Book Title: Siddhahemshabdanushasana Part 3 Author(s): Bechardas Doshi Publisher: University Granth Nirman Board View full book textPage 6
________________ પ્રસ્તાવના યુનિવર્સિ. નિર્માણ બોડે આચાર્ય શ્રી હેમચંદ્રવિરચિત સિદમ શબ્દાનુશાસન લધુવૃત્તિ નામના સંસ્કૃત વ્યાકરણ ગ્રંથનું પ્રકાશન કરવાનું સ્વીકાર્યું છે. તેનો આ આઠમે અધ્યાય એક ખંડ રૂપે જુદો પ્રકાશિત કરવામાં આવ્યા છે. તેનો થોડોઘણે પરિચય આપ અત્રે અસ્થાને નહિ ગણાય. મહર્ષિ પાણિનાએ પોતાની અષ્ટાધ્યાયીમાં જેમ સંસ્કૃત ભાષાનું વિશદ વ્યાકરણ નિમેલ છે તેમ તે જ મહર્ષિએ પિતાના માનીતા વેદોની ભાષાનું પણ વ્યાકરણ રચેલ જ છે. વેદોની ભાષાનું નામ વૈદિક ભાષા અથવા છાન્દસ ભાષા એટલે છાંદસભાયા છે. તેમ આચાર્ય હેમચન્દ્રના સંમાન્ય જૈન આગમની ભાષાનું નામ આર્ષ પ્રાકૃત ભાષા છે અથવા અર્ધમાગધી પ્રાકૃત ભાષા છે. જે ગ્રંથનું નિર્માણ જૈન ઋષિઓએ મગધ–બિહારની લોકભાષામાં કરેલ છે, તે લોકભાષાનું નામ અર્ધમાગધી પ્રાકૃત ભાષા છે. આ પ્રાકૃત ભાષાના મુખ્ય બે પ્રકાર છે : લોકિક પ્રાકૃત ભાષા અને આર્ષ પ્રાકૃત ભાષા. “ ગૌડવો ? સેતુબંધ” અને “કપૂરમંજરી' વગેરે ગ્રંથો લૌકિક પ્રાકૃત ભાષામાં છે. અને આચાર અંગ' વગેરે મૂળ જૈન આગમ ગ્રંથે તથા બીજા કેટલાક જૈન ગ્રંથે આર્ષપ્રાકૃત ભાષામાં છે. પ્રસ્તુત અધ્યાયમાં આચાર્ય હેમચંદ્ર મણ પ્રાકૃતમ્ તથા માઉન એવાં પ્રાથમિક સૂત્રેની રચના દ્વારા સમગ્ર પ્રાકૃત ભાષાનું વ્યાકરણ રચેલ છે. આચાર્ય હેમચંદે એવી જાતનો વિચાર કરેલ છે કે પંડિત લેકે, વિના પ્રયાસે પ્રાકૃત ભાષા જલદી શીખી જાય એ રીતે પોતે આઠમો અધ્યાય સર્જેલ છે, સંરકત વ્યાકરણની રચના પૂરી થતાં જ એટલે તે વ્યાકરણના સાત અધ્યાય પૂરા થતાં જ પછી તરત જ આઠમો અધ્યાય રચેલ છે. અને એમ કરીને આચાર્યો એમ સાબિત કરેલ છે કે સંસ્કૃત ભાષા અને પ્રાકૃત ભાષા એ બને વચ્ચે અસાધારણ સમાનતા હોવાથી સંસ્કૃત ભાષાનો જાણકાર ઘણા જ ઓછા પ્રગતિને પ્રાકૃત ભાષાને શીખી શકે છે. એમ વિચારીને આચાર્યો આઠમા અધ્યાયમાં સંસ્કૃત શબ્દ અને પ્રાકૃત શબ્દ વચ્ચે ક્યાં કે ફેરફાર થાય છે અને એ ફેરફાર સમજવાથી કોઈ પણ જિજ્ઞાસુ પ્રાકૃત ભાષાને સહજમાં જ સમજી શકે એ દૃષ્ટિથી સંસ્કૃતના વ્યાકરણની રચના પૂરી થતાં જ–અન તર– તરત જ-પ્રસ્તુત પ્રાકૃત વ્યાકરણની એટલે આઠમા અધ્યાયની રચના કરેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 534