________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
जनवरी २०१३
६
અંગીકાર કરીશ.' ગુરુભગવંતે કહ્યું કે - વચાનુä પ્રવર્તત્ત્વ, પ્રતિવન્ધ મા વિદ્દેિ હે મહાનુભાવ! જેમ તમને સુખ ઉપજે તેમ કરો, વિલંબ ન કરો. પછી સુવ્રત શ્રેષ્ઠી ઘેર આવ્યા. સૌ સાથે ભોજનાદિ કર્યું અને પછી પુત્રો પત્નીઓ પાસે દીક્ષાની અનુમતિ માગી. પુત્રોએ અનુમતિ આપી. પત્નીઓએ કહ્યું કે અમે પણ તમારી સાથે જ દીક્ષા લઈશું. પત્નીનો ખરો ધર્મ એ જ છે કે પતિ સારે માર્ગે જતો હોય તો પત્નીએ પણ તે જ માર્ગ સ્વીકારવો. સુવ્રત શ્રેષ્ઠીએ ઘરનો તમામ ભાર પુત્રરત્નોને સોંપ્યો, અને પોતાની અગિયારે પત્નીઓ સાથે સંયમ માર્ગને સ્વીકાર્યો. સંયમનું સમ્યગુ પ્રકારે આરાધન કરતાં અગિયારે સ્ત્રીઓ માસના અનશન વર્ડ કાયબલક્ષીણ થવાથી ઘાતિયાં કર્મનો નાશ કરી કેવળજ્ઞાન પામી અઘાતીયાં કર્મને તોડી મોક્ષગામિની બની. અને સુવ્રત મુનિ સંયમ માર્ગમાં દિવસે દિવસે આગળ વધતા જ ગયા. તપશ્ચર્યાદિથી પોતાના આત્માને ખૂબ જ રંગી નાખ્યો છે. તેમની તપશ્ચર્યાની નોંધ પણ જાણવા જેવી છે, જે આ પ્રમાણે છે : બસો છઠ્ઠ, સો અઠ્ઠમ, ચાર ચોમાશી તપ, એક છ માસી તપ, અને મૌન એકાદશી તિથિનું તપ, આ રીતે વિશેષે કરીને તપતા, બાર અંગના ભણાવનાર, શુદ્ધ દીક્ષાના પાલનારા થયા. ધન્ય હો આવા મુનિવરને કે જેમણે વૃદ્ધાવસ્થામાં પણ દીક્ષા લઈ આવી ઉગ્ર તપશ્ચર્યાઓ કરી.
આવા ઉગ્ર તપસ્વી મુનિ એક સમયે મૌન એકાદશીનું આરાધન કરતાં મૌન રહ્યાં છે. તેમની પરીક્ષા કરવા માટે કોઈ મિથ્યાદ્રષ્ટિ દેવ આવ્યો છે, અન્ય મુનિના બન્ને કાનમાં મહાનુ વેદના ઉત્પન્ન કરી છે. ઘણા-ઘણા ઉપચાર કરવા છતાં પણ વેદના શમી નહીં. ત્યારે તે દેવે વેદનાવાળા સાધુને કહ્યું કે તમારી વેદના સુરત મુનિના ઔષધથી શમી જશે, ક્યારે કે પોતાના સ્થાનથી બહાર આવીને ઉપચાર કરશે ત્યારે વેદનાવાળા સાધુએ જ્યાં સુવ્રત મુનિ હતા ત્યાં આવીને ઉપચાર માટે પ્રાર્થના કરી. મૌન એવા સુરત મુનિ રાત્રિમાં સ્વસ્થાનથી બહાર આવ્યા નહીં. ત્યારે વેદનાથી અત્યંત પીડાતા તે મુનિ સુવ્રત મુનિના મસ્તકે માર મારવા લાગ્યા. તે સમયે સુવ્રત મુનિવરને અસહ્ય વેદના થવા લાગી. છતાં લેશમાત્ર ચલાયમાન થયા સિવાય વિશેષ કરી સદ્બાનમાં લીન થયા. અને ચિંતવવા લાગ્યા કે - હે જીવ! અત્યારે કર્મ ખપાવાનો શુભ અવસર પ્રાપ્ત થયો છે, આ વેશમાં અનંતા મુનિવરો કર્મે ખપાવી ખપાવીને મુક્તિને પામ્યા છે. તીર્થંકરોને પણ કર્મ રાજાએ છોડ્યા નથી તો પછી તારે તો ગભરાવાનું કોનું જ હોય. એમ ઉત્તમ ભાવના ભાવતા જાય છે, અને કર્મના થોકને ઉડાવતા જાય છે. મુનિ લેશમાત્ર પણ ચલાયમાન થતા નથી. એમ વિભંગ જ્ઞાનથી જાણી મિથ્યાદષ્ટિ દેવ વિવિધ પ્રકારના ઘોર ઉપસર્ગો કરવા માંડચો. સુવ્રત મુનિવર પણ સંપક શ્રેણીએ ચઢયા હતા એટલે તેમણે ઘાસીયાં કર્મને ચકચૂર કર્યા અને કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું. પછી ભવ્ય જીવોને પ્રતિબોધી અધાતી કર્મનો નાશ કરી મુક્તિ મંદિરમાં બિરાજમાન થયા .
આ રીતે બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથ પ્રભુના મુખારવિધી સુવ્રત શ્રેષ્ઠીનું વૃત્તાંત સાંભળી શ્રી કૃષ્ણ વાસુદેવ પણ મૌન એકાદશીના આરાધનમાં આદરવાળા થયા. ત્યારથી આ મૌન એકાદશીની લોકમાં વિશેષ કરીને પ્રસિદ્ધિ થઈ. ભવ્ય જીવો પણ મૌન એકાદશીને રૂડી રીતે આરાધો એ જ શુભ ભાવના!
જૈન સત્યપ્રકાશ
For Private and Personal Use Only
-
વર્ષ-૧, અંક–૩)
ઉવસગ્ગહ સ્તોત્રનો મહિમા
ઉવસગ્ગહરં સ્તોત્રની અનેકવિધ વિશેષતાઓમાં એક વિશેષતા એ છે કે તેની પ્રથમ ગાથામાં શ્રી પાર્શ્વનાથ પ્રભુની ૮૦ પ્રકારે સ્તુતિ થાય છે. બીજી ગાથામાં ૪૦ પ્રકારે સ્તુતિ થાય છે. ત્રીજી, ચોથી અને પાંચમી ગાથામાં બીજા ચાર પ્રકાર મળીને સમગ્ર સ્તોત્ર વડે કુલ ૧૨૮૦૦ પ્રકારે શ્રી પાર્શ્વનાથ ભગવંતની સ્તુતિ થાય છે. એક જ ભગવંતની ૮૦x૪૦૪૪=૧૨૮૦૦ પ્રકારે સ્મૃતિ માત્ર પાંચ જ ગાથાઓ વર્ડ થઈ શકે તે સ્તોત્ર કેટલું મહિમાશાળી હોય તે સામાન્ય બુદ્ધિથી પણ સમજી શકાય છે.
પંન્યાસજી ભગવંતશ્રી ભદ્રંકરવિજયજી મ. સા. (ઉવસગ્ગહરં સ્તોત્ર સ્વાધ્યાય પૃષ્ઠ નં.૧૦)