Book Title: Shrutsagar Ank 2013 01 024
Author(s): Mukeshbhai N Shah and Others
Publisher: Acharya Kailassagarsuri Gyanmandir Koba
Catalog link: https://jainqq.org/explore/525274/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra गु श्रुतसागर अंक २४ वि. सं. २०६९ १५ जनवरी, २०१३ www.kobatirth.org प्रकाशक आचार्य श्री कैलाससागरसूरि ज्ञानमंदिर श्री महावीर जैन आराधना केन्द्र कोबा, गांधीनगर ३८२००७ फोन नं. (०७९) २३२७६२०४, २०५, २५२, फेक्स (०७९) २३२७६२४९ email: gyanmandir@kobatirth.org Website : www.kobatirth.org, पौष शुक्ल ४ न ધ૨ણંદ્ર પદ્માવતી દ્વારા પરિપૂજિત સપ્તફણા યુક્ત પાર્શ્વનાથ ભગવાન For Private and Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir STRUASH Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir SINNTUNARIN /- || રાતી વી * * * DUDU DUDUDUDUAA. હકાર વેષ્ટિત સિંહાસન પર બિરાજમાન પાર્શ્વનાથ ભગવાનની ઉભય બાજુ ધરણેન્દ્ર અને પદ્માવતી ચામર વીંઝે છે. હી ની બંને બાજુએ પદ્માવતી દેવી અને અંબિકા દેવીનું ચિત્રણ, હી" ની ઉપરના ભાગે. સુશોભનાર્થે ફુલદાનનું ચિત્ર, ષષ્ઠકોણમાં ચાર તીર્થક્ય ભગવંતો, ગૌતમસ્વામી અને નંદ્યાવર્તનું ચિત્રણ, ચિત્રના ઉપરના ભાગે સૂર્ય-ચંદ્ર, આદિ જિન અધિષ્ઠાયિકા ચકેશ્વરી દેવી અને સરસ્વતી દેવીનું ચિત્ર છે. ચિત્રમાં મધ્યભાગે નિર્વાણી દેવી, વીર જિન અધિષ્ઠાયિકા સિદ્ધાયિકા દેવી જણાય છે. ચિત્રના અંતિમ ભાગે વૃક્ષ અને પગલાં યુક્ત દેરી જણાય છે, દેરીની સન્મુખ એક સાધ્વીજી ભગવંત બેઠા છે. બીજી તરફ કાળા અને ગોરા ભૈરવનું ચિત્ર છે. For Private and Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org www.kobatirh.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्रुतसागर आचार्य श्री कैलाससागरसूरि ज्ञानमंदिर का मुखपत्र अंक : २४ * आशीर्वाद राष्ट्रसंत प. पू. आचार्य श्री पद्मसागरसूरीश्वरजी म. सा. । - *संपादक मंडल मुकेशभाई एन. शाह बी. विजय जैन कनुभाई एल. शाह डॉ. हेमन्त कुमार केतन डी. शाह सहायक विनय महेता हिरेन दोशी *प्रकाशक आचार्य श्री कैलाससागरसूरि ज्ञानमंदिर श्री महावीर जैन आराधना केन्द्र कोबा, गांधीनगर-३८२००७ फोन नं. (०७९) २३२७६२०४, २०५, २५२ फेक्स : (०७९) २३२७६२४९ website : www.kobatirth.org • email: gyanmandir@kobatirth.org १७ जनवरी, २०१३, वि. सं. २०६९, पौष, शुक्ल-४ * अंक-प्रकाशन सौजन्य * श्री रश्मिकांतभाई कामदार परिवार Rushab Ship Consultant. Inc.. 43, Jonanthan Drive, Edison, NJ 08820, USA. For Private and Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir संपादकीय भारत पर्वो-त्योहारों का देश है। वैसे तो प्रत्येक मास में कोई न कोई पर्व-त्योहार आता ही है, किन्तु वर्षा ऋतु से वसन्त ऋतु तक पर्वो-त्योहारों की बहुलता रहती है। भारत की भूमि सर्वधर्म समभाव के लिये प्रसिद्ध है। यहाँ सभी धर्मों-सम्प्रदायों में अनेक पर्व-त्योहार समय-समय पर मनाये जाते हैं। वैसे देखा जाए तो पर्व और त्योहार में भिन्नता है। पर्व जहाँ उपवास, साधना, आराधना के रूप में मनाया जाता है वहीं त्योहारों में समयानुकूल वस्त्र परिधान पहनने, मिलने-जुलने, खाने-पीने को प्रधानता मिलती है। इन सबमें एक खास विशेषता यह है कि जैनधर्म में मनाये जाने वाले सभी पर्व-त्योहार उपासना-साधना-आराधना से जुड़े हुए हैं। जैनधर्म श्रमण परम्परा का धर्म है। दूसरे शब्दों में यह निवृत्तिमार्गी है। अन्य धर्मों में जहाँ पर्व-त्योहरों में खाने-पहनने को प्रधानता मिलती है, वहीं जैनधर्म में पर्व-त्योहारों में उपवास, साधना-आराधना को प्रधानता मिलती है। यही कारण है कि जैनधर्म के सभी पर्व-त्योहार उपासना-साधना-आराधना के पर्व होते हैं। पर्वो की शृंखला में कार्तिक चौमासी चतुर्दशी जाने के कुछ ही दिनों के बाद मार्गशीर्ष शुक्ल एकादशी अर्थात् मौन एकादशी का महापर्व आता है। जैनधर्म में इस महान पर्व का विशिष्ट स्थान है। यह मंगलमय दिवस इतना पवित्र और श्रेष्ठतम है कि उस दिन किया हआ उपवास एक सौ पचास उपवास का फल देने वाला होता है। इस पर्व के साथ जड़ी हुई सबसे बड़ी बात यह है कि इस दिन तीनों काल अर्थात भूत, वर्तमान एवं भविष्य की चौबीसी के तीर्थंकरों के एक सौ पचास कल्याणक हुए हैं । इसलिये यह महान पर्व परम पवित्र दिवस के रूप में मनाया जाता है। इस पर्व का माहात्म्य भी अनोखी घटना के साथ जुड़ा हुआ है। वर्तमान चौबीसी के बाईसवें तीर्थकर भगवान श्री नेमिनाथ प्रभु एक बार द्वारिका नगरी में पधारे, देवताओं ने समवसरण की रचना की। द्वारिका नगरी के महाराजा श्रीकृष्ण परमात्मा को वन्दन करने पधारे। परमात्मा ने भव्य जीवों को प्रतिबोध करने के लिये वैराग्यमय देशना दी। देशना पूर्ण होने के पश्चात् श्रीकृष्ण महाराजा ने परमात्मा से प्रश्न किया- हे भगवन्! वर्ष के तीन सौ पैंसठ दिनों में ऐसा कौनसा दिन है कि जिसमें थोड़ी सी साधना आदि भी करने पर उसका फल अधिक मिले? परमात्मा नेमिनाथ प्रभु ने कहा- हे कृष्ण ! मार्गशीर्ष शुक्ल एकादशी का दिन सर्व दिनों में श्रेष्ठ दिन है। क्योंकि इस दिन तीनों काल के चौबीसी के तीर्थंकरों के एक सौ पचास कल्याणक हुए हैं, इस कारण इस तिथि को उपवास करने से एक सौ पचास उपवास का फल मिलता है। विधि पूर्वक इस तप की आराधना की जाए तो इसका फल अवर्णनीय है। यह तप ग्यारह वर्ष तक किया जाता है। इस दिन मौन रखा जाता है, इसलिये इस महापर्व को मौन एकादशी भी कहा जाता है। श्रीकृष्ण महाराजा पुनः परमात्मा से प्रश्न करते हैं कि हे प्रभु! क्या पहले कोई भाग्यशाली आत्मा ने इस महापर्व की आराधना की है? अगर की है तो इसका फल क्या मिला है? तब परमात्मा ने इस महापर्व की आराधना करने वाले सुव्रत नामक सेठ की कथा कही, जिसकी कथा प्रायः हम सभी जानते हैं। मौन एकादशी का महापर्व हमारे जीवन में श्रेष्ठतम पर्व के रूप में मिला है, इसकी साधना-आराधना कर हम अपने मानव जीवन को सफल बनाएँ, भविष्य सुधारें और आत्मा को उन्नति के मार्ग पर अग्रसर करें यही शुभकामना। - अनुक्रम लेख ૧. મૌન એકાદશીનો અપૂર્વ પ્રભાવ २. उवसग्गहरस्तोत्रसमग्रपादपूर्तिरूपं समस्या-स्तोत्रम् 3. धनी रक्षा आहे ૪. અહિચ્છત્રા ૫. શંખેશ્વર તીર્થમાં પ્રાચીન પડદા ६. ग्रंथ समीक्षा ૫. જ્ઞાનમંદિર : સંક્ષિપ્ત અહેવાલ ડિસેમ્બર ૨૦૧૨ ७. समाचार सार लेखक મુનિ શ્રી સુશીલવિજય पं. लक्ष्मीकल्लोल गणि સ્વ. રતિલાલ મફાભાઈ શાહ નાથાલાલ છ. શાહ મુનિ શ્રી સુશીલવિજય डॉ. हेमन्त कुमार डॉ. हेमन्त कुमार For Private and Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મૌન એકાદશીનો અપૂર્વ પ્રભાવ પૂ. મુનિ શ્રી સુશીલવિજય વિશ્વવંદ્ય દેવાધિદેવો ભવ્ય પ્રાણીઓના કલ્યાણને અર્થે અહર્નિશ ઉપદેશી રહ્યા છે કે હે મહાનુભાવો! પ્રતિદિન ધર્મારાધના કરો. તે કરવાને માટે જો અશક્ત હો તો પર્વના દિવસે તો અવશ્ય ધર્મારાધન કરજો! આવાં પર્વો પણ પ્રતિવર્ષ અનેક સંખ્યામાં આવે છે. તેથી તેની આરાધના કરવા માટે પણ અશક્ત પ્રાણીઓએ ત્રણ પર્વની આરાધના તો ગમે તે ભોગે કરવા કટિબદ્ધ થવું જોઈએ. વૃદ્ધ પુરુષોનું પણ એમ જ કહેવું છે કે બાર મહિનામાં ત્રણ પર્વની આરાધના તો અવશ્ય કરવી જોઈએ. ભલે પથારી વશ હો, કે ભલે મરણની અંતિમ દશામાં પડેલા હો! આ ત્રણ પર્વો તે પ્રથમ સંવત્સરી (ભાદરવા સુદ ચોથ)નો, બીજો જ્ઞાનપંચમી (સૌભાગ્યપંચમી-કાર્તિક સુદ પાંચમ)નો અને ત્રીજો મૌન એકાદશી (માગશર સુદ અગિયારસ)નો દિવસ છે. બાર મહિનાના ત્રણસો સાઠ દિવસોમાં આ ત્રણ દિવસ રત્ન સમાન છે. મન એકાદશીની વિશેષતા એ છે કે-તે દિવસ તીર્થકર ભગવંતોનાં દોઢસો કલ્યાણકોની આરાધનાનો અમૂલ્ય સમય છે. શ્રી નેમિનાથ જેવા બાલબ્રહ્મચારી પ્રભુએ કૃષ્ણ મહારાજા જેવા ક્ષાયિક સમ્યક્તના ધણીને બતાવેલો એ અપૂર્વ દિવસ છે. આ મૌન એકાદશીના કલ્યાણ ગર્ભિત શુભાશીર્વાદનું પધ નીચે પ્રમાણે છે - अरस्य प्रव्रज्या नमिजिनपतेर्ज्ञानमतलं तथा मल्लेर्जन्म व्रतमपमलं केवलमलम् । बलक्ष्यैकादश्यां सहसि लसदुद्दाममहसि अदः कल्याणानां क्षिपतु विपदः पञ्चकमिदम् ।।