Book Title: Shrutsagar Ank 2013 01 024 Author(s): Mukeshbhai N Shah and Others Publisher: Acharya Kailassagarsuri Gyanmandir Koba View full book textPage 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ५ વિ.સં.૨૦૬૬-પૌષ લાગ મળ્યો છે. એમ વિચારી ચોરોએ સુવ્રત શ્રેષ્ઠીના ધ૨માં પ્રવેશ કર્યો. એક તો રાત્રિ એટલે ઘોર અંધારું તેમાંય સૌ પૌષધમાં એટલે દિવાનું તો નામ નિશાન નહીં. ચોરોએ દીવો કર્યો એટલે દીવાના તેજમાં જ્યાં દૃષ્ટિ નાખે ત્યાં સોનાના જ ઢગલા દેખાયા. એ જોઈને ચોરો તો આભા જ બની ગયા. વાહ! આજ તો ખૂબ જ માલ મળશે. પણ જ્યાં કર્મરાજા રુઠ્યો હોય ત્યાં મનની ભાવના જ અદૃશ્ય થઈ જાય. સુવ્રત શ્રેષ્ઠીનું પુણ્યબળ પણ જબરજસ્ત તપતું હતું. વળી તે મૌન એકાદશી જેવા વ્રતમાં તલ્લીન થયા હતા. એટલે તુરત જ શાસનદેવીએ બધાય ચોરોને સ્તંભિત કરી દીધા. પ્રભાતકાળ થયો, એટલે સ્તંભિત થયેલા ચોરોને જોઈ સર્વે લોકો ભેગા થયા. કોટવાલોને ખબર આપી. કોટવાલો આવીને ચોરોને બાંધી ઊભા રહ્યા. કુટુમ્બસહિત સુવ્રત શ્રેષ્ઠી સ્થાપનાચાર્ય સમીપે પૌષધ પાળી ઉપાશ્રયે જઈ, ગુરુ મહારાજને વંદન-નમસ્કારાદિ કરી, ધર્મદેશના સાંભળી પાછા ઘેર આવ્યા. અને એ બધું જોવા છતાં મૌન જ રહ્યા. કોટવાલોને પણ શાસનદેવીએ સ્ટમ્મિત કરી દીધા. રાજાને ખબર પડી એટલે રાજા ત્યાં આવ્યા. સુવ્રત શ્રેષ્ઠીએ રાજાજીનું બહુમાન કરી તેમને સર્વવૃત્તાંતથી વાકેફ કર્યા, અને ધર્મના ઉપદેશક વચનો કહ્યાં. રાજા પણ હર્ષિત થયો. સુવ્રતે કહ્યું કે ચોર્ચાને બંધનથી મુક્ત કરો. રાજાએ તે સ્વીકાર્યું. બાદમાં શાસનદેવીએ તલારક્ષકો અને ચોરને છોડી દીધા, સૌને બંધનથી મુક્ત કર્યા, અને શ્રેષ્ઠીએ કુટુમ્બ સહિત પારણાં કર્યાં. એકવાર આખા નગરમાં એકાએક દાવાનળ સળગી ઊઠ્યો. નગરના લોકો આમ તેમ નાસભાગ કરવા લાગ્યા. સુવ્રત શ્રેષ્ઠી પૌષધમાં હોવાથી લેશમાત્ર ડગ્યા નહીં. જોતજોતામાં આખું નગર અરણ્યની જેમ બળી ગયું. પણ સુવ્રત શ્રેષ્ઠીનું સર્વસ્વ અજ્વલિત રહ્યું. પ્રભાતમાં દાવાનળ શમી ગયો. સમુદ્રમાં દ્વીપની માફક માત્ર સુવ્રત શ્રેષ્ઠીનાં ઘરબારને સુરક્ષિત જોઈ બધા નગરવાસી સુવ્રત શ્રેષ્ઠીની ભૂરીભૂરી પ્રશંસા કરવા લાગ્યા. સુવ્રત શ્રેષ્ઠીને મૌન એકાદશી આરાધતાં અગિયાર વર્ષ અને અગિયાર મહિના પસાર થઈ ગયા. બારમે વર્ષે મોટું ઉજમણું માંડ્યું. તેમાં