________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्रुतसागर - २७ અધિક હતી, ત્યાંના શ્રીમાલો ખરતરગચ્છીય સુવિહત આચાર-સંપન્ન આચાર્યો અને મુનિજનોના અનુયાયી હતા, ઠક્કુર ફેરુને ખરતરગચ્છીય આચાર્ય જિનપ્રબોધસૂરિ, જિનચંદ્રસૂરિ, દાદા જિનકુશલ સૂરિ, અને વાચનાચાર્ય રાજ શેખર(પછીથી આચાર્ય રાજશેખરસૂરિ) જેવા માર્તડ વિદ્વાનોનો સહવાસ અને ઉપનિષદ્ પ્રાપ્ત થયું હતું, શક્ય છે, એમના સાંનિધ્યમાં ઠક્કર ફેરુને વિદ્યાભ્યાસ વિગેરે સંપન્ન થયું હોય
ઠક્કુર ફેરુ યુગપ્રધાન આચાર્ય શ્રી જિનચંદ્રસૂરિજીના અનન્ય ભક્ત હતા.
ઠકકુર ફેરુ યુગપ્રધાન ચોપાઈમાં પોતાના ગુરુજનની સ્તુતિ કરતાં જણાવે છે કે સદ્દગુરુની પરંપરામાં થયેલા જિનચંદ્રસૂરિજીને જે માને છે, પૂજે છે, આરાધે છે. એ શાશ્વત મુક્તિ રમણીની સાથે આનંદ કરે છે. અર્થાત્ અચિરાતુ મોક્ષ પ્રાપ્ત કરે છે.
ઠક્કુર ફેરુ પોતાના ગુરુદેવશ્રીની સ્તુતિ સ્વતંત્ર રીતે કાંઇક આ રીતે કરે છે. जिण पबोह गुरुराय चलण पंकय वर अलिवलु, नव विह जिवदय करणु भयण गय सिंह महाबलु, चंदुज्जलु गण विमलु कित्ति दस दिसिहि पसिद्धउ, दवणु पगंदिय च कसाय गुण गणिहि समिद्धउ, सूरिन्दु पगयप्पय जग सहिउ वंछिउ सुहियण निसनरहु, रिउमंत रंगमय अवहरणु पय पढमक्खरि गुरु सरहु ।।१।।
એમની સૌ પ્રથમ રચના યુગપ્રધાન ચોપાઈ છે. વિ.સં.૧૩૪૭માં મહા મહિને યુગપ્રધાન આચાર્ય જિનચંદ્રસૂરિજીના શિષ્ય વાચનાચાર્ય રાજશેખર ગણિ. કન્નાણા પધાર્યા, ત્યારે વાચનાચાર્ય રાજશેખર ગણિની પાસે પોતાના વતન કન્નાણામાં જ પ્રાકૃત-અપભ્રંશ પ્રધાન ૨૯ ગાથામાં યુગપ્રધાન ચોપાઇની રચના કરી.
આ વાત યુગપ્રધાન ચોપાઇમાં આલેખાઈ છે. तेरह सइतालइ(१३४७) महमासि, रायसिहर वाणारिय पासि, चंद तणुभवि इय चउपईय, कन्नाणइ गुरुभत्तिहि कहिय ।।२७।।
(युगप्रधान चतुःपदिका) શ્રાવક ઠક્કુર ફેરુના જન્મ અને મૃત્યુની કોઈ ચોક્કસ સંવત ઇત્યાદિ પ્રાપ્ત થતી નથી.
For Private and Personal Use Only