१।। અઢારમા તીર્થંકર શ્રી અરનાથ પ્રભુની દીક્ષા, એકવીસમા તીર્થંકર શ્રી નેમિનાથ પ્રભુને કેવળજ્ઞાન, અને ઓગણીશમાં તીર્થકર શ્રી મલ્લિનાથ પ્રભુનો જન્મ, દીક્ષા, અને કેવળજ્ઞાન, ઉછળતું છે મોટું તેજ જેમાં એવી માગશર સુદ એકાદશીમાં થયેલાં આ પાંચે કલ્યાણકો વિપત્તિને દૂર કરનારા થાઓ.' આ લોકમાં જે પાંચ કલ્યાણકો બતાવ્યાં છે તે આ ભરતક્ષેત્રની વર્તમાન ચોવીશીને આશ્રયીને બતાવ્યાં છે. એટલે પાંચ ભરત અને પાંચ ઐરાવત એમ દશે ક્ષેત્રમાં થયેલાં કલ્યાણકો ભેગાં કરીએ ત્યારે કુલ પચ્ચાસ કલ્યાણકો થાય છે. અને ત્રણે કાળનાં એટલે વર્તમાન-ભૂત-ભવિષ્યનાં ભેગાં કરીએ ત્યારે દોઢસો કલ્યાણકો થાય છે. માટે જ આ દિવસને શ્રેષ્ઠતમ ગણાવામાં આવ્યો છે. આ દિવસે કરેલો ઉપવાસ દોઢસો ઉપવાસના ફળને આપનારો થાય છે. તથા અહોરાત્રિપૂર્વક માત્ર ભણવા-ગણવા સિવાય મૌન રીતે કરેલો ઉપવાસ મહાન ફળ દેનારો થાય છે. આ મૌન એકાદશી વ્રત અગિયાર વર્ષ અને અગિયાર મહિને પૂર્ણ થાય છે. પ્રાંતે બારમા વર્ષે ઉજમણું કરવાનું હોય છે. તેમાં અગિયાર જાતના પકવાન્ન, અગિયાર જાતનાં ફળ, અગિયાર જાતનાં ધાન્ય, અગિયાર જાતની ર વસ્તુ વગેરે મૂકવાની હોય છે. જઘન્યથી અગિયાર શ્રાવકનું વાત્સલ્ય, સંઘપૂજા, અગિયારે અંગને લખાવવાં વગેરે વગેરે કરવાનું હોય છે. એક સમયે બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથ ભગવંત દ્વારિકા નગરીના ઉદ્યાનમાં સમવસર્યા, ઉદ્યાનપાલકે શ્રીકૃષ્ણ મહારાજાને ખબર આપી, એટલે તે પરિવાર સહિત ભગવંતના વંદનાથે ત્યાં આવ્યા, અને વંદનનમસ્કારાદિ કરી યોગ્ય સ્થાને બેસી બોલ્યા : હે સ્વામિનુ! ત્રણસોને સાઠ દિવસમાં સારભૂત એવો એક દિવસ બતાવો, કે જેનું દાન, શીલ અને તપ કરવાની શક્તિથી હીન એવો હું પણ આરાધન કરી શકું. ત્યારે ભગવાને કહ્યું: માગશર સુદ અગિયારસનું અવશ્ય આરાધન કરો. જેમ દરેક પર્વમાં પર્યુષણ પર્વ મુખ્ય છે, તેમ દરેક દિવસોમાં આ દિવસ મુખ્ય છે. માટે સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા સર્વેએ આ દિવસે મૌનવ્રત, તપશ્ચર્યા, દેવવંદન, ગરણું ગણવું ઈત્યાદિ કરવું જોઈએ, આ રીતે મૌન એકાદશીનો મહિમા સાંભળી શ્રીકૃષ્ણ બોલ્યા : “હે પ્રભો! પૂર્વે કોઈએ આ એકાદશી આરાધી હતી? અને આરાધનારને કયા ફળની પ્રાપ્તિ થઈ હતી? આથી શ્રીનેમિનાથ ભગવંતે સુવ્રત શ્રેષ્ઠીનું For Private and Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir जनवरी २०१३ કથાનક નીચે પ્રમાણે કહી સંભળાવ્યું.' ધાતકી ખંડમાં ઇષકાર પર્વતથી પશ્ચિમ દિશામાં વિજય નામનું નગર છે. ત્યાં પૃથ્વીલ નામનો રાજા રાજ્ય કરે છે. તેને શીલાદિગુણશાલિની ચન્દ્રાવતી નામે રાણી છે. આ જ નગરમાં જિનેંદ્ર ભક્તિમાં લિન એવો સુરા નામો વયોવૃદ્ધ ધનવાન શ્રેષ્ઠી છે. તેનું શરીર દુર્બળ અને ક્ષીણ થઈ જવા છતાં તેની ધર્મભાવના જાગતી જીવતી, તેના હૃદય સરોવરમાં રાજહંસની માફક રમ્યા કરે છે. એકદા તે શ્રેષ્ઠીએ ગુરુભગવંત પાસે આવી પૂછયું : “હે ગુરુવર્ય! હવે મારાથી વિશેષ ધર્મનું આરાધન થતું નથી. માટે કપા કરી મને એવો કોઈ માર્ગ બતાવો કે મારા કર્મનો ક્ષય થાય.” ગુરુભગવંતે એકાદશીવ્રત કરવાનું કહ્યું. શ્રેષ્ઠીએ તહત્તી કહી તે વાત સ્વીકારી. ઘેર આવી તે વ્રતનો પ્રારંભ કર્યો. અગિયાર વર્ષ અને અગિયાર માસે. તે વ્રત વિધિપૂર્વક પૂર્ણ કરી બારમે વર્ષે ઉઘાપન કર્યું. ઉઘાપન દિવસથી પંદરમે દિવસે અકસ્માતે પેટમાં એકદમ શૂલનો વ્યાધિ ઉત્પન્ન થયો અને શેઠ મરણ પામ્યા. શેઠનો જીવ ધર્મપ્રભાવે અગિયારમા આરણ્ય દેવલોકમાં એકવીશ સાગરોપમની સ્થિતિવાળો દેવ થયો. ત્યાં દૈવિક વૈભવો ભોગવી, એકવીશ સાગરોપમની સ્થિતિનું આયુષ્ય પૂર્ણ કરી, સ્વર્ગમાંથી ચળી સૌર્યપુરમાં સમૃદ્ધિશાળી વ્યવહારીને ત્યાં તેની પ્રીતિમતી નામની પ્રિયાની કુક્ષિમાં પુત્રપણે ઉત્પન્ન થયો. ગર્ભના પ્રભાવથી માતાને વ્રતની અભિલાષાઓ થવા લાગી. પૂર્ણ સમયે માતાએ પુત્રરત્નને જન્મ આપ્યો. નાલ સ્થાપવાને માટે જે ખાડો ખોદવામાં આવ્યો તેમાંથી પુષ્કળ નિધાન નીકળ્યું. આ વાત જોતા જોતામાં સર્વત્ર ફેલાઈ ગઈ. દમ્પતીને આવું પુણવંત પુત્રરત્ન પ્રાપ્ત થવાથી ઘણો જ આનંદ થયો. બારમે દિવસે પિતાએ જ્ઞાતિબંધુઓને ભોજનાદિ કરાવી, સૌની સમક્ષ, એ પુત્ર તેની માતાના ગર્ભમાં હતો ત્યારે તેની માતાને વ્રતની ઇચ્છા થઈ હતી તેથી, એ પુત્રનું સુવ્રત એવું નામ પાડ્યું. પાંચ ધાવ માતાઓથી લાલન પાલન કરાતો સુવ્રત બીજના ચંદ્રમાની માફક વધવા લાગ્યો. પુત્ર આઠ વર્ષની ઉમ્મરનો થયો એટલે માતા-પિતાએ તેને પુરુષની બહોંત્તેર કલાઓમાં નિપુણ બનાવવા તથા ધાર્મિક સંસ્કારો પ્રાપ્ત કરાવવા ઉપાધ્યાયને ત્યાં સોંપ્યો. થોડા જ સમયમાં બુદ્ધિનો ભંડાર એવો તે પુત્ર બહોંત્તેર કલા તથા ધાર્મિક સંસ્કારોથી અલંકૃત થયો. પુત્રે યૌવન અવસ્થામાં પ્રવેશ કર્યો એટલે માતાપિતાએ ઉચ્ચ કુટુમ્બોની અગિયાર કન્યાઓ સાથે તેનું પાણિગ્રહણ કરાવ્યું. અને પિતાએ પુત્રને સર્વ ભાર સોંપી પ્રવ્રજ્યા અંગીકાર કરી આત્માના કલ્યાણનો માર્ગ ગ્રહણ કર્યો. વ્રત શ્રેષ્ઠીએ પોતાના દેવભવ પહેલાંના ભવમાં અગિયારસનું રુડી રીતે આરાધન કર્યું હતું તેથી તે અગિયાર કોડ સોનૈયાનો ભોક્તા, દાનવીર, રાજ્યનો માનીતો થયો અને વધુઓએ એકેક પુત્રરત્નને જન્મ આપ્યો. સુવ્રતશેઠ અગિયાર પુત્રોના પિતા થયા. એક સમયે ઉદ્યાનમાં ધર્મઘોષ નામના મુનિ સપરિવાર પધાર્યા. રાજા વગેરે તથા સુવ્રત શેઠ સૌ વંદનાર્થે ગયા. પૂ. આચાર્ય મહારાજે ઉપદેશ આપતાં તેપનું ખૂબ જ સમર્થન કર્યું. અને પ્રાંતે જણાવ્યું કે-પંચમીના તપ વડે પાંચ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, અગિયારસના તપ વડે અગિયાર અંગ સુખપૂર્વક આવડે છે, ચતુર્દશીના તપ વડે ચૌદ પૂર્વ આવડે છે અને પૌર્ણમાસીના તપ વડે સર્વસ્વનું આગમન થાય છે. આ રીતે તપનો અનુપમ મહિમા સાંભળી સુવ્રત શ્રેષ્ઠીના મનમાં ઊહાપોહ થવા લાગ્યો. તેમને એકદમ મૂર્છા આવી અને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું અને એના પ્રતાપે તેમણે પોતાનો પૂર્વભવ નીહાળ્યો. અને પોતે મૌન એકાદશીની આરાધના કરી હતી તે જણાયું. આ ભવમાં પણ મારે તે વ્રતની જિંદગી પર્યત આરાધના કરવી એવો સંકલ્પ કર્યો. એટલે ગુરુમહારાજે કહ્યું : “હે શ્રેષ્ઠી! પૂર્વભવે તમે તેને રુડી રીતે આરાધી છે તેથી આ ભવમાં તમને નિર્મળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ છે, તમે અગિયાર ક્રોડ સોનૈયાના માલિક થયા છો અને ધર્મની દૃઢ શ્રદ્ધા વગેરે પામ્યા છો. માટે હવેથી તે વ્રતનું વિશેષ કરીને આરાધના કરો, હવે શ્રેષ્ઠી કુટુમ્બ સહિત આઠ પહોરના પીષધ પૂર્વક મૌન એકાદશીનું આરાધન કરવા લાગ્યા, એટલે લોકમાં પણ મૌન એકાદશીની ખૂબ ખૂબ પ્રસિદ્ધિ અને માન્યતા થઈ.” શ્રેયાંસિ વિનાનિ એ ઉક્તિ અનુસાર સારા કાર્યમાં પણ વિપ્ન આવે છે. પણ જ્યારે તેમાંથી પસાર થઈ જવાય છે ત્યારે તે કાર્ય મહાફળદાયી થાય છે. દઢ શ્રદ્ધાવાન સુવ્રત શ્રેષ્ઠી એકદા પૌષધ લઈ તેનું સમ્યક્ રીતે આરાધના કરી રહ્યા છે, રાત્રિમાં સૌ કાયોત્સર્ગમાં લીન થયા છે. આ બાજુ ચોરોને ખબર પડી કે સુવ્રત શ્રેષ્ઠી મહાધનવાન છે, અને મૌન એકાદશીએ વ્રત કરીને મૌન રહે છે, લેશમાત્ર પણ બોલતા નથી. માટે આપણને ઠીક For Private and Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ५ વિ.સં.