________________
[૨૦] માટે જ એક સ્તુતિમાં ચાર અધિકાર બતાવનારી ટીકાઓ પણ ઉપલબ્ધ થાય છે અને તેમાં ચાર અધિકાર બતાવવાની ચેષ્ટા કરેલી નજરે પડે છે.
આ બધી કૃતિઓ ઉપરથી આપણા પૂર્વજ મહર્ષિઓએ કેટલો બધો શ્રમ ઉઠાવ્યો હશે તેનું માપ કાઢી શકાય છે. એ પરમ પુરુષોએ નાનકડી સ્તુતિઓમાં પણ સિદ્ધાતેનું રહસ્ય સમાવી દીધું છે કે જેની ટીકાઓવૃત્તિઓ લખવા બેસીએ તો મોટા મોટા ગ્રન્થ બની જાય.
વળી આ ગ્રન્થમાં પંચમી, અષ્ટમી આદિ તિથિઓની સ્તુતિઓને સંગ્રહ એ અપેક્ષાએ સમજવો કે અન્ય દિવસોમાં પણ તે સ્તુતિઓ બેલી શકાય છે કેમકે અષ્ટમીના સંસારાવા. અને શુદ પંચમીએ શ્રીનેમિ ચિહિ૫૦ થાયની પરંપરા રૂઢ થઈ ગઈ છે. અન્ય દિનોમાં અમુક જ સ્તુતિ બાલવી જોઇએ એવી રૂઢી નથી તેથી જ શુકલપંચમી અને અષ્ટમી સિવાયના દિવસમાં પણ એ સ્તુતિઓ બોલી શકાય છે. કેમકે આવી સુંદર સ્તુતિઓના સર્જનહારે પૂર્વ મહર્ષિઓ છે.
આ બધી કૃતિ રચનાર મહર્ષિએ ક્યારે થયો અને તેની રચના કયાં કરી વિગેરે વિષયો પ્રસ્તાવના ખૂબ ખૂબ લાંબી થઈ જવાના ભયથી અત્ર આપતા નથી. આ સંકલનામાં બીજી વિશેષતા એ છે કે સંપાદક અને સંગ્રાહક મુનિશ્રી નેમવિજયજીએ ખંભાતના શ્રી શાન્તિનાથ ભગવાનના તાડપત્રીય ભંડારના તાડપત્રો ઉપર લખાયેલી ત્રણ થેયને પણ સંગ્રહ કરી લીધા છે. એવી એ પ્રત તે ઘસાઈ ગયેલી હતી કે તેમાં એક પાદ ખૂટતું હતું તે પણ [ ] આ ચિહ્નની અંદર ખૂટતા તે પાદને ગોઠવી થેયને સંપૂર્ણ કરી છે. કેટલેક ઠેકાણે ટીપ્પણુઓ પણ કરવામાં આવી છે.
અંતમાં આપણે ઉદારચરિત જેસિંઘ, પૂર્વ પુરૂષો અને વર્તમાન મહાપુરુષોની અસાધારણ કૃતિઓને સુંદર રીતિએ સંગ્રહ કરી જગતના ચોગાનમાં મૂકે તે જે પ્રતિષ્ઠાને ભેગવી રહ્યો છે તે કરતાં પણ ઘણી ઉજળી પ્રતિષ્ઠાને મેળવનારો થાય. કેવલ પ્રતિષ્ઠાને જ નહિ પણ જેન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org