________________
|| ૧૩ ] જેમ આપણે કેટલાક આગમ (સૂયગડાંગ વિગેરે) પદ્યાત્મક રચનારૂપે છે અને કેટલાક ગદ્યાત્મકે છે. જ્યારે કેટલાક ગદ્ય અને પદ્યરૂપે છે જેમ આવશ્યકસૂત્રમાં કેટલાક જFસ્થળે આદિ સૂત્ર છે કે જે શ્રીજિનભગવંતોની સ્તુતિરૂપ છે તે ગદ્યાત્મક છે અને ઢોસ્ત આદિ સૂત્રો છે તે પદ્યાત્મક છે. જેમ આપણે ગણધરમહારાજાઓએ, પૂર્વાચાર્યોએ અને સ્થવિરમહષિઓએ પદ્યાત્મક, ગદ્યાત્મક તથા ઉભયાત્મક ગ્રન્થની રચના કરી છે તેવી જ રીતે જેનેરેમાં પણ ગ્રન્થરચનાઓ દેખાય છે. વિક્રમની પ્રથમ સદીમાં થયેલા ઈશ્વરકૃષ્ણચિત સાંખ્યકારિકા એ પદ્યાત્મક છે અને સાંખ્યસૂત્ર એ ગદ્યાત્મક છે. આ પ્રમાણે સર્વ શાસ્ત્રકારોની પ્રવૃત્તિ હોવા છતાં આપણા સમાજમાં પ્રાયઃ બહેળે સમુદાય પદ્યાત્મક સ્તુતિઓ જ ગાય છે તેથી આ ગ્રન્થમાં પદ્યાત્મક સ્તુતિઓ જ ગ્રહણ કરવામાં આવી છે. આ ગ્રન્થમાં સંકલિત કરેલી સ્તુતિએ ઘણું જ ઓછી છે. હજી પણ આપણું જૈન ભંડારેમાં હસ્તલેખિત અવસ્થામાં ઘણું ઘણું સ્તુતિઓને સંગ્રહ એમ ને એમ પડેલ છે તેને સંગ્રહ કર બાકી રહે છે, તેને બીજો ભાગ તૈયાર કરવા હજી પણું આ ગ્રન્થના સંગ્રાહક–સંપાદક ભાવના રાખી રહ્યા છે. આશા છે કે હસ્તલેખિતભંડારેના કાર્યવાહકો તેમને હસ્તલેખિત પ્રત આપી તેમના કાર્યને વેગ આપશે. આ સ્તુતિસંગ્રહમાં લગભગ તપાગચ્છીય શ્રીશ્રમશુકૃતિઓને જ સંકલિત કરવામાં આવી છે. સ્તુતિનો પરિચય અને સ્વૈત્રાદિકથી તેનું જુદાપણું
સ્તુતિ એટલે શું ? જેમાં જે ગુણો રહેલા હોય તેના ગુણાનુવાદનું નામ સ્તુતિ છે. જો કે આ ગ્રન્થમાં સંકલિત કરેલી સ્તુતિઓ પ્રાયઃ કાત્સગ કર્યા પછી જ બલવાની હેઈ, પૂર્વાચાર્યોએ સ્તુતિનું જે લક્ષણ બાંધ્યું છે તે બરાબર ઘટી જાય છે. યોત્સનન્તર મખ્ય તતઃ સ્તુતચ: કાયોત્સર્ગ કર્યા પછી જે લેકે બેલાય તેનું નામ સ્તુતિ છે. આ પ્રમાણેની રૂઢી છે તેથી જ સ્તુતિની સ્તોત્રથી પૃથતા સાબિત થઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org