૨૦૬૬-પૌષ લાગ મળ્યો છે. એમ વિચારી ચોરોએ સુવ્રત શ્રેષ્ઠીના ધ૨માં પ્રવેશ કર્યો. એક તો રાત્રિ એટલે ઘોર અંધારું તેમાંય સૌ પૌષધમાં એટલે દિવાનું તો નામ નિશાન નહીં. ચોરોએ દીવો કર્યો એટલે દીવાના તેજમાં જ્યાં દૃષ્ટિ નાખે ત્યાં સોનાના જ ઢગલા દેખાયા. એ જોઈને ચોરો તો આભા જ બની ગયા. વાહ! આજ તો ખૂબ જ માલ મળશે. પણ જ્યાં કર્મરાજા રુઠ્યો હોય ત્યાં મનની ભાવના જ અદૃશ્ય થઈ જાય. સુવ્રત શ્રેષ્ઠીનું પુણ્યબળ પણ જબરજસ્ત તપતું હતું. વળી તે મૌન એકાદશી જેવા વ્રતમાં તલ્લીન થયા હતા. એટલે તુરત જ શાસનદેવીએ બધાય ચોરોને સ્તંભિત કરી દીધા. પ્રભાતકાળ થયો, એટલે સ્તંભિત થયેલા ચોરોને જોઈ સર્વે લોકો ભેગા થયા. કોટવાલોને ખબર આપી. કોટવાલો આવીને ચોરોને બાંધી ઊભા રહ્યા. કુટુમ્બસહિત સુવ્રત શ્રેષ્ઠી સ્થાપનાચાર્ય સમીપે પૌષધ પાળી ઉપાશ્રયે જઈ, ગુરુ મહારાજને વંદન-નમસ્કારાદિ કરી, ધર્મદેશના સાંભળી પાછા ઘેર આવ્યા. અને એ બધું જોવા છતાં મૌન જ રહ્યા. કોટવાલોને પણ શાસનદેવીએ સ્ટમ્મિત કરી દીધા. રાજાને ખબર પડી એટલે રાજા ત્યાં આવ્યા. સુવ્રત શ્રેષ્ઠીએ રાજાજીનું બહુમાન કરી તેમને સર્વવૃત્તાંતથી વાકેફ કર્યા, અને ધર્મના ઉપદેશક વચનો કહ્યાં. રાજા પણ હર્ષિત થયો. સુવ્રતે કહ્યું કે ચોર્ચાને બંધનથી મુક્ત કરો. રાજાએ તે સ્વીકાર્યું. બાદમાં શાસનદેવીએ તલારક્ષકો અને ચોરને છોડી દીધા, સૌને બંધનથી મુક્ત કર્યા, અને શ્રેષ્ઠીએ કુટુમ્બ સહિત પારણાં કર્યાં. એકવાર આખા નગરમાં એકાએક દાવાનળ સળગી ઊઠ્યો. નગરના લોકો આમ તેમ નાસભાગ કરવા લાગ્યા. સુવ્રત શ્રેષ્ઠી પૌષધમાં હોવાથી લેશમાત્ર ડગ્યા નહીં. જોતજોતામાં આખું નગર અરણ્યની જેમ બળી ગયું. પણ સુવ્રત શ્રેષ્ઠીનું સર્વસ્વ અજ્વલિત રહ્યું. પ્રભાતમાં દાવાનળ શમી ગયો. સમુદ્રમાં દ્વીપની માફક માત્ર સુવ્રત શ્રેષ્ઠીનાં ઘરબારને સુરક્ષિત જોઈ બધા નગરવાસી સુવ્રત શ્રેષ્ઠીની ભૂરીભૂરી પ્રશંસા કરવા લાગ્યા. સુવ્રત શ્રેષ્ઠીને મૌન એકાદશી આરાધતાં અગિયાર વર્ષ અને અગિયાર મહિના પસાર થઈ ગયા. બારમે વર્ષે મોટું ઉજમણું માંડ્યું. તેમાં મુક્તાફળ, રત્ન, શંખ, પ્રવાલ, સુવર્ણ, રૂપુ, તાંબુ, પિત્તળ, કાંસુ, પટ્ટકુલો અનેક પ્રકારનાં ધાન્યો, પકવાસ, શ્રીફળ, દ્રાક્ષ, ફળ, સોનારૂપાનાં ફુલ, અશોકાદિનાં પુષ્પો, ઈત્યાદિ અનેક વસ્તુઓ અગિયાર અગિયાર જિનેશ્વરની આગળ મૂકી. આ રીતે વિસ્તાર પૂર્વક ઉદ્યાપન કરી સંઘપૂજન સાધર્મિક વાત્સલ્ય કરી મનુષ્યજન્મને કૃતાર્થ કર્યો. હવે સુવ્રત શ્રેષ્ઠી વૃદ્ધાવસ્થાએ પહોંચ્યા. એકદા રાત્રિમાં તેમને નિદ્રા આવતી ન હતી, અને મન ધર્મવિચારણામાં ચઢી ગયું હતું. તેમને થયું : મેં શ્રાવકવ્રત પાળ્યું, મૌન એકાદશીને રૂડી રીતે આરાધી, સંસારના વૈભવો પણ ભોગવ્યા, પુત્રરત્નોને પણ રમાડ્યા, હવે તો મારે માત્ર એક જ કાર્ય આ જન્મમાં કરવાનું બાકી રહ્યું છે. જે માર્ગે મારા પૂજ્ય પિતાશ્રી પધાર્યા તે જ માર્ગે જવા હવે મારું મન તલસી રહ્યું છે. ક્યારે મને સદ્ગુરુનો સમાગમ થાય અને હું સર્વસ્વ તજી દઈને દીક્ષા સ્વીકારું અને મારા આત્માનું કલ્યાણ સાધું. શેઠે આ ભાવનામાં ને ભાવનામાં આખી રાત્રી પસાર કરી. સદ્દભાગ્યે પ્રભાતમાં જ ખબર આવી કે નગરના ઉદ્યાનમાં ચાર જ્ઞાનના ધારક ગુણસુન્દર આચાર્ય પરિવાર સહિત પધાર્યા છે. આખી નગરી દર્શનાર્થે ઉમટી છે. સુવ્રત શ્રેષ્ઠી પણ પરિવાર સહિત ત્યાં ગયા. આચાર્ય મહારાજે સંયમ માર્ગની ખૂબ જ પુષ્ટિ કરતાં જણાવ્યું કે चारित्ररत्नान्न परं हि रत्नं, चारित्रवित्तान्न परं हि वित्तम् । चारित्रलाभात्र परो हि लाभश्चारित्रयोगान्न परो हि योगः | 19 ।। दीक्षा गृहीता दिनमेकमेव, येनोग्रचित्तेन शिवं स याति । न तत् कदाचित्तदवश्यमेव वैमानिकः स्यात् त्रिदशप्रधानः ।।२ ।। ‘ચારિત્ર રત્ન જેવું બીજું કોઈ રત્ન નથી. ચારિત્ર, ધન જેવું બીજું કોઈ ધન નથી, ચારિત્ર લાભ જેવો બીજો કોઈ લાભ નથી, અને ચારિત્ર યોગ જેવો બીજો કોઈ યોગ નથી. એક દિવસનું ચારિત્ર પણ જો સમ્યગ્ પ્રકારે ઉગ્ર ચિત્તથી પાળ્યું હોય તો જીવ મુક્તિમાં જાય છે. કદાચ કાળની પ્રતિકુળતાને લઈ મુક્તિમાં ન જાય તો પણ અવશ્ય પ્રધાન એવો વૈમાનિક દેવ તો થાય છે જ.' આ રીતે ગુરુ ભગવંતની દેશના સાંભળીને સુવ્રત શ્રેષ્ઠી બન્ને હાથ જોડી કહેવા લાગ્યા : ‘હે ગુરુ ભગવંત! હું એ ભાગવતી પ્રવ્રજ્યા સ્વીકારવા ચાહું છું એટલે ધ૨નો સર્વ ભાર પુત્રોને સોંપી આપની પાસે દીક્ષાવ્રતને For Private and Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir जनवरी २०१३ ६ અંગીકાર કરીશ.' ગુરુભગવંતે કહ્યું કે - વચાનુä પ્રવર્તત્ત્વ, પ્રતિવન્ધ મા વિદ્દેિ હે મહાનુભાવ! જેમ તમને સુખ ઉપજે તેમ કરો, વિલંબ ન કરો. પછી સુવ્રત શ્રેષ્ઠી ઘેર આવ્યા. સૌ સાથે ભોજનાદિ કર્યું અને પછી પુત્રો પત્નીઓ પાસે દીક્ષાની અનુમતિ માગી. પુત્રોએ અનુમતિ આપી. પત્નીઓએ કહ્યું કે અમે પણ તમારી સાથે જ દીક્ષા લઈશું. પત્નીનો ખરો ધર્મ એ જ છે કે પતિ સારે માર્ગે જતો હોય તો પત્નીએ પણ તે જ માર્ગ સ્વીકારવો. સુવ્રત શ્રેષ્ઠીએ ઘરનો તમામ ભાર પુત્રરત્નોને સોંપ્યો, અને પોતાની અગિયારે પત્નીઓ સાથે સંયમ માર્ગને સ્વીકાર્યો. સંયમનું સમ્યગુ પ્રકારે આરાધન કરતાં અગિયારે સ્ત્રીઓ માસના અનશન વર્ડ કાયબલક્ષીણ થવાથી ઘાતિયાં કર્મનો નાશ કરી કેવળજ્ઞાન પામી અઘાતીયાં કર્મને તોડી મોક્ષગામિની બની. અને સુવ્રત મુનિ સંયમ માર્ગમાં દિવસે દિવસે આગળ વધતા જ ગયા. તપશ્ચર્યાદિથી પોતાના આત્માને ખૂબ જ રંગી નાખ્યો છે. તેમની તપશ્ચર્યાની નોંધ પણ જાણવા જેવી છે, જે આ પ્રમાણે છે : બસો છઠ્ઠ, સો અઠ્ઠમ, ચાર ચોમાશી તપ, એક છ માસી તપ, અને મૌન એકાદશી તિથિનું તપ, આ રીતે વિશેષે કરીને તપતા, બાર અંગના ભણાવનાર, શુદ્ધ દીક્ષાના પાલનારા થયા. ધન્ય હો આવા મુનિવરને કે જેમણે વૃદ્ધાવસ્થામાં પણ દીક્ષા લઈ આવી ઉગ્ર તપશ્ચર્યાઓ કરી. આવા ઉગ્ર તપસ્વી મુનિ એક સમયે મૌન એકાદશીનું આરાધન કરતાં મૌન રહ્યાં છે. તેમની પરીક્ષા કરવા માટે કોઈ મિથ્યાદ્રષ્ટિ દેવ આવ્યો છે, અન્ય મુનિના બન્ને કાનમાં મહાનુ વેદના ઉત્પન્ન કરી છે. ઘણા-ઘણા ઉપચાર કરવા છતાં પણ વેદના શમી નહીં. ત્યારે તે દેવે વેદનાવાળા સાધુને કહ્યું કે તમારી વેદના સુરત મુનિના ઔષધથી શમી જશે, ક્યારે કે પોતાના સ્થાનથી બહાર આવીને ઉપચાર કરશે ત્યારે વેદનાવાળા સાધુએ જ્યાં સુવ્રત મુનિ હતા ત્યાં આવીને ઉપચાર માટે પ્રાર્થના કરી. મૌન એવા સુરત મુનિ રાત્રિમાં સ્વસ્થાનથી બહાર આવ્યા નહીં. ત્યારે વેદનાથી અત્યંત પીડાતા તે મુનિ સુવ્રત મુનિના મસ્તકે માર મારવા લાગ્યા. તે સમયે સુવ્રત મુનિવરને અસહ્ય વેદના થવા લાગી. છતાં લેશમાત્ર ચલાયમાન થયા સિવાય વિશેષ કરી સદ્બાનમાં લીન થયા. અને ચિંતવવા લાગ્યા કે - હે જીવ! અત્યારે કર્મ ખપાવાનો શુભ અવસર પ્રાપ્ત થયો છે, આ વેશમાં અનંતા મુનિવરો કર્મે ખપાવી ખપાવીને મુક્તિને પામ્યા છે. તીર્થંકરોને પણ કર્મ રાજાએ છોડ્યા નથી તો પછી તારે તો ગભરાવાનું કોનું જ હોય. એમ ઉત્તમ ભાવના ભાવતા જાય છે, અને કર્મના થોકને ઉડાવતા જાય છે. મુનિ લેશમાત્ર પણ ચલાયમાન થતા નથી. એમ વિભંગ જ્ઞાનથી જાણી મિથ્યાદષ્ટિ દેવ વિવિધ પ્રકારના ઘોર ઉપસર્ગો કરવા માંડચો. સુવ્રત મુનિવર પણ સંપક શ્રેણીએ ચઢયા હતા એટલે તેમણે ઘાસીયાં કર્મને ચકચૂર કર્યા અને કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું. પછી ભવ્ય જીવોને પ્રતિબોધી અધાતી કર્મનો નાશ કરી મુક્તિ મંદિરમાં બિરાજમાન થયા . આ રીતે બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથ પ્રભુના મુખારવિધી સુવ્રત શ્રેષ્ઠીનું વૃત્તાંત સાંભળી શ્રી કૃષ્ણ વાસુદેવ પણ મૌન એકાદશીના આરાધનમાં આદરવાળા થયા. ત્યારથી આ મૌન એકાદશીની લોકમાં વિશેષ કરીને પ્રસિદ્ધિ થઈ. ભવ્ય જીવો પણ મૌન એકાદશીને રૂડી રીતે આરાધો એ જ શુભ ભાવના! જૈન સત્યપ્રકાશ For Private and Personal Use Only - વર્ષ-૧, અંક–૩) ઉવસગ્ગહ સ્તોત્રનો મહિમા ઉવસગ્ગહરં સ્તોત્રની અનેકવિધ વિશેષતાઓમાં એક વિશેષતા એ છે કે તેની પ્રથમ ગાથામાં શ્રી પાર્શ્વનાથ પ્રભુની ૮૦ પ્રકારે સ્તુતિ થાય છે. બીજી ગાથામાં ૪૦ પ્રકારે સ્તુતિ થાય છે. ત્રીજી, ચોથી અને પાંચમી ગાથામાં બીજા ચાર પ્રકાર મળીને સમગ્ર સ્તોત્ર વડે કુલ ૧૨૮૦૦ પ્રકારે શ્રી પાર્શ્વનાથ ભગવંતની સ્તુતિ થાય છે. એક જ ભગવંતની ૮૦x૪૦૪૪=૧૨૮૦૦ પ્રકારે સ્મૃતિ માત્ર પાંચ જ ગાથાઓ વર્ડ થઈ શકે તે સ્તોત્ર કેટલું મહિમાશાળી હોય તે સામાન્ય બુદ્ધિથી પણ સમજી શકાય છે. પંન્યાસજી ભગવંતશ્રી ભદ્રંકરવિજયજી મ. સા. (ઉવસગ્ગહરં સ્તોત્ર સ્વાધ્યાય પૃષ્ઠ નં.