Book Title: Siddhahemshabdanushasana Part 3 Author(s): Bechardas Doshi Publisher: University Granth Nirman Board View full book textPage 7
________________ જેમકે સંસ્કૃત ઘર, વટ, કટ વગેરે શબ્દોના નું રૂપે પરિવર્તન કરી દઈએ એટલે એ બધા સંસ્કૃતના શબ્દ પ્રાકૃત ભાષાનું રૂપ ધારણ કરી શકે છે. આ રીતે આચાર્યશ્રીએ સંસ્કૃતના તમામ શબ્દોને મૂળ પ્રકૃતિરૂપે રાખી તે તમામ શબ્દમાં કયાં કેવા પ્રકારનું પરિવર્તન કરવું, એ બાબત પ્રસ્તુત આઠમા અધ્યાયરૂપ પ્રાકૃત વ્યાકરણમાં સરળ સંસ્કૃત ભાષા દ્વારા ચેલાં નાનાં નાનાં સૂત્રો અને તેની પ્રાશિwા નામની વૃત્તિ દ્વારા સમજાવેલ છે. મૂળ શબ્દો એટલે ઘર, વટ, વર વગેરે શબ્દો કયા ધાતુ દ્વારા અને ક્યા પ્રત્યય દ્વારા નીપજેલ છે એની ચર્ચા આચાર્ય સપ્તાધ્યાયીરૂપ સંસ્કૃત શબ્દાનુશાસનમાં જ સમજાવેલ છે. એટલે પ્રસ્તુત પ્રાકૃત વ્યાકરણમાં મૂળભૂત કઈ શબ્દોને સાધવાની ચર્ચા વિશે કશું લખવાની આચાર્યને જરૂર જણાઈ નથી. આચાર્યું સંસ્કૃત ભાષાના વિદ્વાન લોકોને પ્રાકૃત ભાષાનો બેધ સરળતાથી થઈ જાય તે માટે પ્રસ્તુત પ્રાકૃત વ્યાકરણરૂપ આઠમા અધ્યાયની જે રીતે રોજના કરેલ છે તેને સવિસ્તર પરિચય આ રીતે છે-- શરૂમાં જ આચાર્યે કહ્યું કે મય ત્રાકૃતમ્ અર્થાત હવે પ્રાકૃત ભાષાના બંધારણ બાબત કહેવાનું છે. અત્યાર સુધી સંસ્કૃત ભાષાના બંધારણ વિશે જે કહેવાનું હતું તે આગળના સાત અધ્યાયમાં કહી દીધું છે. હવે આઠમો અધ્યાય પ્રાકૃત ભાષાના બંધારણને સમજાવવા શરૂ કરીએ છીએ. અહી આચાર્યને કોઈ પંડિત એવો પ્રશ્ન પૂછે છે કે સાતમે અધ્યાય પૂરો કર્યા પછી શૌરસેની, માગધી, પૈશાચી કે અપભ્રંશ ભાષામાંની કેઈ એક ભાષાના બંધારણ વિશે ન લખતાં આરંભમાં જ પ્રાકૃત ભાષાના બંધારણ વિશે શા માટે લખે છે ? આ પ્રશ્નનો ઉત્તર આપતાં આચાર્યશ્રીએ પ્રથમ સૂત્રમાં જ જે જણાવેલ છે તે ખાસ સમજવા જેવું છે– આચાર્યશ્રી કહે છે કે પ્રાકૃત ભાષાના ત્રણ પ્રકાર છે. એક તો સમસંસ્કૃત, બીજે તદ્ભવ અને ત્રીજે દેશ્ય પ્રાકૃત. સમસંસ્કૃત એટલે જે પ્રાકૃત ભાષા સંસ્કૃત ભાષાની સાથે બિલકુલ સમાન છે તે સમસંસ્કૃત જેમકે संसारदावानलदाहनीरम् । समोहधूलिहरणे समीरम् । मायारसादारणसारसीरं । नमामि वीर गिरिसारधीरम् । તથા સમસંસ્કૃત પ્રાકૃત ભાષાને સમજવા સારુ ભટ્ટિકાવ્યમાં પણ “ ભાષાસંનિવેશ” નામના સર્ગમાં અનેક ઉદાહરણો આપેલ છે તેમાંનું નમૂનારૂપે એક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 534