મુક્તાફળ, રત્ન, શંખ, પ્રવાલ, સુવર્ણ, રૂપુ, તાંબુ, પિત્તળ, કાંસુ, પટ્ટકુલો અનેક પ્રકારનાં ધાન્યો, પકવાસ, શ્રીફળ, દ્રાક્ષ, ફળ, સોનારૂપાનાં ફુલ, અશોકાદિનાં પુષ્પો, ઈત્યાદિ અનેક વસ્તુઓ અગિયાર અગિયાર જિનેશ્વરની આગળ મૂકી. આ રીતે વિસ્તાર પૂર્વક ઉદ્યાપન કરી સંઘપૂજન સાધર્મિક વાત્સલ્ય કરી મનુષ્યજન્મને કૃતાર્થ કર્યો. હવે સુવ્રત શ્રેષ્ઠી વૃદ્ધાવસ્થાએ પહોંચ્યા. એકદા રાત્રિમાં તેમને નિદ્રા આવતી ન હતી, અને મન ધર્મવિચારણામાં ચઢી ગયું હતું. તેમને થયું : મેં શ્રાવકવ્રત પાળ્યું, મૌન એકાદશીને રૂડી રીતે આરાધી, સંસારના વૈભવો પણ ભોગવ્યા, પુત્રરત્નોને પણ રમાડ્યા, હવે તો મારે માત્ર એક જ કાર્ય આ જન્મમાં કરવાનું બાકી રહ્યું છે. જે માર્ગે મારા પૂજ્ય પિતાશ્રી પધાર્યા તે જ માર્ગે જવા હવે મારું મન તલસી રહ્યું છે. ક્યારે મને સદ્ગુરુનો સમાગમ થાય અને હું સર્વસ્વ તજી દઈને દીક્ષા સ્વીકારું અને મારા આત્માનું કલ્યાણ સાધું. શેઠે આ ભાવનામાં ને ભાવનામાં આખી રાત્રી પસાર કરી. સદ્દભાગ્યે પ્રભાતમાં જ ખબર આવી કે નગરના ઉદ્યાનમાં ચાર જ્ઞાનના ધારક ગુણસુન્દર આચાર્ય પરિવાર સહિત પધાર્યા છે. આખી નગરી દર્શનાર્થે ઉમટી છે. સુવ્રત શ્રેષ્ઠી પણ પરિવાર સહિત ત્યાં ગયા. આચાર્ય મહારાજે સંયમ માર્ગની ખૂબ જ પુષ્ટિ કરતાં જણાવ્યું કે चारित्ररत्नान्न परं हि रत्नं, चारित्रवित्तान्न परं हि वित्तम् । चारित्रलाभात्र परो हि लाभश्चारित्रयोगान्न परो हि योगः | 19 ।। दीक्षा गृहीता दिनमेकमेव, येनोग्रचित्तेन शिवं स याति । न तत् कदाचित्तदवश्यमेव वैमानिकः स्यात् त्रिदशप्रधानः ।।२ ।। ‘ચારિત્ર રત્ન જેવું બીજું કોઈ રત્ન નથી. ચારિત્ર, ધન જેવું બીજું કોઈ ધન નથી, ચારિત્ર લાભ જેવો બીજો કોઈ લાભ નથી, અને ચારિત્ર યોગ જેવો બીજો કોઈ યોગ નથી. એક દિવસનું ચારિત્ર પણ જો સમ્યગ્ પ્રકારે ઉગ્ર ચિત્તથી પાળ્યું હોય તો જીવ મુક્તિમાં જાય છે. કદાચ કાળની પ્રતિકુળતાને લઈ મુક્તિમાં ન જાય તો પણ અવશ્ય પ્રધાન એવો વૈમાનિક દેવ તો થાય છે જ.' આ રીતે ગુરુ ભગવંતની દેશના સાંભળીને સુવ્રત શ્રેષ્ઠી બન્ને હાથ જોડી કહેવા લાગ્યા : ‘હે ગુરુ ભગવંત! હું એ ભાગવતી પ્રવ્રજ્યા સ્વીકારવા ચાહું છું એટલે ધ૨નો સર્વ ભાર પુત્રોને સોંપી આપની પાસે દીક્ષાવ્રતને For Private and Personal Use OnlyPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20