૧૦) Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir उवसग्गहरस्तोत्रसमग्रपादपूर्तिरूपं समस्या-स्तोत्रम् कर्ता - पं. लक्ष्मीकल्लोलगणि संग्राहक - श्रीयुत अगरचन्दजी नाहटा पणमिय सुरनरपूइयपयकमलं पुरिसपुंडरीयपासं । संथवणं भत्तिवणो भणामि भवभमणभीयमणो ।।१।। उवसग्गहरं पासं पणमह नट्ठट्ठकम्मदढपासं । रोसरिउभेयपासं विणिहियलच्छीतणयपासं ।।२।। जं जाणेइ तेलुक्कं पासं वदामि कम्मघणमुक्कं । जो झायइ ऊण सुक्कं झाणं पत्तो सिवमलुक्कं ।।३।। विसहरविसनिनासं रोगगइंदाइभयकयविणासं । मेरुगिरिसन्निकासं पूरिअआसं नमह पास ।।४।। मरगयमणिसमभासं मंगलकल्लाणआवासं । टालियभवसंतासं थुणिमो पासं गुणपयासं ।।५।। विसहरफुलिंगमंतं निच्चं मणे धरिज्जतं । कुणइ विसं उवसंतं भवियाइ मुणह निमंतं ।।६।। पयपणयदेवदणुओ कंठे धारेइ जो सया मणुओ। सो हवइ विमलतणुओ नामक्खरमंतमवि अणुओ ।।७।। तस्सग्गहरोगमारी पराभवं न य करेड विसमारी। जो तह समरणकारी संसारी पत्तभवपारी ।।८।। (पथ्यावत्तम) तस्स य सिज्झयकामं दुट्ठजरा जंति उवसामं । संथुणइ जो पकामं अभिरामं तुज्झ गुणगामं ।।९।। (उपगीति) चिट्ठउ दूरे मंतो जो ज्झायई निच्यमेव एगंतो। तुह नाम संभंतो सो जायइ लच्छिमइमंतो ।।१०।। न य उसइ दुट्ठभोइ तुज्झपणामोवि बहुफलो होइ । तुहनामेण विजोई न हवइ न पराहवइ कोई ।।११।। नरतिरिएसु वि जीवा भमंति नरएसु कायरा कीया। समियजिणसमयदीवा जेहिं तुह नामिया जीवा ।।१२।। रिद्धिं आहेवच्चं पावंति न दक्खदोगच्चं । जे तुह आणासच्चं पासंति य भावओ निच्च ।।१३।। तुह समत्ते लद्धे जीवाणं हवए सासए सिद्धे । अणुवमतेअसमिद्धे अणंत तुह नाणसंबद्धे ।।१४।। तुह सुरनरवरमहिए चिंतामणिकप्पपायवभहिए । पयकमले मलरहिए मणभसलो वसउ महसुहिए ।।१५।। पावंति अविग्घेणं जीवा जइ दुट्ठदोसबग्घेणं । न नडिझंति असिग्घेणं भवपारं विहियवग्घेणं ।।१६।। सासयसुखनिहाणं जीवा अयरामरं ठाणं । लभंति तुह पयाणं जेसिं वट्टइ मणे झाणं ।।१७।। (उपनीति) इय संथुओ महायस कित्तिं दित्तिं धिइं च मह पयत्त । वयणरस्स विजियपास निन्नासियदुरिय हयअयत ।।१८।। कलिमलमइरहिएणं भत्तिब्भरनिभरेण हियएणं। थुणिओ हियसहिएणं मइ तुम कम्मवहिएणं ।।१९।। ता देव दिज्ज बोहिं ठवेमि जम्हा पयंमि तुह गेहं । कयपावस्सयसोहि कुणसु भवारण्णभमणेहिं ।।२०।। अवगयपवयणनिस्संद भवे भवे पास जिणचंद । तुहपयपंकयमयरंद भसलत्तं भवओ महचंद ।।२१।। उवज्झाय हरिसकल्लोलसीसेणं भद्दबाहुरइयस्स । संथवणस्स समस्सा विहिया बुहाण य पसस्सा ।।२२।। इत्युपसर्गहरस्तवाम्नायसंप्रदायगर्भादभ्रशुभ्रकत्रमंत्रविचित्रपत्रमंत्र जीयात् । पं. 'लक्ष्मीकल्लोल'गणिकृतं समस्यास्तोत्रम्। इस स्तोत्र की नकल हमारे संग्रह में की १७वीं शताब्दी लिखित एक हस्तलिखित प्रत से की है। (टन सत्यप्राश - वर्ष-4, 48-१२) For Private and Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ધર્મની રક્ષા કાજે Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્વ. રતિલાલ મફાભાઈ શાહ (માંડલવાળા) (ગતાંકથી આગળ) સંઘના અગ્રણીઓએ રાજની મદદ માગી. સત્ય બિના જાણવા ચારે તરફ ઘોડા દોડાવ્યા. પણ શાસ્ત્રચર્ચા એથી કંઈ અટકવાની નહોતી, જેથી એ વ્યવસ્તામાં પણ તેઓ પડ્યા. શાસ્ત્રચર્ચાનો સમય થયો અને આખી રાજસભા માણસોથી ભરાઈ ગઈ. એક બાજુ જૈન પંડિતો-મુનિઓ બેઠા હતા, પણ એ નિરાશ ને નિરુત્સાહી હતા. બીજી બાજુ શૈવ-વૈષ્ણવ પંડિતોના મુખ પર વિજયનો આનંદ ચમકતો દેખાતો હતો. મહારાજા બુક્કારાય પણ સમયસર સભામાં હાજર થયા હતા. પંડિતોને કુશળ સમાચાર પૂછી આચાર્ય ધર્મસિંહસૂરિજી કોણ, એ જાણવા એ મુનિઓ તરફ ફર્યા. જવાબ મળ્યો કે ‘આચાર્યશ્રી આવી શક્યા નથી, તેમજ એવી પણ વાતો આવી રહી છે કે આચાર્યશ્રીને કોઈ વિરોધીઓએ ગૂમ કર્યા છે.' આ પ્રત્યુત્તર સાંભળી મહારાજા બુક્કારાય કંઈક ક્રોધમાં આવી ઊભા થઈ ગયા અને બોલ્યા; ‘હું આ શું સાભળું છું? શું મારા રાજ્યમાં કોઈ કોઈને ઝૂમ કરી શકે ખરું? મારે મન તો બધી પ્રજા સમાન છે. જો આ વાતમાં જરા પણ તથ્ય હશે તો હું એની પૂર્ણ તપાસ કરીશ અને ગુનેગારો, ભલે પછી એ ગમે તે ધર્મ કે પંથના હશે, એમને યોગ્ય શિક્ષા કર્યા વિના જંપીશ નહીં.' મહારાજાનો આવેશ જોઈ ક્ષણભર સભામાં સ્તબ્ધતા છવાઈ ગઈ. ત્યાં એક પંડિતે જવાબ આપ્યો: ‘મહારાજા! સંભવ છે કે આચાર્યજી શાસ્ત્રચર્ચાથી ડરીને ભાગી ગયા હોય ત્યાં તો એમના વિરોધીઓને બદનામ કરવા આવી બનાવટી વાતો વહેતી મૂકવામાં આવી હોય.' મહારાજાએ જણાવ્યું કે જો આ વાત બનાવટી સાબિત થશે તો હું એ માટે જે ગુનેગાર હશે એને શિક્ષા કરીશ. બાકી એથી આ શાસ્ત્રચર્ચા પર એની કંઈ જ અસર ન પડવી જોઈએ.' સમયસર શાસ્ત્રચર્ચા શરૂ કરવામાં આવી, દિગ્ગજ પંડિત બસવેશ્વર, મહાતાર્કિક શિવસ્વામી તથા સમર્થવાદી એવા બંસીલાલજી મહારાજે જૈન ધર્મ પર પોતાના એક પછી એક આક્ષેપો રજૂ કર્યા. જૈન પંડિતો બની શકે તેટલો બચાવ કરવા પ્રયત્નો કરવા લાગ્યા, પણ વિરોધીઓના પ્રચંડ બુદ્ધિબળ અને વાક્પાટવ સામે ટકવાનું એમનામાં સામર્થ્ય નહોતું. આ કંઈ જ્ઞાનચર્ચા નહોતી પણ તર્કવાદનો સંગ્રામ હતો. એ સંગ્રામમાં જૈનોનો ચોખ્ખો પરાજય દેખાતો હતો. અને એ પરાજયનું પરિણામ કેવું ખતરનાક આવવાનું હતું એ વિચારથી, નિરાશા-નિરુત્સાહને કારણે, સર્વનાં મોઢાં પડી ગયાં હતાં. સંઘનાયકો હવે અમંગળ ભાવીની કલ્પનાથી અંદરથી ધ્રૂજી રહ્યા હતા, છતાં પંડિતો અને મુનિઓ સમય વિતાવવા પોતાની વાત નવે નવે રૂપે રજૂ કર્યે જતા હતા. આવી ધોર નિરાશાની પળે, ધનધોર વાદળોથી છવાયેલું આકાશ નિરભ્ર બની જાય અને સહસ્રરશ્મિ-ભાનુ પોતાનાં તેજકિરણોથી જગતને પ્રકાશમાન કરે એમ, સહુના આશ્ચર્ય વચ્ચે, સમગ્ર વાતાવરણ પર કોઈ ઓર પ્રભાવ પાથરતા એક શાંત-સૌમ્ય મુખમુદ્રાવાળા તેજસ્વી યુવાન મુનિ આવીને રાજસભામાં ઊભા રહ્યા. એમના મુખ પર જ્ઞાન અને ચારિત્રના તેજની કોઈ દિવ્ય પ્રભા ઝળકી રહી હતી. એમની હોંશ તો શાસ્ત્રચર્ચા શરૂ થતાં પહેલાંજ આવી પહોંચવાની હતી, પણ રસ્તાની ભૂલને કારણે એ કંઈક મોડા પડ્યા હતા. છેવટે એ રાજદરબારમાં અન્ય મુનિઓ સાથે આવી પહોંચ્યા હતા. આખી સભા સમેત મહારાજા બુક્કારાયનું ધ્યાન એ મુનિ મંડળી તરફ આકર્ષાયું, પણ કોઈ જ એમને ઓળખતું ન હોઈ એ કોણ હશે એની સૌ કાનાફૂસી કરવા લાગી ગયા. શાસ્ત્રચર્ચા તો શરૂ થઈ ચૂકી હતી, પણ તેજસ્વી અણજાણ મુનિની હાજરી પછી ચર્ચામાં ઓર રંગ જામ્યો અને બાજી પલટાવા લાગી, પરાજયે વિજયનું, નિરાશાએ આશાનું અને નિરુત્સાહની ઠંડીએ ઉત્સાહની ઉષ્માનું For Private and Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir वि.सं.