________________
એ ધ્યેયની સિદ્ધિમાં સંસ્થા અને સમાજનું શ્રેય છે અને એથી તે અમને આશા છે કે સમાજ સંસ્થા પ્રત્યેનું પિતાનું કર્તવ્ય કદી જ નહિ ચૂકે.
જે સહસ્થ એ આ પુસ્તક-પ્રકાશનમાં પહેલેથી જ આર્થિક સહાયતા આપી અમારા માર્ગ સરળ કરી આપે છે તેઓને અમે આ તકે આભાર માનીએ છીએ. તેઓના સહકાર વિના આ કાર્ય ઉપાડવાની સંસ્થાની ગુજાસ જ ન હતી. તે સહાયક મહાશયોની નામાવલી આ પુસ્તકને છેડે આપી છે. આ સુંદર ગ્રંથ જનતા પાસે મૂકવાની પરવાનગી આપવા માટે લેખક શ્રી ના અમે અત્યન્ત કૃતજ્ઞ છીએ. પ્રાંતે, માંડલ (તા. વીરમગામ ના ગૃહસ્થ મહદય શ્રીમાન શેઠ હીરાચંદ ધરમશીભાઈએ આ પુસ્તકના પ્રકાશનમાં એક હજારની રકમ આપી પ્રશંસનીય ઉદારતા બતાવી આ પુસ્તકને પ્રકાશિત કરવાના અમારા ઉત્સાહને જે વેગીલે બનાવ્યો છે તે માટે આ સભા એ ઉદાર મહાનુભાવ રહસ્થને આદરપૂર્ણ આભાર માની આદત થાય છે.
ભોગીલાલ ચુનીલાલ કાપડીયા, આષાઢ પૂર્ણિમા, છે. વિ. સં. ૨૦૦૫
મણિલાલ નભરૂચંદ શાહ પાટણ ,
માનદ મંત્રીઓ શ્રીહમચન્દ્રાચાર્ય જેનસભા, પાટણ,
Ahol Shrutgyanam