________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઠક્ટ ફેટ એક પરિચય
હિરેન દોશી ઠક્કુર કે વિક્રમની ચૌદમી સદીના રાજમાન્ય જૈન શ્રાવકોમાં પ્રમુખ અને આદરણીય વ્યક્તિ હતા, શ્રી અને સરસ્વતીનો એનેરો સમન્વય એટલે શ્રાવક ઠક્કુર ફેરુ,
રત્નપરીક્ષામાં જણાવ્યા અનુસાર ઠક્કુર ફેરુ જિનેશ્વર ધર્મના પરમ ઉપાસક હતા. પોતાના માટે પરમજૈન અને જિદિપભત્તો વિશેષણ વાપરી જિનેશ્વર ભગવાનના ધર્મ પ્રત્યેનો અવિહડ અનુરાગ પ્રગટ કર્યો છે.
सिरिमालकुलत्तंसो ठक्कुर चंदो जिणिंदपयभत्तो, तस्संगरुहो फेरू जंपइ रयणाण माहप्पं ।।२।। (रत्नपरीक्षा)
એમના જીવન પરિચયને પ્રકાશિત કરતા ઉલ્લેખો ગુર્વાવલી સિવાય પ્રાયઃ કોઈ જગ્યાએ પ્રાપ્ત થતા નથી, કૃતિઓમાં આપેલા સંક્ષિપ્ત આત્મ-પરિચય અનુસાર શ્રાવક ઠક્કુર ફેરુ શ્રીમાલ જ્ઞાતીય ધાંધીયા (ધંધ)કુલીય શ્રેષ્ઠિ ઠક્કર કાલિય (કલશ)ના પૌત્ર અને ઠકુર શ્રેષ્ઠિ શ્રી ચંદના પુત્ર કન્નાણા નગરના (કન્યાનયન નિવાસી હતા.
सिरि धंधकुले आसी कन्नाणपुरम्मि सिट्ठि कालियओ, तस्सुव ठक्कुर चंदो फेरू तस्सेव अंगरुहो ||१३१।। (रत्नपरीक्षा) રત્નપરીક્ષા ગ્રંથની ૧૩રમી ગાથામાં જણાવ્યા અનુસાર એમના પુત્રનું નામ હેમપાલ હતું, પુત્રના બોધાર્થે એમણે રત્નપરીક્ષા ગ્રંથની રચના કરી, તેમજ ભ્રાતૃ અને પુત્રના બોધ માટે દ્રવ્ય પરીક્ષા નામના ગ્રંથની રચના કરી હતી. [શ્રી ફેરુ એમના ભાઈ કરતા ઉંમરમાં જ્યેષ્ઠ હોવાનું કલ્પી શકાય છે. જે શ્રી ફેરુ નાના હોત તો, અવશ્ય વડિલબંધુ તરીકેનો ઉલ્લેખ પ્રાપ્ત થાત.?]
तेणिह रयणपरिक्खा विहिया नियतणय हेमपालकए, करमुणिगुण ससि(१३७२)वरिसे अल्लावदी विजयरज्जमि ||१३२ ।।
(રત્નપરીક્ષા) एवं दव्यपरिक्खं दिसिमित्तं चंदतणयफेरेण, भणिय सुय-बंधवत्थे तेरह पणहत्तरे वरिसे ।।१४९ । ।(द्रव्यपरीक्षा) બાગડદેશની નજીક રહેલ કન્નાણા(કન્યાનયનોમાં શ્રીમાલોની સંખ્યા સૌથી
For Private and Personal Use Only