२०६९-पौष રૂ૫ લેવા માંડ્યું. અને પછી તો એમણે એક પછી એક બધા પંડિતોને બોલતા બંધ કરી દીધા. જ્ઞાનમાં કદાચ એ સૂરિજી જેટલા વિદ્વાન નહીં હોય, પણ તર્કમાં તો એ અજોડ હતા. એથી શૈવ-વૈષ્ણવ પંડિતો પણ એમની તાર્કિક બુદ્ધિ-શક્તિ જોઈ મોમાં આંગળા ઘાલી ગયા. સૂરિજીની ગેરહાજરીમાં જૈનસંઘને આજે આ મુનિવરમાં સૂરિજીનું દર્શન થવા લાગ્યું હતું, કારણ કે એમણે એમની ખોટ પૂરી દીધી હતી. આમ પરિસ્થિતિએ પલટો લીધાથી જૈન જનતામાં અદમ્ય ઉત્સાહનું મોજું એક ખૂણેથી બીજે ખૂણે ફરી વળ્યું. પંડિતવર્ગ, મુનિગણ તથા સંધે એ મુનિમાં જાણે પોતાના તારકનાં દર્શન કર્યા. [, માત્ર હારજીતની જ વાત હતી. આ કંઈ વિરોધી પક્ષની વિચારધારા, સમજવાનો કે પોતાની વારા સાથે એનો ક્યાં સુધી સમન્વય થઈ શકે તેમ છે એ જાણવાનો જિજ્ઞાસવાદ નહોતો; એટલે પંડિતો નવા નવા પ્રશનો છેડતા ને કોઈ નબળી કડી હાથ લાગે તો એના પર પ્રહાર કરવાનો લાગ શોધ્યા કરતા. પણ આ મુનિ એનો જડબાતોડ જવાબ આપી પંડિતોને મુંઝવી મારતા, પણ પંડિતોય કંઈ એમ હાર કબૂલે એવા નહોતા, જેથી એ ચર્ચા બીજે દિવસે પણ લંબાવવાનો રાજાને આગ્રહ કરવામાં આવ્યો. મહારાજા બુક્કારાયે જણાવ્યું : “ભલે, તમને વિજયની હોંશ હોય તો, કાલે શાસ્ત્રાર્થ ચાલુ રાખજો; પણ જો જૈનધર્મ એ કેવળ પાખંડ હોત, નાસ્તિક મત હોત તો એ તમારાં મોઢાં કેવી રીતે બંધ કરી શકત? અત્યાર સુધીની શાસ્ત્રચર્ચા ઉપરથી પણ કોનો કેટલો વિજય-પરાજય થયો છે એ હવે કંઈ છાની વાત નથી રહી.” શાસ્ત્રચર્ચા શરૂ થઈ ગયાના સમાચાર સાંભળીને હવે વિજય પોતાનો જ છે એમ માનનારા વિરોધીઓએ રાત્રે મોડેથી સૂરિજીને છોડી મૂક્યા ને જ્યાં એમના શિષ્યો ઉપવાસ આદરી બેઠા હતા ત્યાં ગામના ઝાંપે લાવી મૂક્યા. ગુરુ આવતાં સંધે તરત જ વિજયનગર સમાચાર મોકલ્યા ને ગુરુ અત્રેથી વિહાર કરી ત્યાં નવ વાગતાં આવી પહોંચશે તેમ પણ જણાવ્યું. આ વખતે રાત્રિના સાડાબાર થયા હતા, છતાં આખી રાત જાગતા રહી લોકોએ બમણા ઉત્સાહથી સુરિજીના સ્વાગત માટે તૈયારીઓ કરવા માંડી ને પ્રભાત થતાં થતાં તો જાણે આખું વિજયનગર ઉત્તર તરફના દરવાજે એકત્ર થઈ ગયું. બરાબર નવ વાગે સૂરિજીએ વિજયનગરમાં પ્રવેશ કર્યો. દેવોને પણ દુર્લભ એવું એમને માન મળ્યું. રાજા તરફથી પણ એમના સ્વાગતમાં કમી નહોતી રાખવામાં આવી. પણ સૂરિજીને એનો આનંદ નહોતો. શાસ્ત્રચર્ચા શરૂ થયાની વાત તો એમને ગામડાના ભોળા શ્રમણોપાસકોએ કરી હતી, પણ એક અજાણ યુવાન મુનિએ જૈનધર્મનું ગૌરવ ટકાવી રાખ્યું હતું, એ આનંદના સમાચાર કોઈએ નહોતા આપ્યા, જેથી એ કંઈક વ્યગ્ર-ઉદાસ હતા, આથી ઉત્સુક બની શાસ્ત્રચર્ચાના સમાચાર જાણવા એમણે એક આગળ પડતા શ્રાવકને પૂછયું. જવાબ મળ્યો કે “જૈનોને તો રાજ્યમાંથી ગાંસડાં-પોટલાં બાંધવાનાં જ હતાં, પણ ત્યાં અચાનક એક મુનિએ ચર્ચામાં પ્રવેશ કરી રંગ રાખ્યો છે ને હારની આખી બાજી જીતમાં પલટાવી નાખી છે.' આવો ઉત્તર સાંભળી સૂરિજીને કંઈક નિરાંત વળી. એ યુવાન મુનિ કોણ હશે એ જાણવા એમણે કલ્પના દોડાવી, પૂછપરછ પણ કરી, પણ કંઈ જ જાણવા મળ્યું નહીં. પણ જ્યારે એ નગરના મુખ્ય દરવાજેથી અંદર પ્રવેશ્યા ત્યાં તો પોતાના જ એક પ્રિય શિષ્યને પોતાના ચરણાં પડેલો જોયો, ત્યારે સૂરિજી બધો ભેદ પામી ગયા. હર્ષના આવેગથી ગળગળા થઈ સૂરિજી શિષ્યને ભેટી પડ્યા. એમની આંખો આંસુઓથી છલકાઈ ગઈ. હૃદય અગમ્ય ભાવોથી ભરાઈ ગયું. શિષ્યની પીઠ પર વાત્સલ્યભર્યો હાથ ફેરવતા અને ફરી ફરી એનું માથું સુંઘતા સૂરિજી આજે એને સ્નેહાશ્રુઓથી જાણે ખરેખર નવરાવી રહ્યા હતા. અને શિષ્ય પણ એ જ પ્રમાણે ઉપકારબુદ્ધિએ નમ્ર બની અશ્રુજળથી ગુરુના પાદપ્રક્ષાલ કરી રહ્યો હતો. થોડીવાર પછી સૂરિજીએ કહ્યું : “વત્સ! ભગવાન મહાવીરના અમર સત્યની રક્ષા કરી તે કેવળ મારી જ નહિ પણ સકળ સંઘની અને ધર્મની પ્રતિષ્ઠા સાચવી છે. ધૂળમાં મળવા બેઠેલી શાસનની પ્રતિષ્ઠાનું આજે તેં રક્ષણ કર્યું છે અને ધર્મનું ગૌરવ પણ વધાર્યું છે. તારા જેવો શિષ્ય પામી હું ગૌરવશાળી બન્યો છું. જૈન શાસન પણ તારા જેવા For Private and Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir जनवरी २०१३ ૧૦ તેજસ્વી મુનિથી વધુ ગૌરવવંતુ થયું છે.’ 'ગુરુદેવ! એ બધો આપનો જ પ્રતાપ છે, આપની જ કૃપાદૃષ્ટિનું ફળ છે. ‘આ મહાયજ્ઞનો તું વિજેતા ગણાઈશ' એવા આપે આપેલા આશીર્વાદનું જ એ ફળ છે; બાકી હું તો કશું જ નથી.’ ગુરુદેવે જ્યારે જોયું કે પાછળ રહી ગયેલા બધા જ મુનિઓએ મારી પહેલાં આવી પહોંચી ધર્મરક્ષામાં પોતાનો ફાળો આપ્યો છે ત્યારે એમનું હૃદય કોઈ અનેરા ભાવોથી ભરાઈ ગયું. આષાઢ સુદી ત્રીજના દિવસે પણ સમયસર શાસ્ત્રચર્ચા શરૂ થઈ, પણ જેની પાસે સ્યાદ્વાદરૂપી અમોઘ દિવ્યાસ્ત્ર હોય એને કદી પરાજિત થવાપણું હોતું જ નથી; શરત એટલી કે એનો વાપરનાર કુશળ હોવો જોઈએ. સ્યાદ્વાદ ખંડનમાં નથી માનતો, પણ પોતાના મંડન સાથે વિરોધીના મંતવ્યને પણ ન્યાય મળે એ રીતે એ એનું દૃષ્ટિબિંદુ સમજી લઈને એમાંથી સમન્વય સાધી શકે છે. શાસ્ત્રચર્ચામાં પંડિત બસવેશ્વરે વેદ બાહ્ય હોવાને કારણે જૈનધર્મને પાખંડી ધર્મ કહ્યો; શિવસ્વામીએ નાસ્તિક હોવાને કારણે પાપી ધર્મ કહ્યો; જ્યારે બંસીલાલજીએ વર્ણાશ્રમધર્મ નહીં માનવા માટે એના ઉપર ભ્રષ્ટતાનો આરોપ મૂક્યો. આ આક્ષેપો સામે સૂરિજીનો જવાબ સાંભળવા રાજસભા એક તાન બની. મેઘગંભીર વાણીમાં સૂરિજીએ જણાવ્યું : ‘હા, અમે નાસ્તિક છીએ; કારણ કે અમે હિંસાનો ઇનકાર કરીએ છીએ, અસત્યનો ઇનકાર કરીએ છીએ, ચોરી-જૂઠ, વ્યભિચાર-વિલાસ, અહંકાર અને કામક્રોધાદિ ષરિપુઓનો પણ ઇનકાર કરીએ છીએ જૈનધર્મ તો અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ, એ પાંચ મહાવ્રતોમાં દૃઢ વિશ્વાસ ધરાવે છે. સદાચાર, ચારિત્ર્ય, જીવનશુદ્ધિ, સંયમ અને તપ પર એ ખૂબ ભાર મૂકે છે. કર્મસિદ્ધાન્ત અને પુનર્જન્મ તો એનો ખાસ પાયો છે અને નિર્વાણ-મોક્ષ એ એનું પરમધ્યેય છે. કારણ કે આત્માની અનંત શક્તિ પર એનો ઊંડો વિશ્વાસ છે. કો પંડિતવર્યો! આવું તત્ત્વજ્ઞાન તમે માનો છો કે નહીં?' ‘જરૂ૨-જરૂર, કેમ નહીં? એ તો અમારો જ સિદ્ધાંત છે; બધા ધર્મને માન્ય એવો સિદ્ધાંત છે.' પંડિતોએ જવાબ આપ્યો. તો પછી તમારેય અમારી જેમ ભ્રષ્ટ ગણાવું છે?' કહી સૂરિજી હસી પડ્યા અને આગળ ચલાવ્યું કે ‘વેદની વાત કરીએ તો કહો કે પિતાને વંદન કરનાર, પણ તેની આજ્ઞા નહીં માનનાર શ્રેષ્ઠ છે કે પિતાની આજ્ઞા ઉઠાવવા ખડે પગે તૈયાર રહેનાર-ભલે પછી એ વંદનવ્યવહાર ન પણ કરતો હોય-શ્રેષ્ઠ છે? પંડિતોએ જણાવ્યું કે ‘આજ્ઞા માનનાર શ્રેષ્ઠ છે.' સૂરિજીએ જણાવ્યું : ‘તો પછી જેઓ કેવળવેદના પુસ્તકની જ પૂજા કરે છે એના કરતાં એના નિર્વાણલક્ષી તત્ત્વજ્ઞાનને જીવનમાં ઉતારવા મથનાર શ્રેષ્ઠ નથી શું? વેદમાં તો માત્ર શબ્દો છે, પણ એનો અર્થ તો જીવનમાં શોધવાનો છે. ખુદ વેદમાં જ પરમ તત્ત્વને વાણી અને મનથી પર કહ્યું છે, તો વેદના શબ્દો એ તત્ત્વને કેમ કહી શકે? સત્ય તો અનંત છે અને તે અંત૨ના અનુભવથી જ સમજી શકાય. છતાં એને વેદની છાપ લગાડવાનો આગ્રહ શા માટે? જેને તૃષા લાગી છે એ સત્યના સરોવરમાંથી જોઈએ તેટલું પાણી પી શકે છે; પણ એ પાણીને વેદની નીક દ્વારા વહેવડાવ્યા પછી જ પી શકાય, એવો કદાગ્રહ શા માટે? અને વેદ એ તો બીજાઓની જેમ પૂર્ણત્વ તરફ જવાનો માત્ર માર્ગ ચીંધે છે. ઈશારો કરે છે; બાકી એનેજ પૂર્ણ માની અટકી જઈએ તો કહો, વેદમાં કર્મસિદ્ધાંતની વાત આવે છે? પુનર્જમન્મ વિશે વેદ કશું બોલે છે? તેમજ મૂર્તિપૂજા વિશે પણ એમાં કંઈ ઇશારો છે? જો આવી વસ્તુઓ એમાં નથી તો એ બધું તત્ત્વજ્ઞાન આવ્યું ક્યાંથી? માટે અનુભવ એ જ સાચો વેદ છે અને એ અનુભવથી જ, વેદાદિક ધર્મગ્રંથોમાં યજ્ઞહિંસા હોવા છતાં આજે તમે એનો ત્યાગ નથી કર્યો શું? એટલે એકમાત્ર વેદના ગ્રંથો જ પૂર્ણ છે એમ કહેવું યોગ્ય નથી. કારણ કે શ્રમણો તથા અન્યો પાસેથી તમે ઘણું મેળવ્યું છે યજ્ઞહિંસાનો ત્યાગ તથા પુનર્જન્મ, કર્મવાદ, મૂર્તિપૂજા જેવાં અનેક તત્ત્વો તમે એમની તેમજ બીજાઓની પાસેથી મેળવ્યાં છે ત્યાં આવો For Private and Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir वि.सं.