Book Title: Stuti Tarangini Part 01 Author(s): Bhadrankarsuri Publisher: Labdhi Bhuvan Jain Sahitya Sadan View full book textPage 8
________________ [૫] એટલામાં મારી ઉપરોકત ઇચ્છાને ફેલવતી બનાવનારો એક પ્રસંગ ઉપસ્થિત થયો અને તે એ કે મને લાગેટ ત્રણ વર્ષથી વર્ષીતપ શરૂ હતો. તે તપનું પારણું મારી જન્મભૂમિ સૂર્યપુર-સુરતમાં થાય એવો મારા સંસારી કુટુંબીવર્ગને સદાગ્રહ હતો એટલે વિ. સં. ૨૦૦૩ ના ફાગણમાસમાં ભૂલેશ્વર લાલબાગ–મુંબઈમાં મારા સંસારી માતુશ્રી મોંઘીબહેન તથા સંસારી ભાઈઓ શોભાગચંદ, ચીમનલાલ અને સુરચંદ આદિ તેમજ સુરતના શ્રી મેહનલાલજી જૈન ઉપાશ્રયના ટ્રસ્ટી ભાયચંદ ગુલાબચંદ નગીનચંદ ઝવેરી આદિ પૂ. આચાર્ય ભગવંતને સુરત પધારવા માટેની વિનંતિ અર્થે આવ્યા અને લાભાલાભ જાણી પૂ. સૂરીશ્વરજી મહારાજે તેઓની વિનંતિનો સ્વીકાર કર્યો. મુંબઈથી તરત વિહાર કરી લગભગ બાવીસ ઠાણા સહિત ચે. વ. ૦))ના પૂ. આચાર્યદેવ સત્કાર સુરત પધાર્યા અને વૈ. શુ. ૩ ના કતારગામ, કે જ્યાં શ્રી આદીશ્વરભગવાન, શ્રી પુંડરીકસ્વામીજી અને રાયણુતલે શ્રીઆદીશ્વરપ્રભુજીના પગલાં છે ત્યાં અન્તિમ નવ ઉપવાસે સુખરૂપ પારણું કર્યું અને ત્યાં મારા સંસારી ત્રણ ભાઈઓ તરફથી આંગી, પૂજા આદિ તેમજ ગોપીપુરા મેટારસ્તા ઉપર આવેલ શ્રી કુષ્ણુનાથભગવાનના જિનાલયે વરસીતપની નિર્વિધ્ર પૂર્ણાહુતિ નિમિતે અષ્ટાદ્ધિકામોત્સવ અને શાન્તિસ્નાત્ર આદિ સુંદર કાર્યો થયાં. આ શુભ પ્રસંગને પામી મારા સંસારી ભાઈ ચીમનલાલ ઠાકરભાઈ ઝવેરીએ સાગ્રહ કામકાજ બતાવવા વિનંતિ કરી. શું કામ બતાવવું એનો નિર્ણય ન હોઈ અવસરે જોઈ લેવાશે એવા પ્રકારને મેં ઉત્તર આપ્યો. થોડાક મહિના બાદ એ અંગે વિચાર કરતો સર્વજનો પયોગી કોઈ સુંદર અને સરળ સાહિત્ય બહાર, પાડવાને મારા ચક્કસ નિર્ણય થતાં ચીમનલાલે પોતાના પૂ. પિતાશ્રી ઝવેરી ઠાકોરભાઈ શીવચંદના પુણ્યસ્મરણાર્થે ૫૦૦ નકલ લેવાનું જણાવ્યું. આથી તે નિર્ણયને અમલમાં મૂકવા માટે વિ. સં. ૨૦૦૪ ના પૂનાકેમ્પના ચાતુર્માસ દરમ્યાન જેઠ સુદ ૧૦ તા. ૧૬-૮-૪૮ બુધવારની સવારે સાત વાગે તે કાર્યને સમારંભ પૂ. ગુરુદેવેશની પવિત્ર છાયામાં થયો. માંગરેલ (સૌરાષ્ટ્ર) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 564