ. શ્રી હેમપ્રભસૂરીશ્વરજી મહારાજ સંપાદન કરીને પૂજ્યશ્રીનું પૂજ્યશ્રીને અર્પણ કરી રહ્યા છે. પ્રાંતે આ ગ્રંથના અધ્યયન દ્વારા મુમુક્ષુ આત્માઓ આત્મકલ્યાણ કરી શિવસુખના ભોક્તા બને એ જ શુભ ભાવના -શ્રી ભદ્રંકર પ્રકાશનPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 154