२०६९-पौष આગ્રહ શા માટે રાખો છો એ મને નથી સમજાતું. ‘જો આટલી મારી વાત સમજાય તો પછી નાસ્તિકતાનો પ્રશ્ન પણ નથી ઊભો રહી શકતો. કેવળ ઈશ્વરને માનવા ન માનવા પર જ નાસ્તિકતા ટકી હોય તો એવી નાસ્તિકતા દોષરૂપ નથી, જો ઈશ્વરવાદ એ સિદ્ધાંત હોત તો કપિલ, જૈમિની જેવા સમર્થ વેદના આગ્રહીઓ શા માટે એ ઇનકાર કરત? પણ વાત એમ છે કે એ સિદ્ધાંત નથી પણ “વાદ' છે. જે પુરુષાર્થવાદી છે, કર્મવાદી છે, સ્વાવલંબી છે એને ઈશ્વરની જરૂર નથી. જે ભાવુક છે, જેને આલંબનની જરૂર છે તેમજ જેને અભિમાન પેદા થવાનો ડર છે, એ નમ્રતા પોષવા ઈશ્વરને સરજે તો એમાં કશું ખોટું પણ નથી. બીજી રીતે વિચારીએ તો જુદી રીતે જોવાને કારણે ઈશ્વર-અનીશ્વર એ કેવળ ભાષાનો જ ભેદ બની રહે છે. કોઈ સમુદ્રને નદીઓના સંગમરૂપે, કોઈ પાણીનાં ટીપાંઓના સમુચ્ચય રૂપે, તો કોઈ કેવળ જલતત્ત્વ રૂપે જુએ છે ને તેથી જ ભાષાના આવા ભેદો પડે છે. બાકી તો સહુ કોઈ પરમ સત્યની પ્રાપ્તિ માટે જ મથી રહ્યા. છે, ને આથી બધા જ ધર્મો સત્યાભિમુખ હોવાને કારણે સાચા છે. ફક્ત એમાં જે વિકૃતિઓ કે અસત્યાંશો ભળ્યા હોય એ દૂર કરવા રહ્યા. વર્ણાશ્રમધર્મ માટે માની લઈએ કે એ કાળમાં એની જરૂ૨ હશે; તેથી સમાજને લાભ પણ થયો હશે. બાકી આજના આ વિદેશી આક્રમણના યુગમાં જો આપણે એનો આગ્રહ રાખીએ તો ધર્મનો જ નાશ થવાનો અવસર આવી પડે. જબરજસ્તીથી એક માનવી બીજાને વટલાવે એટલા માત્રથી એને ધર્મત્યાગ કરવાની ફરજ પાડવી, એમાં કેવળ બુદ્ધિની વિકૃતિ સિવાય બીજી કઈ વાત છે? અને એક વાત એ પણ કહ્યા વિના નથી ચાલતી કે બીજા ધર્મોની વાત જુદી હશે, પણ જે કેવળ અદ્વૈતવાદી પંથો છે એ માનવ-માનવ વચ્ચે ભેદભાવ કેમ કરી શકતો હશે?' સભાજનોને ફરી એ આગ્રહપૂર્વક કહેવા માગું છું કે કોઈ પણ પંથ કે ધર્મ, બીજા ધર્મો કે જે પરમ સત્યનાં જ ભિન્ન ભિન્ન પાસાં છે. એનો વિરોધ કરી યા એનું ખંડન કરીને કેવળ પોતાના પંથમાં જ એકમ દાવો કરે છે એ સત્યના મૂળમાં જ ઘા કરે છે, એ નક્કી સમજજો. ગીતાએ પણ એ જ વાત કહી છે કે સત્ય પ્રાપ્તિના અનેક માર્ગો છે, જે દ્વારા પરમ સત્ય પ્રાપ્ત થઈ શકે છે. આથી વિશેષ મારે કંઈ કહેવાનું નથી.' આમ સર્વધર્મ સમભાવની ભાવનાથી ભરેલું, સર્વને ન્યાય આપતું સૂરિજીનું કથન સાંભળી મહારાજા બક્કારાય અત્યંત પ્રસન્ન થયા. એમણે કહ્યું : “આજ સુધી આવું ઉદારતા ભર્યું, કલહનું શમન કરનારું વ્યાખ્યાન મેં સાંભળ્યું નથી. જેમને મેં સાંભળ્યા છે એ લોકોએ સદા કદાગ્રહભરી વાત કરી છે. એથી હું આજે મારા જીવનની ધન્યતા અનુભવું છું.' આમ કહી મહારાજા બુક્કારાય સિંહાસન પરથી ઊઠી સૂરિજીની પાસે આવ્યા ને એમના ચરણોમાં પોતાનું માથું ઢાળી અનેક આપત્તિઓ અને બલિદાનો સહી લઈને સત્યધર્મની રક્ષા કાજે આટલો કષ્ટમય વિહાર કરી ત્યાં આવી પહોંચવા બદલ સૂરિજીની ક્ષમા યાચી. સૂરિજીએ મહારાજાને ધર્મલાભના આશીર્વાદ આપ્યા. આખી રાજસભા સૂરિજીના, મહારાજા બુક્કારાયના અને સર્વ ધર્મોના જયનાદોથી ગાજી રહી. સૂરિજીની કૃપાથી ધર્મનું રહસ્ય સમજી મહારાજા બક્કારાયે સભામાં ઘોષણા કરી કે, “હવે પછી મારા રાજ્યમાં કોઈ પણ વ્યક્તિ વચ્ચે ધર્મને કારણે ભેદભાવ રાખવામાં નહીં આવે. સાથે સાથે સર્વ ધર્મોનો આદર પણ સમાન રીતે કરવામાં આવશે.” મહારાજાની ઘોષણાને અંતે “સૂરિજીની જયના ઘોષ સાથે રાજસભા વિસર્જન થઈ. તે પુય દિવસે રાજા અને પ્રજા ધર્મનો સાચો મર્મ સમજ્યાં અને કૃતકૃત્ય થયાં. (આ ઘટનાને વિજયનગરના ૧૯૩૮ની સાલના એક શિલાલેખનો ઐતિહાસિક આધાર મળે છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે “જૈનોએ વિજયનગરના મહારાજા બક્કારાય પાસે ફરિયાદ કરેલી કે વૈષ્ણવોએ અમારા ઉપર જુલ્મ ગુજાર્યો છે અને અમને તેઓ સતાવે છે. રાજાએ આથી હુકમ કરેલો કે મારા રાજ્યમાં બધા જ ધર્મોને સમાન ભાવથી જોવામાં આવશે.) સંપૂર્ણ (જૈનયુગ’માંથી) For Private and Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અહિચ્છના નાથાલાલ છગનલાલ શાહ ઉત્તરમાં નૈનિતાલ, પૂર્વમાં પિલીર્ભિત દક્ષિણપૂર્વમાં શાહજહાનપુર, દક્ષિણ-પશ્ચિમમાં બદાઉં અને પશ્ચિમમાં રામપુર રાજ્ય આવેલ છે. આ પુરાતન નગર બરેલી જીલ્લામાં આવેલ રામનગર નામના શહેરથી દક્ષિણદિશામાં ચાર માઇલના ઘેરાવામાં આવેલ હતું તેવું પુરાતત્ત્વખાતા તરફથી સાબીત થયેલ છે. અહિચ્છત્રાને કેટલાક લેખકો. અધિક્ષેત્ર તરીકે લખતા આવેલ છે. પરંતુ ઇ. સ. બીજી સદીના પૂર્વાર્ધમાં પ્રખ્યાત ખગોળવેત્તા ટોલેમી પોતાના ભારતના પ્રવાસમાં બતાવે છે કે “અડિસડર Adisadra જેનું સંસ્કૃત નામ અહિચ્છત્રા ઘણા પ્રાચીન સમયનું શહેર છે. તેનો ઈ. સ. પૂર્વે ચૌદમી શતાબ્દિ સુધીનો ઇતિહાસમાં ઉલ્લેખ થયેલ છે. પુરાતનકાળમાં આ નગર ઉત્તર પાંચાલ દેશની રાજધાનીનું શહેર હતું, અહિચ્છત્રાનો અર્થ નાગફણા યા નાગના ફણાની છત્રી થઈ શકે છે, ત્યાં આવેલ પુરાતન કિલ્લાને આદિ કોટ કહેવાય છે.” (મક ક્રીંન્ડલ-એશ્યન્ટ ઇન્ડીયા, પૃષ્ઠ ૧૩૩-૧૩૪) અહિચ્છત્રાના પુરાતન અવશેષોમાં એક શિલાલેખ બ્રાહ્મી લિપિમાં કોતરેલ મળી આવેલ છે તે લેખમાં ગ્રીક શબ્દમાં અડીસડર (અહિચ્છત્રા) નામ બતાવેલ છે. (કનિંગહામ એસ્પેન્ટ જોગ્રોફી ઓફ ઇન્ડીયા. પૃષ્ઠ ૭૦૫ માં બતાવેલ નોટ.). પુરાતત્ત્વજ્ઞોની શોધખોળ પરથી તેમજ મળી આવેલ શિલાલેખો પરથી એમ જણાઈ આવે છે કે ઈ. સ. ૧૦૦૪ સુધી આ નગર આબાદ વસેલું હતું. ત્યાં આવેલ આલમપુર નામના કોટના મંદિરમાં જૈનમૂર્તિઓ અને બૌદ્ધમૂર્તિઓ મળી આવેલ છે. તેમજ કટારિ ક્ષેત્રમાંથી જૈનમૂર્તિઓ મળવા પામેલ છે. કટારિ ક્ષેત્ર આ પુરાતન કિલ્લાથી ૧૨૦૦ ફીટના અંતરે ઉત્તર દિશા તરફ આવેલ છે. ડૉ. ફૂહરરે આ સ્થાનોના ખોદકામમાંથી કિલ્લાની પશ્ચિમદિશા તરફના ભાગમાં ટીલાનું ખોદકામ કરતાં એક સભામંદિર કે જે ઇ. સ. પૂર્વે પહેલી શતાબ્દિનું હાથ આવેલ હતું. તેના પર ઈ. સ. ૯૬ થી ૧૫૨ સુધીના લેખો કોતરાએલ છે. તેની ઉત્તરદિશા તરફના ભાગમાં ખોદકામ થયેલ તે વખતે ખંડેરોમાંથી એક મંદિર હાથ આવેલ હતું. આથી પુરાતન સમયના અહિચ્છત્રા નગરને વર્તમાનમાં રામનગરના નામથી ઓળખાવવામાં આવે છે. તેમજ આપણા પ્રાચીન ગ્રંથોમાં કમઠે પાર્શ્વનાથ પ્રભુ ઉપર પાણીનો ઉપસર્ગ કર્યો તે વખતે ધરણેન્દ્ર પ્રભુ ઉપર ભક્તિથી સર્પની ફણા કરી રક્ષણ કર્યું. ત્યારથી લોકોમાં અહિચ્છત્રા નામ પ્રસિદ્ધ થયું તે રીતે અહિચ્છત્રાનો ઉલ્લેખ કરનારાં નીચેનાં પદો મળે છે. તે અહિં આપીએ છીએ. सिवनयरी कुसग्गवणे पासो पडिमठिओ य धरणिंदो । उवरि तिरत्तं छत्तं धरिंसु कासिअ वरमहिमं ।।५९ ।। तं हेउ सा नयरी अहिच्छत्ता नामओ जणे जाया । तहियं नमिमो पासं विग्यविणासं गुणावासं ।।१०।। पडिमाए ठियं पास कमठो हरिकरिविसायपमुहेहिं । उवसग्गितो वरिसइ अखंडजुगमुसलधाराहिं ।।१।। उदगं जिणनासग्गं पत्तं तो लहुकरेइ धरिणिंदो । जिणओवरि फणाछत्तं भोगेण य देहयहि परिहिं ।।२।। चलणाहो गुरुनालं कमलं तो कमठु खामिउं नट्ठो । धरणो गओ सवासं जिय उवसग्गं नमह पासं ।।६३ ।। રત્નસાર ભાગ બીજો પૃ. ૨૧૮-૩૨ તેજ પ્રમાણે જૈન શ્વેતામ્બર સાહિત્યના આવશ્યકનિયુક્તિ નામના ગ્રંથમાં “અહિચ્છત્રા” માટેના ઉલ્લેખો નીચે પ્રમાણે મળી આવે છે. For Private and Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १३ વિ.સં.ર૦૬૬-પૌષ 'गजाग्रपदे दशार्णकूटवर्तिनि तथा तक्षशिलायां धर्मचक्रे तथा अहिच्छत्रायां पार्श्वनाथस्य धरणेन्द्रमहिमास्थाने।' તેવીજ રીતે “જ્ઞાતાધર્મકથા' નામના આગમમાં આ પુરાતન નગરના માટે આ રીતે ઉલ્લેખ કરેલ છે. 'तीसे णं चंपाए नयरीए उत्तरपुरच्छिमे दिसिभाए अहिच्छत्ता नाम नयरी होत्था, रिद्धथमिय समिद्धा वन्नओ, तत्थ णं अहिच्छत्ताए नयरिए कणगकेउ नामं राया होत्था ‘सेयं खलु मम विपुलं पणिय भंडभायाए अहिच्छत्तं नगरं वाणिज्जाए गमित्तए, 'નાર Mિા મિતે, - જ્ઞાતાધર્મકથી પૃ. ૧૯૨. ૦ આવશ્યક નિર્યુક્તિ. ૦ જિનપ્રભસૂરિકૃત તીર્થકલ્પ. ૦ આર્મી. સર્વે ઓફ ઇન્ડિયા વાં. ૧ કનીંગહામ. ૦ ડૉ. ફૂહરરનો રિપોર્ટ સન. ૧૮૯૧-૯૨ ૦ એપિગ્રાફીક ઇન્ડિયા વોલ્યુમ ૧૦, પૃ. ૧૧૦-૧૧૫ o Archiological Survey of India, Vol. 2. P. 28-29. OH. R. Nevill. District Gajetteers of the United Provinces of Agra and Oudh, Vol. 3, 1903, Allahabad. OJ.R. A. S. Great Britain and Ireland, 1903, P. 1-64 London, વિગેરે સ્થળોએ આ અહિચ્છત્રાનો ઉલ્લેખ મળે છે. શોધખોળ થતાં અહિચ્છત્રા નગરની પુરાતન સમયની કેટલીક મૂર્તિઓ, સ્તુપ અને સિક્કાઓ રાજ્યકર્તાઓ મળી આવ્યા છે, જે ઇ. સ. પૂર્વે ૨૦૦ થી ૧OO સુધીના છે. અહીં શુંગવંશના રાજાઓ અગ્નિમિત્ર, સૂર્યમિત્ર, ભાનુમિત્ર, વિષ્ણુમિત્ર, ભદ્રઘોષ, ધ્રુવમિત્ર, જયમિત્ર, ઇન્દ્રમિત્ર, ફલ્યુનીમિત્ર અને બૃહસ્પતિમિત્ર વિગેરે રાજ્યકર્તાઓ થઈ ગએલ છે. તે વાત તેમાં મળી આવેલ સિક્કાઓ પરથી જણાઈ આવે છે. આમાંના સિક્કાઓ કૌશામ્બી અને અવધમાંથી પણ મળે છે. ત્યારપછી ઈ. સ. ત્રીજી શતાબ્દિના મધ્ય ભાગમાં