________________
[ ૧૮ ]
ઉપર રચેલી પૂ. અભયદેવસ, મ.ની ટીકાને જે પાઠ આપવામાં આવે છે, તે પણ બરાબર નથી કેમકે પૂ. અભયદેવસ. મ એ “ચતુર્થી સંતુતિઃ વિટાવીના” આ જે પંકિત લીધી છે તે એક પક્ષાશ્રિત છે. પણ તેમની માન્યતા રૂપે કે ચોથી થેયના નિષેધાર્યું નથી. એઓશ્રીએ વળી પંચાશકની એ વ્યાખ્યામાં ત્રણ મત બતાવ્યા છે એમાં પિતાને કયો મત ઈષ્ટ છે તે જણાવ્યું જ નથી, પૂ. અભયદેવસ્ મ.ના ગુરુભાઈ પૂ. શેભનદેવ સ. મ.એ શોભનÚતમાં ચાવીશ જિનના વીશ સ્તુતિ જોડાઓ બનાવ્યા છે એટલે પૂ. અભયદેવસૂ. મ.ની પરંપરામાં ચાર સ્તુતિઓ ચાલતી જ હતી, આથી તેઓશ્રી ચેથી સ્તુતિ એ અર્વાચીન છે એમ કહેજ નહિ, માટે પૂ. અભયદેવસૂ. મ.ના નામથી ચતુર્થ સ્તુતિનો નિષેધ કરવો એ અયોગ્ય છે. ચતુર્થસ્તુતિ માટે વિશેષ જ્ઞાન સંપાદન કરવાની ભાવનાવાલા આત્માઓએ સ્વ. પૂ. વિજયાનંદસ્ (શ્રી આત્મારામજી) મ. કૃત ચતુર્થસ્તુતિનિર્ણય પુસ્તક વાંચી લેવું. કહેવાની મતલબ એ છે કે ચાર સ્તુતિઓ રચવાને અને બલવાને કાળ ઘણો જ પ્રાચીન છે. અહિંયાં શાસનના દેવદેવીઓની પ્રશંસા કરવામાં આવે છે તે સમકિતદષ્ટિ જ સમજવા પણ મિથ્યાષ્ટિ નહિ કેમકે ચાર સ્તુતિઓમાં શાસનના દેવદેવીની સ્તુતિ કરવામાં આવે છે તે પ્રભુના સેવક તરીકે જ શ્રાવકની પ્રશંસા થાય જ નહિ આવું બેલનાર એકાંતવાદી છે કેમકે પ્રભુ મહાવીર સ્વામી ભગવાને પણ સાધુઓ આગળ આણંદ, કામદેવ આદિ શ્રાવકની પ્રશંસા કરી છે, અને અંગસૂત્રમાં દેવતાઓના અવર્ણવાદના નિષેધ પૂર્વક સુલભબધિપણામાં કારણરૂપે દેવોના વર્ણવાદનું વિધાન કર્યું છે. સ્તુતિના પ્રકારે - કેટલીક સ્તુતિએ કેવલ જિનેશ્વરભગવંતના ગુણોને જ ગાનારી, કેટલીક ઉપદેશાત્મક, કેટલીક પર્વના મહામ્યને પ્રદર્શિત કરનારી અને કેટલીક આત્મનિંદાત્મક પણ હોય છે. પણ વાસ્તવિક રીતે સ્તુતિના ભેદે પૂ. ઉપાધ્યાય શ્રીયવિજયજી મહારાજાએ જે પાડ્યા છે. તે સુંદર છે. એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org