Book Title: Siddhahemshabdanushasana Part 3 Author(s): Bechardas Doshi Publisher: University Granth Nirman Board View full book textPage 9
________________ આ સ્થળે સંસ્કૃતમાંથી પ્રાકૃતરૂપે થયેલાં થોડાંક જ ઉદાહરણ બતાવેલાં આ સંબંધે વિશેષ જાણવાની ઈચ્છાવાળાને આઠમા અધ્યાયના શરૂઆતના પાનાં તમામ સૂત્રને ધ્યાન પૂર્વક જોઈ જવા ભલામણ છે. પ્રાકૃતના ત્રીજા પ્રકારનું નામ દેશ્ય પ્રાકૃત છે. આ પ્રાકૃત આપણા દેશમાં ઘણું જ જૂનું છે. તે એટલું બધું જૂનું છે નાચાર્ય હેમચંદ્રની દૃષ્ટિએ તે દેશ્ય શબ્દોનું વ્યાકરણ લખી શકાય તેમ જે શબ્દોનું પૃથક્કરણ થઈ શકે એટલે જે નામોમાં તેમની મૂળ પ્રકૃતિ કેટલી ? તે પ્રકૃતિને લાગેલ પ્રત્યયભાગ કેટલો ? એવું સમજી શકાય કે બીજાને સમજાવી ય એવી જે ભાષામાં પેાજના જણાય તે ભાષાનું જ વ્યાકરણ રચી શકાય. પ્રાકૃતમાં એવી યોજના જાણી શકાતી નથી એવી આચાર્યશ્રીની કલ્પના છે. જ પૂર્વસૂરિઓમાંના કોઈ સૂરિએ દેય પ્રાકૃત શબ્દોમાં મૂળભાગ કેટલે અને વભાગ કેટલે ? એવું સ્પષ્ટીકરણ કોઈ સ્થાને દર્શાવેલ નથી તેથી દેય પ્રાતના જે શબ્દ તેમને મળ્યા તેમનો તેઓએ માત્ર સંચય જ કરેલ છે. એટલે તેમને બનાવીને તેમને સાચવવાની યુક્તિ બતાવેલ છે. એથી આચાર્યશ્રી કહે છે શ્ય પ્રાકૃત ભાષા વિશે અમે પણ પૂર્વસૂરિઓના પગલે ચાલીને તે તે દેય નો સંગ્રહરૂ ૫ કોશ કરી સંતોષ માનેલ છે. પણ કોઈ પ્રાચીન પુરુષે દેશ્ય તનુ વ્યાકરણ રચવાનું સાહસ કરેલ નથી. એટલે અમે પણ દેશ્ય પ્રાકૃત ને દેશી શબ્દસંગ્રહ ” નામે એક સ્વતંત્ર કષ જ કરી રાખેલ છે અને ક્ત રીતે દેશ્ય પ્રાકૃતનું વ્યાકરણ કરવાનો અણબેંડલ માર્ગ સ્વીકારેલ નથી. અમે પ્રાકૃત ભાષાના જે જે શબ્દો એટલે જે જે નામ તથા ક્રિયાપદ, થયો, વિશેષણો વગેરે સંસ્કૃત ભાષાનાં નામો વગેરે સાથે સોળે સોળ આના માં જણાતાં ન હોય પણ કેટલેક અંશે સરખા કળી શકાતાં હોય અને કેટલેક થે ઉચ્ચારણની અપેક્ષાએ જુદાં પડતાં હોય તેવા એક મોટા શબ્દસમૂહને નમાં રાખીને પ્રસ્તુત આઠમે અધ્યાય રચેલ છે. એટલે તેવા શબ્દસમૂહને ય રાખીને તે શબ્દોની સાધનાની પ્રક્રિયા બતાવવા આ આઠમાં અધ્યાય દ્વારા * સૂરિઓને પગલે ચાલીને ઉદ્યમ કરેલ છે, જેમકે-- कल्लाणकंदं पढम जिणिद संर्ति तओ नेमिजिण मुर्णिद । पासं पयासं सुगुणिक्कठाण', भत्तीइ वंदे सिरीवद्धमाणं । આ પદ્યમાં આવેલા બધા જ શબ્દો સંસ્કૃત ભાષાના શબ્દો સાથે કેટલેક શે મળતા આવે છે અને કેટલેક અંશે ઉચ્ચારણમાં જુદા પણું પડે છે. તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 534