ગંગવંશિ જૈન રાજા વિષ્ણુગોપ રાજ્ય કરી ગએલ છે. ત્યાર બાદ ઇ. સ. ૩૩૦ માં બૌદ્ધરાજા અશ્રુત થોડા વર્ષો રાજ્યકર્તા થઈ ગએલ ત્યાર પછી પ્રસિદ્ધ રાજા મોરધ્વજ (મયુરધ્વજ) થઈ ગએલ છે. એમ કહેવાય છે કે આ રાજા જૈનધર્મી હતો તેમજ તેના સમયમાં આ પ્રદેશમાં જૈનધર્મ ઉન્નતિ પર હતો. તેમજ રાજા બલમિત્ર અને ભાનુમિત્ર જે ઉર્જની પર પણ રાજ્ય કર્તાઓ થઈ ગએલ છે તે પ્રસિદ્ધ જૈનાચાર્ય કાલિકસૂરિના ભાણેજ હતા તેવું શ્વેતામ્બર જૈનોના સાહિત્યો પરથી જણાઈ આવે છે. શોધખોળમાં મળી આવેલ પુરાતન અવશેષો અહિચ્છત્રાનગરની શોધખોળ ડૉ. કૂહરરે સન ૧૮૯૨ની સાલમાં કરેલ તેમાં મળી આવેલ વસ્તુઓ સંબંધી તેમના રિપોર્ટમાં જણાવે છે કે - આ પુરાતન સ્થાનમાં મૂર્તિઓ પદ્માસનો તેમજ શિલ્પીઓના કામો મળી આવેલ છે જે કશાન રાજ્યકાળના છે. આમાં એક પુરાતન જૈન મંદિરના ખોદકામમાંથી એક મૂર્તિ હાથ આવેલ છે. તેની ડાબી બાજુનો કેટલોક ભાગ તુટી ગએલ હાલતમાં છે. આ મૂર્તિ પબાસન સહિત ધ્યાનમુદ્રાએ પદ્માસનરૂપે છે. પબાસનના ભાગમાં બંને બાજુએ ઉભેલા એક એક સિંહ છે. વચમાં ધર્મચક્ર છે. ધર્મચક્રની આજુબાજુ કેટલાક પુરુષો અને સ્ત્રીઓ મૂર્તિને વંદન કરતાં ઉભેલ છે. આ મૂર્તિનું શિલ્પકામ “ઈન્ડોકોરી નથી અન’ ઢબનું છે. મૂર્તિના નીચે પબાસનમાં જે શિલાલેખ છે તે બ્રાહ્મીલિપિમાં કોતરાએલ છે.' सं. १२ना ४ मास ११ दिवसे इतिशय पूर्वम कोटिगना वामभाडासियानो कुलातो अने उच्चनागरी शाखातो जेनिस्य आर्यपुसिलय. સં. ૧૨ ના વરસાદના જ મહિનામાં અગિઆર દિવસે કૌટિયગણ બમ ભાડાસિય કુલ અને ઉચ્ચ નાગરી For Private and Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪. जनवरी २०१३ શાખામાં આર્ય પુસિલય, વી. આ મૂર્તિ દિગમ્બર જૈનોની બતાવેલ છે, ડૉ. કૂહરરે આ સંવત શક સંવતનો છે તેમ બતાવેલ છે. બીજી એક ચતુર્મુખ જૈન તીર્થંકરની મૂર્તિના નીચેનો પબાસણવાળો ભાગ મળી આવેલ છે. અને બીજા બે લેખોવાળા પથ્થરો મળી આવ્યા છે તે બધા લેખો બ્રાહ્મીલિપિમાં કોતરાએલા છે. તેમાં પબાસણવાળો શિલાલેખ સં. ૭૪ની સાલનો કુશાન રાજ્યકાળનો બતાવેલ છે. તેમ પબાસનનું શિલ્પ કામ ઇન્ડો પરસી પોલિટન IndoPersepolitan ઢબનું કોતરેલ છે. આ પુરાતન ટીલાનું ખોદકામ કરતાં પૂર્વ દિશા સ્તુપ તરફની બાજુએ એક સ્તુપ મળી આવેલ છે. તેમ આ જગ્યાએ એક પ્રાચીન સમયનો સ્થંભ છે તેના પર આચાર્ય-ઇન્દ્રનંદિ શિષ્ય મહાદરિ પાર્શ્વમતિરાય કટારિ.. વિગેરે લખેલ છે. તેમ એક શિલાપટના પર નવગ્રહનું કામ કરેલ છે. ડૉ. ફૂહરર આ સુપને બૌદ્ધોનો બતાવેલ છે. પણ શાક્ય મુનિના ઉપદેશ પછી બૌદ્ધોમાં સ્તુપો બાંધવાની પ્રથા શરૂ થયેલ છે. પરંતુ આ સ્તુપ ઇ. સ. પૂર્વે આઠમી શતાબ્દિનો હોવાનું જણાય છે. પુરાતત્ત્વના અભ્યાસુઓએ પહેલાંના શોધકામમાં જે સ્તુપો મળી આવેલ તે બધા બૌદ્ધોના લખી દીધા હતાં. ડૉ. ફૂહરરની જેમ ડૉ. કહલરે અને કનિંગહામ વિગેરે શોધકોએ પણ તેવી જ રીતે મથુરા વિગેરે સ્થાનોના તુષો માટે લખેલ પરંતુ તેની પુરતી શોધ થયા પછી ઉક્ત સ્તુપો જૈનોના છે તેમ બતાવેલ છે. મી. હેવેલે પોતાની હીસ્ટ્રી ઓફ ઇસ્ટર્ન એન્ડ આર્યન આર્કિટેક્યર નામના પુસ્તકમાં તે સંબંધી ખુલાસાવાર નિર્ણયથી જણાવેલ છે. (જૈ. સ. પ્ર. વર્ષ-૧, અં.-૧) શંખેશ્વર તીર્થમાં પ્રાચીન પsદા પૂ. મુનિ શ્રી સુશલવિજયજી શંખેશ્વર મહાતીર્થ એ અતિ પ્રાચીન અને બહુ ચમત્કારિક જૈન તીર્થ છે. આ તીર્થની પ્રભાવિકતાના કારણે એના ઉપર જૈનો ઉપરાંત બીજા લોકોની પણ ઘણી આસ્થા-શ્રદ્ધા છે. આ તીર્થનો વહીવટ કરતી પેઢી પાસે, મેળા કે ઉત્સવ આદિ પ્રસંગે જિનમંદિરમાં બાંધવા માટે ચાર પડદા છે. આ પડદા રેશમના છે અને તેના ઉપર જરીનું કામ કરવામાં આવ્યું છે. આ પડદામાં પ્રત્યેકમાં સમવસરણની રચનાની જેમ ત્રણ ગઢ ભરવામાં આવ્યા છે. દરેક ગઢ જુદા જુદા રંગે ભરવામાં આવેલ છે. તેમાં જુદા જુદા રંગોથી બાર પ્રકારની પર્ષદાનું ચિત્ર ભરવામાં આવ્યું છે. આ પડદાની પહેલી વિશેષતા એ છે કે તેના ઉપર, જિનપ્રતિમા ઉપર, જિનમંદિરમાં કે પ્રાચીન ગ્રંથોની પુમ્બિકામાં લેખ આપીને તેનો ઇતિહાસ આપવામાં આવે છે તે રીતે, લેખ ભરવામાં આવ્યો છે અને એ રીતે એ પડદાનો ઇતિહાસ જાળવી રાખવામાં આવ્યો છે. લેખ નીચે પ્રમાણે છે - ।। संवत् १९०८ वर्षे फागुण शुक्ल पंचम्यां उपधानादिक नंदिभूषण पडदा ४ पं. श्री शुभविजयग। शिष्य पं. वीरविजय गणिभिरुपदेशात् कराविता राजनगर संघेन।। આ ઉલ્લેખ મુજબ આ પડદા પં. શ્રી શુભવિજયજી ગણિના શિષ્ય પં. શ્રી વીરવિજયજી ગણિના ઉપદેશથી રાજનગર (અમદાવાદ)ના સંઘે વિ. સં. ૧૯૦૮ માં ફાગણ માસમાં કરાવ્યા. (આ પં. વીરવિજયજી મહારાજે બનાવેલી વિવિધ પૂજાઓ અત્યારે પ્રચલિત છે.) આ પડદાની મુખ્ય વિશેષતા ઉપરાંત બીજી વિશેષતા એ છે કે ૯૦ વર્ષ જેટલો લાંબો સમય વીતવા છતાં એની જરીનો ચળકાટ જરા પણ ઓછી નથી થયો. જાણે હમણાં જ બનાવ્યો હોય એવા એ પડદા લાગે છે. For Private and Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ग्रन्थ समीक्षा Jain Cosmology (सर्वज्ञ कथित विश्व व्यवस्था) Acharya Shri Kailassagarsuri Gyanmandir डॉ. हेमन्त कुमार संशोधक- पंन्यास श्री मेघदर्शनविजयजी, संपादक- मुनि श्री चारित्ररत्नविजयजी, प्रकाशक- जिनगुण आराधक ट्रस्ट, मुंबई, प्रकाशन वर्ष विक्रम संवत २०६८ विषय- जैनसिद्धांत के अनुरूप भूगोल- खगोल आदि की विस्तृत एवं तथ्यपरक सूचनाएँ. परम पूज्य मुनि श्री चारित्ररत्नविजयजी महाराज साहब ने Jain Cosmology (सर्वज्ञ कथित विश्व व्यवस्था) नामक ग्रन्थरत्न में भूगोल- खगोल से सम्बन्धित विभिन्न शोधपूर्ण लेखों का संकलन-संपादन के साथ तत्सम्बन्धित विषयों को सचित्र प्रस्तुत कर मुमुक्षुओं एवं संशोधकों का मार्ग सरल कर दिया है। पूज्यश्री ने श्रमण परम्परा एवं अन्य भारतीय परम्पराओं में भूगोल- खगोल का आदिकाल से जो दर्णन मिलता है, उसे एकत्र करने का बहुत ही सुन्दर एवं सराहनीय प्रयास किया है। भूगोल- खगोल जैसे निरस विषय को चित्रों के माध्यम से इस प्रकार समझाया गया है कि किसी को भी इस विषय को जानने-समझने की जिज्ञासा स्वतः उत्पन्न होगी । आज भूगोल- खगोल के सम्बन्ध में अनेक वैज्ञानिकों द्वारा विभिन्न विषयों पर शोध हो रहे हैं, किन्तु आधे-अधूरे शोध के आधार पर ही वे इस सम्बन्ध में भिन्न-भिन्न मत स्थापित करके विश्व को भ्रमित कर रहे हैं। आपस में ही एक दूसरे के मतों का खण्डन एवं स्वमत का मण्डन कर रहे हैं। आज तक समस्त विश्व के वैज्ञानिक इस विषय पर एक मत नहीं हो पाये हैं, जबकि आदिकाल से श्रमण परम्परा के ग्रन्थों में इस विषय पर सर्वज्ञ कथित विश्व व्यवस्था का निरूपण होता आ रहा है। वर्तमान शिक्षा प्रणाली में भूगोल- खगोल का भौतिक जगत के साथ सम्बन्ध स्थापित किया जाता है, जबकि इस ग्रन्थ में भूगोल- खगोल का सम्बन्ध अनेकानेक तर्कबद्ध उदाहरणों के द्वारा आध्यात्मिक जगत के साथ स्थापित करके वैज्ञानिकों के समक्ष एक नई दिशा प्रस्तुत करने का प्रयास किया गया है। सम्पूर्ण विश्व व्यवस्था के अंतर्गत असंख्य द्वीप समुद्रों के समूह मध्यलोक, ब्रम्हांड में व्याप्त सूर्य, चन्द्र ग्रह, नक्षत्र, तारा आदि का वर्णन, उर्ध्वलोक के रूप में विख्यात देवलोक, ग्रैवेयक, अनुत्तर आदि लोकों के साथ-साथ अधोलोक में स्थित नरकों का सचित्र विवरण प्रस्तुत है। इसके अतिरिक्त संसार के छोटे-बड़े समस्त पदार्थों के वास्तिवक स्वरूप का वर्णन संकलित है। आशा है, इस ग्रन्थ के माध्यम से इस विषय पर शोध एवं वैज्ञानिक परीक्षण करने वालों का मार्ग प्रशस्त होगा और वैज्ञानिक शोधकर्ता भी श्रमण परम्परा की अवधारणा को इसके मूलरूप में मान्यता प्रदान करने को विवश होंगे। प्रस्तुत ग्रन्थरत्न में वर्णित विषयों का मनन- चिन्तन कर मुमुक्षु अपने समस्त कर्मों को क्षय करने की दिशा में अग्रसर होंगे और अपना मानवजीवन सफल बना सकेंगे। यह ग्रन्थरत्न स्वयं में एक शिक्षक की भूमिका भी निभाने में समर्थ सिद्ध होगा । For Private and Personal Use Only जिनगुण आराधक ट्रस्ट, मुंबई द्वारा प्रकाशित यह ग्रन्थरत्न, जैन तत्त्वज्ञान का एक विशिष्ट ग्रन्थ सिद्ध होगा | छपाई शुद्ध एवं सुन्दर है, तो आवरण पृष्ठ आकर्षक एवं विषयानुकूल है। विस्तृत अनुक्रमणिका में विषयों का क्रम पूर्ण वैज्ञानिक ढंग से प्रस्तुत किया गया है महत्त्वपूर्ण विषयों से सम्बन्धित सन्दर्भों के लिये प्राचीन हस्तप्रतों को मूलरूप में ही प्रस्तुत करके इस ग्रन्थरत्न को और अधिक उपयोगी बनाया गया है। इस ग्रन्थ के निर्माण में प्रयुक्त कागज एवं छपाई भी दीर्घ समय तक चल सकें इस प्रकार का चयन किया गया है। पूज्य मुनि श्री चारित्ररत्नविजयजी महाराज साहब ने समाज के सभी वर्गों के लिये उपयोगी हो सके इस प्रकार विषयों का वर्गीकरण एवं प्रस्तुतिकरण करके समाज पर बहुत बड़ा उपकार किया है। आशा है भविष्य में भी पूज्यश्री के माध्यम से इसी प्रकार समाज लाभान्वित होता रहेगा । Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આચાર્યશ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર : સંક્ષિપ્ત કાર્ય અહેવાલ,ડિસેame-૧૨ જ્ઞાનમંદિરના વિવિધ વિભાગોના કાર્યોમાંથી ડિસેમ્બરમાં થયેલાં મુખ્ય-મુખ્ય કાર્યોની ઝલક નીચે પ્રમાણે છે ૧. હસ્તપ્રત કેટલૉગ પ્રકાશન કાર્ય અંતર્ગત કુલ ૧૧૮૬ પ્રતો સાથે કુલ ૩૩૧૯ કૃતિલિંક થઈ અને આ માસાંત સુધીમાં કેટલૉગ નં. ૧૫ માટેની ૬૪૦૦ લિંકની સામે ૩૪૮૨ લિંક કરવામાં આવી. ૨. હસ્તપ્રત સ્કેનીંગ પ્રોજેક્ટ હેઠળ હસ્તપ્રતોના ૭૫૨ ૨૯ પાનાઓનું સ્કેન કરવામાં આવ્યું. ૩. વિશ્વ કલ્યાણ ગ્રંથ પુનઃ પ્રકાશન પ્રોજેકટ હેઠળ ૪૫૦ પાનાની ડબલ એન્ટ્રી કરવામાં આવી. ૪. લાયબ્રેરી વિભાગમાં જુદા-જુદા ૧૩ દાતાઓ તરફથી ૬૨૨ પુસ્તકો ભેટ સ્વરૂપે પ્રાપ્ત થયાં તથા રૂ. ૫૬૧૬૨ ની કિંમતના પુસ્તકોની ખરીદી કરવામાં આવી. ૫. લાયબ્રેરી વિભાગમાં પ્રકાશન એન્ટ્રી અંતર્ગત કુલ ૨૯૩ પ્રકાશનો, ૭૩૨ પુસ્તકો તથા પ્રકાશનો સાથે ૧૧૦૧ કૃતિ લીંક કરવામાં આવી, તેમજ ૯૭ પ્રકાશનો તથા ૨૩૮ કૃતિઓની સંપૂર્ણ માહિતી સુધારવામાં આવી. ૬. મેગેઝિન વિભાગમાં ૪૧૫ પેટાંકની સંપૂર્ણ માહિતી ભરવામાં આવી તથા તેની સાથે યોગ્ય કૃતિ લિંક કરવામાં આવી. તેમજ ૪૧૩ મેગેઝિન અંક કોપીઓની માહિતીઓ ભરવામાં આવી. ૭. ૭૬ વાચકોને હસ્તપ્રત તથા પ્રકાશનોના ૧૧૩૭૭ પાનાની પ્રીન્ટ કૉપીઓ ઉપલબ્ધ કરાવવામાં આવી. આ સિવાય વાચકોને કુલ ૬૧૬ પુસ્તકો ઈશ્ય થયો. તથા ૬૯૭ પુસ્તકો જમા લેવામાં આવ્યાં. વાચક સેવા અંતર્ગત પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતોને તથા વિદ્વાનોને નીચે પ્રમાણે માહિતી આપવામાં આવી. a. સરકારી કોલેજના સેકટર-૧૫ના એમ.એ.ના ૧૫ વિદ્યાર્થીઓને તેમના રીસર્ચ પેપર માટે સંસ્કૃત નાટ્યશાસ્ત્ર, કવિ કાલિદાસની કૃતિઓ તથા અન્ય સંસ્કૃત કાવ્ય વિષયક પુસ્તકો તથા અન્ય આવશ્યક માહિતીઓ આપી. ત્રણ દિવસ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓએ ગ્રંથાલયમાં બેસી અધ્યયન કર્યું. b, Dr, Tomoyaki Yamahata, Japan, જેઓએ પ્રાચીન ગુજરાતી સાહિત્ય પર સંશોધન કાર્યના સંદર્ભે તેઓએ તા. ૨૧.૦૭,૧૨ના રોજ જ્ઞાનમંદિરની મુલાકાત લીધી હતી. તેમના સંશોધન સંબંધિત પ્રકાશનોની તથા હસ્તપ્રતોની માહિતી તૈયાર કરી આપવામાં આવી. ૮. સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલયની મુલાકાતે ૯૩૨ યાત્રાળુઓ પધાર્યા. વિશિષ્ટ-મુલાકાત -શ્રી ધનવંતભાઈ શાહ, તંત્રી પ્રબુદ્ધ જીવન તા, ૧૧.૧૨.૧૨ના રોજ જ્ઞાનમંદિરની મુલાકાતે પધાર્યા હતા. ગ્રંથાલય, સંગ્રહાલય અને કોમ્યુટર કેન્દ્રની મુલાકાત લઈને તેઓશ્રીએ વિગતે માહિતી મેળવી હતી. જ્ઞાનમંદિરની પ્રવૃત્તિઓથી તેઓશ્રી પ્રભાવિત થયા હતા. આ કાર્યોના પ્રસાર માટે તેઓશ્રીએ જણાવ્યું કે મુંબઈના એક હૉલમાં જ્ઞાનમંદિરના કાર્યોના પ્રચાર-પ્રસાર માટે બે-ત્રણ કલાકનો કાર્યક્રમ ગોઠવીશું. एक विशिष्ट अभिप्राय - 'जितना सुना था, उससे बहुत अधिक श्रुत-सेवा का उद्यम देखा, जाना और पाया। संस्थान के विषय में व्याप्त अनेकों भ्रांतियों का निवारण हुआ। भावना करता हूँ इस इलेक्ट्रानिक युग में सभी श्रुत सेवा संस्थानो की संचित निधि यहाँ संग्रहीत हो और निरन्तर क्षीण होती जा रही श्रुत-रसिक समुदाय की संख्या का शेष समय अधिकाधिक उपयोगि हो सके। अभय जैन कासलीवाला हरदा वाले निदेशक, भारतवर्षीय दिगंबर जैनतीर्थ संरक्षीनी महासभा, नई दिल्ली प्रतिष्ठा महोत्सव सम्पन्न वर्तमान शासनपति चरम तीर्थकर परमात्मा महावीरस्वामी जिनालय, झवेरी वाड, अहमदाबाद में दिनांक १ दिसम्बर, २०१२ से ५ दिसम्बर, २०१२ तक पंचदिवसीय प्रतिष्ठा महोत्सव का आयोजन परम पूज्य राष्ट्रसन्त आचार्य भगवन्त श्री पद्मसागरसूरीश्वरजी महाराज साहब की निश्रा में आयोजित कीया गया । ४०० वर्ष से भी अधिक प्राचीन महावीरस्वामी भगवान के जिनालय में अनन्तलब्धिनिधान श्री गौतमस्वामी भगवन्त एवं भगवान महावीरस्वामी की उज्ज्वल परम्परा के अधिनायक श्री सुधर्मास्वामी भगवन्त की प्रतिमा की प्रतिष्ठा की गई। परम पूज्य गच्छाधिपति आचार्य प्रवर श्री कैलाससागरसूरीश्वरजी महाराज साहब के जन्मशताब्दी वर्ष वि. सं. १९७०-२०७० के उपलक्ष्य में प्रतिष्ठा महोत्सव का आयोजन किया गया जिसमें महान शासन प्रभावक राष्ट्रसन्त आचार्य श्री पद्मसागरसूरीश्वरजी महाराज साहब एवं उनके शिष्य-प्रशिष्य जापमग्न परम पूज्य आचार्य श्री अमृतसागरसूरीश्वरजी महाराज साहब, परम पूज्य ज्योतिर्विद् आचार्य श्री अरुणोदयसागरसूरीश्वरजी महाराज साहब आदि श्रमण-श्रमणी भगवन्तों की पावन उपस्थिति रही । परम पूज्य राष्ट्रसन्त आचार्यभगवन्त श्री पद्मसागरसूरीश्वरजी महाराज साहब के संयम ग्रहण के ५८वें वर्ष में मंगल प्रवेश के निमित्त झवेरी वाड जैन संघ द्वारा दिनांक ५ दिसम्बर, २०१२ को संयम अनुमोदनार्थ संयम उपकरण वंदना एवं છા મરને કા વિશેષ માયોના વિયા જયા ! For Private and Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir लगवानऊचयामानानभरकपरनवाया કૌસ્તુભ વનમાં રાત્રિના સમયે વટવૃક્ષની નીચે પ્રભુ પાર્શ્વ કાઉસગ્ગ ધ્યાને ઉભા હોય છે, એ સમયે પૂર્વભવનો વૈરી કમઠ પ્રભુ ઉપર ધોધમાર જળ વ૨સાવે છે. એ ઉપસર્ગનું નિવારણ કરવા ધરશેંદ્ર-પદ્માવતી આવે છે, ઉપસર્ગનું નિવારણ કશી પ્રભુ પાર્શ્વની પૂજા કરે છે. ચિત્રમાં ઉભય. બાજુએ ધરણંદ્ર પ્રભુને ચામર વીંઝે છે. પદ્માવતી દેવીએ પાર્શ્વનાથ પ્રભુને પોતાના મસ્તક પર ધારણ કરેલ છે. આકાશમાં દેવતાઓ દેવવિમાનમાં દિવ્યધ્વનિ વડે હર્ષ વ્યક્ત કરે છે. નીચે માનવો પ્રભુને વંદના કરે છે. સરોવરમાં શ્વેત કમળો દષ્ટિગોચર થાય છે. (ચિત્ર સાભાર: શ્રીપાલરાસ) તે પ્રસ્તુત ગઢાજી વિક્રમની ૧૯મી સદીમાં નિર્મિત નીલવર્ગીય પાર્શ્વનાથ ભગવાનની મનોહર પ્રતિકૃતિ છે. ધરëદ્ર અને પદ્માવતી પાર્શ્વનાથ પ્રભુને ચામર વીંઝે છે. અલંકારોના ચિત્રણમાં સુવર્ણ અને મોતીનો ઉપયોગ કરેલ છે. ચિત્રમાં પાછળની બાજુએ ઘટાદાર વૃક્ષ અને પક્ષીઓનું ચિત્રણ છે. For Private and Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (Diapinક્ષાજa मायसमुन्ना 1. પાર્શ્વનાથ પ્રભુના પ્રથમ ગણધર શ્રી શુભદત્તજી ચતુર્વિધ શ્રી સંઘને દેશના આપે છે. ગણધર ભગવંતની સન્મુખ સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા બેઠાં છે. 3. શ્રી આર્ય સમુદ્રજી ચતુર્વિધ શ્રી સંઘને દેશના આપી રહ્યા છે. Aii ત:: Lin 2. ગણધર ભગવંત ચતુર્વિધા શ્રી સંઘને દેશના આપી રહ્યાં છે. श्रीशिवोमापरदेशाराजाचात्रसारथा 4. કેશિ ગણધર સન્મુખ સાધુ-સાધ્વી, પ્રદેશી રાજા અને ચિત્રસારથી બેઠાં अंक प्रकाशन सौजन्य : श्री रश्मिकांतभाई कामदार परिवार Rushab Ship Consultant, Inc., 43, Jonanathan Drive, Edison, NJ 08820, USA BOOK-POST / PRINTED MATTER For Private and Personal Use Only